Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિ. ના વાઇસ ચાન્સેલર ડો. નીતીન પેથાણી, ડો. વિજયભાઇ દેશાણી, ડો. ભાવિન કોઠારી વગેરેની ઉ૫સ્થિતિ

માર્ગેદર્શક  સેમીનારનું સંચાલન યુપીએસસી સેન્ટરના વિઘાર્થીઓ દ્વારા કરાયું

યુપીએસસી ૨૦૨૦-૨૧ ના તાલીમાર્થીઓને માર્ગદર્શન મળે એ માટે રાજકોટના ઝોન-૧ ના ડીસીપી પ્રવીણકુમાર દ્વારા વિઘાર્થીઓને માર્ગદર્શન આપવા સેમીનાર યોજાયો હતો.

સૌરાષ્ટ્ર યુનિ. અંતર્ગત સૌરાષ્ટ્રનો વિઘાથી આઇએએસ- આઇપીએસ બને એ માટે ૨૦૧૯ થી સુ-જીયો- યુપીએસસી ભવન કાર્યરત છે.

૨૦૧૯થી શરુ થયેલ આ ભવન અંતર્ગત પહેલ બેચમાંથી ર વિઘાર્થીઓએ પ્રિલિમ્સ પરીક્ષા પાસ કરી અને મેઇન્સની તૈયારી માટે કોચીંગ લેવા દિલ્હી  ગયા છે.

આ સફળતાનો રેશિયો હજુ વધે અને ગુજરાતીઓ માત્ર આઇએએસ- આઇપીએસ ઓફીસર બનેએ માટે સુ-જીયો, યુપીએસસી ભવન અંતર્ગત દર મહિને વિઘાર્થીઓ માટે માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવે છે. આ માર્ગદર્શક સેમીનાર અંતર્ગત સોશિયલ ડિસ્ટન્સ સાથે કોવિડ-૧૯ ના નિયમોને ઘ્યાનમાં રાખી રાજકોટ ઝોન-૧ ના ડીસીપી પ્રવીણકુમાર નું વિઘાર્થીઓ સાથે માર્ગદર્શક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ માર્ગદર્શન સેમીનારમાં સૌરાષ્ટ્ર યુનિ. ના વાઇસ ચાન્સેલર ડો. નીતીનભાઇ પેથાણી, પ્રો. વાઇસ ચાન્સેલર ડો. વિજયભાઇ દેશાણી, સીનીયર સીન્ડીકેટ સભ્ય ડો. ભવિનભાઇ કોઠારી તથા આ યુપીએસસી ભવનના કોર્ડિનેટર તથા સાયન્સ ફેકલ્ટીના ડીન ડો. મેહુલભાઇ રૂપાણી ઉ૫સ્થિત રહ્યા હતા. કો. કો. ઓર્ડિનેટર નીલેશભાઇ સોની તથા કો.કો. ઓર્ડિનેટર નિકેશભાઇ શાહ પણ ખાસ ઉ૫સ્થિત રહ્યા હતા.

આ માર્ગદર્શક સેમીનારમાં પ્રવીણ કુમારે વિઘાર્થીઓને ખુબ જ ઉપયોગી ટીપ્સ આપી હતી.

યુપીએસસી એ શાંતિથી આપવાની થતી પરીક્ષા છે અને ધીરજની પરીક્ષા છે અને જ્ઞાનનો વધારો કરતી આ પરીક્ષા છે.

પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ વચે સમય ઓછા હોય છે એટલે સ્વયં નોટસ બનાવીને ટુકડા ટુકડા સ્વરુપે વાંચન કરીને ઓછા સમયમાં વધારે વાંચન કરી શકો એ રીતે સમયનું આયોજન કરવાનું હોય છીે. આઇએએસ- આઇપીએસ બનવાનું ઘ્યેય એ પાવર ગેમ ન રાખતા નાગરિકત્વની રક્ષા કરવા માટે ઓફીસર બનવું જોઇએ આવી ઉમદા વાત પણ વિઘાર્થીઓને કરી હતી.

પિયર લનીંગ કરી ટોપિકને વિઘાર્થીઓ પોતાના મિત્ર વર્તુળમાઁ વહેંચી ૨૫ ટકા પોતે તૈયારી કરવી અને રપ ટકા બીજા તૈયારી કરે એમ ચાર વિઘાર્થીઓનું ગ્રુપ બનાવી ૧૦૦ ટકા બધાની તૈયારી ગ્રુપમાં વાતો કરીને કરવી જોઇએ. આવા અનેક ઉમદા સુચનો પ્રવીણ કુમારે આ માર્ગદર્શક સેમીનારમાં આપ્યા હતા. વિઘાર્થીઓએ ખુબ જ ઉત્સાહજનક પ્રશ્ર્નો પણ પુછયા હતા જેમના એમણે સંતોષકારક જવાબ આપ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન યુપીએસ સેન્ટર ના બે વિઘાર્થી પાયલ ગાંધી અને નીલમ ગંગવાની દ્વારા કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વૈભવ શાહ, વૃષભ ગઢવી, શ્રેણિક રામાણી, શીતલબેન ગઢવી, ભરત સોલંકી, અનિલ ચૌહાણ વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.