Abtak Media Google News

અબતક, રાજકોટ

કેન્સરની જો મુળથી સારવાર કરવામાં આવે તો તેને જળમૂડથી કાઢી શકે છે: ડો. ભાવના જોષી

‘અબતક’ ના વિશેષ કાર્યક્રમ આયુર્વેદ આજે નહિ તો કયારે !! નો લોકપ્રિય કાર્યક્રમમાં આજે કેન્સર દિવસ માટે કેન્સર થવાના કારણે અને કેન્સરથી કંઇ રીતે બચી શકાય તે માટેની વિશે કાર્યક્રમમાં વૈદ્યસભામાં ડો. ગૌરગ જોશી તથા ડો. ભાવના જોશી વિશેષ માહીતી આપી હતી. આ રસપ્રદ કાર્યક્રમ બહોળો પ્રતિસાદ મળ્યો હતો તેનો ટુંકો અહેવાલ અહી રજુ કરવામાં આવ્યો છે.

કેન્સર તમામ વ્યકિતઓને થતાં નથી. પરઁતુ તમામ માણસોમાં કેન્સરના કણ રહેલા હોય છે. જેમાં વધારો થાય તો તે ચાંદા-અલ્સર સ્વરુપે દેખાય આવે છે. કેન્સરના ચાર સ્ટેઇઝ હોય છે. અને ર00 થી વધુ પ્રકારના કેન્સર થાય છે. કેન્સરની સારવારમાં મોટાભાગે લોકો સર્જરી, કીમો થેરાપી, રેડિયો થેરાપી વગેરે સારવાર દ્વારા ઉપાયો શોધતા હોય છે.
એકપર્ટ ડોકટરના કહ્યા મુજબ માનવ શરીરમાં FoXo1 નામના કણ સ્ટેજ રહેલા હોય છે. જેમાં FoXo1 થી FoXo 5 સુધી આવેલ હોય છે. જેમાં FoXo3 નામના કણોએ શરીરમાં સાઇડ પ્રોટેકશન કરે છે.

અને બીજા ઘણા બધા રોગોથી બચાવે છે. જે FoXo1 ખોરાકની ચરી પાડવાથી તથા જીવનશૈલીથી ત્વરીત કાર્યરત થાય છે.
આયુર્વેદીકના તમામ ઉપાયો અને સારવાર સાથે વિજ્ઞાન જોડાયેલું છે. કેન્સરથી બચવા ખાસ તમામ માનવજાતિએ વ્યસન મુકત થવું જરુરી છે. આ સાથે જીવનશૈલીએ અન્ય જીવો જે માનવ જાતિ નથી તે પ્રકૃતિ અને પર્યાવરણમાં સમાવેશ કરે છે. જેની જીવનશૈલી પશુ-પંખી નિયમિતા મુજબ હોય છે.

પ્રશ્ન:- કેન્સર એટલે શું ?
જવાબ:- કેન્સર એટલે શરીરના તમામ અવયવોમાં ગમે ત્યાં માથાથી પગ સુધીમાં થતું ચાંદુ અથવા ગાંઠ જેમાં કેન્સરના કણમાં વધારો થાય ત્યારે અસર દેખાય છે. દરેક માણસના શીરરમાં કેન્સરના કણ રહેલા હોય છે જેમાં સતત વધારો થાય તેને કેન્સર કહેવાય છે.

પ્રશ્ન:- કેન્સર થવાના કયાં કયાં કારણો જવાબદાર હોય શકે?
જવાબ:- શરીરમાં વધતા જતા કેન્સરના કણ જેની અસર શરીરના ગમે તે અવયવમાં ચાંદા અથવા અલ્સર સ્વરુપે દેખાય, કેન્સર વારસાગત, વ્યસન, તમાકુ, ગુટખા, દારૂ, સોપારી, પાન-ફાકી માવો વગેરેનું સેવન કરવાથી થાય છે.
કેન્સર એ જો કોઇ વારસાગત અથવા કોઇપણ પ્રકારના વ્યસન વગર આવે તો તેમાં બે પ્રકારે અસર થાય છે જેમાં બે વાતાવરણ હોય છે કેન્સરને અસર કરતાં હોય એવા જેવા કે પહેલુંં બાહ્ય વાતાવરણ અને બીજુ આંતરીક વાતાવરણ જવાબદાર હોય છે.

પ્રશ્ન:- કેન્સરથી બચવા શું કરવું જોઇએ?
જવાબ:- હાલના યુગમાં ર1મી સદીના ઝડપી યુગમાં ખોરાકની અનિયમિતતા તથા તમાકુ, બીડી, પાન-માવા મસાલા વગેરેનું વ્યસન હોય તેમાં ઘટાડો થવાથી કેન્સરનું પ્રમાણ ઘટે છે. અને તેનાથી બચી શકાય છે.

પ્રશ્ન:- કેન્સર ન જ થાય તો તેની જીવનશૈલી કેવી રાખવી જોઇએ?
જવાબ:- માનવ જાતિએ આજના યુગમાં સમયની અનિયમિતતા તથા ખોરાક લેવાની અચોકકસના અને સેવન કરતા તમામ પ્રકારના વ્યસનનો અટકવા જોઇએ. તેમજ ર1મી સદીના સમયમાં ખોરાકનું સાચુ સેવન અને સમય વિજ્ઞાનના યુગ પ્રમાણે નિયમિત હોવું જોઇએ. નિયમિત જીવન ક્રમ મુજબ કેન્સર થવાની શકતા ઘટે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.