આજે સોમવાર અને મંગળવારે મોટા ભાગે લોકોને બેન્કનું કામ વિશેષ રહેતું હોય છે. એવામાં બેન્ક કર્મચારીઓએ 24 અને 25 માર્ચના રોજ હડતાળ પર ઉતારવાની વાત કરી હતી. યુનિયને પણ ભારતમાં આજે બેન્ક બંધ રહેશે તેમ કહ્યું હતું તો ચાલો જાણો કે બે દિવસ બેન્કો બંધ રહેશે કે ચાલુ?
બેંક કર્મચારીઓએ 24 અને 25 માર્ચે બેંકોમાં કામ બંધ કરવાની અને હડતાળ પર જવાની ચેતવણી આપી હતી. આજે 24 માર્ચ છે તો આ સ્થિતિમાં મોટો પ્રશ્ન એ છે કે આજે બેંક હડતાળ છે કે બેંકો ખુલ્લી છે. બેંક કર્મચારીઓએ તેમની કેટલીક માંગણીઓ પર હડતાળ પર જવાનું કહ્યું હતું.
જો કે હડતાળ વચ્ચે બેંકો 24 અને 25 માર્ચ એટલે કે આજે અને કાલે ખુલ્લી રહેશે. બેંકો રાબેતા મુજબ કાર્યરત રહેશે. તેમજ બેંક કર્મચારીઓએ આ બે દિવસની હડતાળ પાછી ખેંચી લીધી છે. બેંક કર્મચારીઓના સંગઠન UFBUએ ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) સાથે બેઠક કરી હતી. આમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. ત્યારપછી હડતાળ મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
દેશવ્યાપી હડતાળની જાહેરાત
થોડા દિવસો પહેલા બેંક કર્મચારીઓના મુખ્ય સંગઠન યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU)એ 24 અને 25 માર્ચે દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી હતી. UFBU બેંકોમાં સારી ભરતી, કામચલાઉ કર્મચારીઓ માટે કાયમી રોજગાર અને 5 દિવસના કાર્યકારી સપ્તાહની માંગ કરી રહ્યું છે.
બેંકમાં હાલના સમયમાં મહીનામાં 6 રજાઓ હોય છે. જેમાં રવિવાર અને મહીનાના 2 અને 4થા શનિવારનો સમાવેશ થાય છે. યુનિયનની માંગ છે કે 2 અને 4થા શનિવાર ઉપરાંત બેન્ક કર્મચારીઓને 1 અને 3 જા શનિવારે પણ રજા મળવી જોઈએ અને સપ્તાહમાં માત્ર 5 દિવસ જ કામ થવું જોઈએ.
25મી માર્ચે બૅન્કો બંધ છે કે ખુલ્લી?
હડતાળ પાછી ખેંચવાને કારણે કાલે એટલે કે 25 માર્ચે દેશભરની બૅન્કોમાં કામકાજ રાબેતા મુજબ રહેશે. રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ઍક્ટ હેઠળ આ દિવસોમાં બૅન્કોમાં કોઈ રજા નથી. એટલે કે બૅન્કોની તમામ શાખાઓ ખુલ્લી રહેશે અને કારોબાર સામાન્ય રીતે ચાલશે.