Abtak Media Google News

વોટ્સએપની વીડિયો કોલિંગની સુવિધા શરૂ થયા બાદ યૂઝર્સને આની સાથે જોડાયેલી લિંક આવે છે . જ્યારે કોઈ યૂઝર્સ આ લિંક પર ક્લિક કરે છે તો તે એક વેબસાઈટ પર પહોંચી જાય છે અને અહીથી એક નવું ફિચરને એક્ટિવ કરવામાં આવી શકે છે. હવે આ ફિચરની આડમાં જે સ્પામ મેસેજ મોકલામાં આવી રહ્યાં છે, તેમાં કહેવામાં આવી રહ્યું છે કે- ‘તમને વોટ્સએપ વીડિયો કોલિંગ ફિચર્સ ટ્રાઈ કરવા માટે ઈન્વાઈટ કરવામાં આવી રહ્યાં છે. આ ફિચર્સને માત્ર તે જ લોકો એક્ટિવ કરી શકે છે જેમણે ઈન્વિટેશન મળેલું છે.’ કોઈ યૂઝર્સ આ લિંક પર ક્લિક કરે છે તે એક વેબસાઈટ પર પહોંચી જાય છે. જે દેખાવમાં જરાય પણ સ્પામ જેવી દેખાતી નથી.

આ આખી વેબસાઈટને એવી રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે, સારામાં સારો લોકો પણ છેતરાઈ જાય છે. યૂઝર્સ આ ફિચર્સને ઈનેબલ કરવા ની લિંક પર ક્લિક કરે છે ત્યારે તે એક નવા પેજ પર પહોંચી જાય છે, જ્યાં યૂઝરને વેરિફિકેશનની જરૂરત પડે છે. ત્યાં યૂઝર્સને કહેવામાં આવે છે કે આ ફિચરને ઈનેબલ કરવા માટે પોતાના ચાર મિત્રોને આ લિંક શેર કરવી પડશે અને તેમને ઈન્વાઈટ કરવા પડશે. આમ યૂઝર્સ આના સ્ટેપમાં આગળ વધે છે તેમ-તેમ તે સ્પેનના દાયરામાં આવતો જાય છે. આમ યૂઝર્સ અંતે હેકિંગનો શિકાર થઈ જાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.