ચાલુ ફોને ચાર્જિંગ કરતાં હોવ તો ચેતી જજો… બહુચરાજીમાં મોબાઈલે યુવતીનો લીધો ભોગ

આજના યુવાનોને એક ટંક જમ્યા વગર ચાલે પરંતુ મોબાઈલ વગર ચાલતું નથી. મોબાઈલની ઘણી આડઅસર પણ હોય છે. પરંતુ મહેસાણામાં મોબાઈલ એક યુવતીનો જીવ લઈ લીધો લઈ લીધો. આ ઘટના મહેસાણાના બહુચરાજી તાલુકાના છેટાસણા ગામની છે. જ્યાં બુધવારે સવારે મોબાઈલને ચાર્જિંગમાં ભરાવીને ફોનમાં વાત કરતી હતી. વાત કરતી સમયે યુવતીનો મોબાઇલ ચાર્જિંગમાં હતો ત્યારબાદ ધડાકા સાથે ફોનનો બ્લાસ્ટ થયો.

ફોન બ્લાસ્ટ થતાં યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી અને કિશોરીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાથી ગ્રામજનોમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી. આ યુવતીનું નામ શ્રદ્ઘા દેસાઈ હતું. ધડાકાનો અવાજ સાંભળીને સ્થાનિક રહેવાસીઓ ભેગા થઇ ગયા હતા અને રૂમમાં તપાસ કરતાં શ્રદ્ધાનું ગંભીર ઇજાના કારણે અવસાન થયું હતું.

મોબાઈલ બ્લાસ્ટ થતાં ઘરમાં ભરેલ સૂકો ઘાસચારો સળગ્યો હતો. લોકોએ પાણીનો મારો ચલાવી આગ ઓલવી હતી. આ ઘટનાની જાણ થતાં ગામના તલાટી દ્વારા ઘટના સ્થળનું પંચનામું કરાયું હતું. જોકે, અકસ્માતે ઘટના બની હોઇ પરિવાર દ્વારા કોઇ કાર્યવાહી કરાઇ ન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.