Abtak Media Google News

મ્યુકરમાયકોસીસના દર્દીને એમ્બ્યુલન્સમાં અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડી, અન્ય 4 કોવિડ દર્દીઓને પણ સમયસર સારવારમાં પહોંચાડી માનવધર્મ નિભાવ્યો

મીડિયાકર્મીઓની જવાબદારી લોક પ્રશ્નોને વાચા આપવાની છે.સમાચારના કવરેજની સાથે કોવિડ દર્દીઓની મદદ કરવી એ પણ માનવતા છે અને મીડિયા ધર્મ પણ.કોરોનાની બીજી લહેર ખુબજ ઘાતક નિવળી છે.પરંતુ છેલ્લા 7 દિવસથી આ લહેર હળવી બની છે.રિકવરી રેટમાં ખુબજ વધારો થયો છે ત્યારે કોરોનાની આ મહામારીમાં લોકોને બનતી મદદ કરવા માટે અબતક મીડિયા હંમેશા તત્પર રહે છે ત્યારે બીજી લહેરમાં અબતક મીડિયાએ હેલ્પલાઇન શરૂ કરેલ. સિવિલ હોસ્પિટલમાં પડતી હાલાકીમાં દર્દીઓના સગાને મદદ કરવી તેમજ તંત્ર સાથે સંકલન સાધી રેમડેસીવીર ઇન્જેક્શન લોકોને જલ્દી અપાવવા એ મુખ્ય ઉદ્દેશ્ય રહેલ.અબતક મીડિયાને આવીજ એક મદદ માટે દર્દીના સગાનો ફોન આવેલ.કોરોના બાદ દર્દીને થતી આડઅસર ના કિસ્સાઓ પણ ઘણા સામે આવ્યા છે ત્યારે

મ્યુકરમાયકોસીસ બીમારીનો આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો.વોકહાર્ટમાં સારવાર લઈ રહેલ મહિલા દર્દીને કોરોના બાદ મ્યુકરમાયકોસીસ બીમારીને કારણે નાકમાં ફંગલ ઇન્ફેક્શન થઈ ગયેલ હોઈ એક હોસ્પિટલમાંથી અન્ય ખાનગી હોસ્પિટલમાં દર્દીને  ઓપરેશન માટે લઈ જવાના હતા , આ મદદ માટે દર્દીના સગાએ અબતક  મીડિયાનો સંપર્ક સાધતા અબતકે પંચનાથ મંદિર ટ્રસ્ટ નો સંપર્ક સાધી દર્દીને મદદરૂપ થવા એમ્બ્યુલન્સ ની વ્યવસ્થા કરી આપેલ.વોકહાર્ટ માંથી દર્દીને ઇમરજન્સીમાં રીફર કરવાના હોય એમ્બ્યુલન્સના ડ્રાઇવર હાજર ન હોઈ અબતક મીડિયાના કેમેરામેન સાગર ગજ્જરે જાતે એમ્બ્યુલન્સ ડ્રાઇવ કરીને દર્દીને એક હોસ્પિટલમાંથી અન્ય ખાનગી હોસ્પિટલમાં સમયસર પોહચાડેલ.સાથેજ અબતક મીડિયાના રિપોર્ટર ઋષિ દવેએ મહિલા દર્દીની સાથે રહી તેમને ઇમરજન્સીમાં બહારથી નર્સિંગ સ્ટાફની વ્યવસ્થા કરી આપેલ તેમજ મહિલા દર્દીને ઓપરેશન પૂર્ણ થયું ત્યાં સુધી સાથે રહી બનતી તમામ મદદ કરી વોરીયર્સની ભૂમિકા નિભાવેલ. દર્દીનું ઓપરેશન ચાલુ હોય એ દરમ્યાન અન્ય 4 કોવિડ દર્દીને રીફર કરવા માટે ફોન આવતાની સાથે જ એમ્બ્યુલન્સમાં એ દર્દીઓને અબતક ટીમે રીફર કરી બનતી મદદકરી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.