Abtak Media Google News

ભારતીય સંસ્કૃતિ અનુસાર ગુરુને એક માનસન્માન આપવામાં આવ્યું છે. અને પહેલો ગુરુ એ માતા છે અને જો માતા જ શિક્ષણ લેવા મહાવિદ્યાલયએ ગુરુએ શું કરવું જોઇએ એના એક ઉદાહરણ‚પ યુનાઇટેડ સ્ટેટની એક ઘટનાની શીખવુ જોઇએ જેમાં યુ.એસની એક કોલેજનાં પ્રોફેસરએ પોતાની એક વિદ્યાર્થીનીના બાળકને તેડીને આખુ લેક્ચર લીધુ હતું. જેનુ મુખ્ય કારણ તેની વિદ્યાર્થીએ ક્લાસ ચુકી ન જાય તે હેતુથી એ પ્રોફેસરએ આવું હુફભર્યુ વર્તન દાખવ્યુ હતું. આ ઘટના ફેસબુકમાં વાઇરલ થયેલી એક પોસ્ટ દ્વારા બહાર આવી હતી. જેમાં એક સીંગલ મધર અસ્થોન રોબીનસનએ જણાવ્યું હતું. કે તેણીએ તેના પ્રોફેસર સાથે તેની મુશ્કેલી વ્યક્ત કરી હતી. જેમાં બાળકને મુકવા માટે બેબી સીટરની વ્યવસ્થા ન થવાને કારણે તેણી ક્લાસમાં આવી શકતી નથી. ત્યારે ખરા અર્થમાં કહી શકાય તેવા ગુરુએ તેણીને બાળકને સાથે લાવવાનું કહ્યું અને એ પ્રોફેસરએ વિદ્યાર્થીઓને ભણાવ્યા હતા. ત્યારે આજનાં યુગમાં જ્યા શિક્ષકો પણ ક્યાંક નબળા સાબિત થયા છે. તેવા સમયે આ પ્રોફેસરની આવી સહાનુભૂતિ વિદ્યાર્થીઓને પણ ભણતર પ્રત્યે એક સકારાત્મક લાગણીનો અનુભવ કરાવે છે. અને એક પ્રેરણા સ્ત્રોત બને છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.