લોકો અલગ અલગ પ્રસંગોએ અલગ અલગ પ્રકારના સ્ટાઇલિશ કપડાં અજમાવતા હોય છે. કેટલાક ડ્રેસ એવા હોય છે જે ખાસ પ્રસંગોએ દરેકની સામાન્ય પસંદગી હોય છે. આપણે સૂટ, કોટ કે બ્લેઝર વિશે વાત કરી રહ્યા છીએ.
દુનિયાની ફેશન સેન્સ ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે. લોકો અલગ અલગ પ્રસંગોએ અલગ અલગ પ્રકારના સ્ટાઇલિશ કપડાં અજમાવતા હોય છે. કેટલાક કપડાં એટલા વિચિત્ર હોય છે કે તમે તેમને જોયા પછી વિચારવા લાગશો. જોકે, કેટલાક એવા ડ્રેસ છે જે ખાસ પ્રસંગોએ દરેકની સામાન્ય પસંદગી હોય છે. આપણે સૂટ, કોટ કે બ્લેઝર વિશે વાત કરી રહ્યા છીએ.
ઓફિસ મીટિંગ હોય કે પાર્ટી, લગ્ન હોય કે અન્ય કોઈ ફંક્શન, પુરુષો માટે સૂટ, કોટ કે બ્લેઝર કરતાં સારો કોઈ વિકલ્પ નથી. આવા દરેક પ્રસંગે, પુરુષો આ પહેરવાનું પસંદ કરે છે અને કોટ અથવા બ્લેઝર તેમની પર્સનાલીટીમાં વધારો કરે છે.
સૂટ : સૂટમાં કોટ, પેન્ટ અને વેસ્ટ પણ શામેલ હોય છે. સામાન્ય રીતે સૂટને ફોર્મલ પ્રસંગોએ પહેરવામાં આવે છે. સૂટ એક સમૂહ પોશાક છે જે મેચિંગ પેન્ટ અને કોટ સાથે આવે છે. સૂટ મુખ્યત્વે ડાર્ક શેડમાં બનાવવામાં આવે છે અને તે ટેરીકૉટ, વૂલન કે અન્ય ફેબ્રિકમાં ઉપલબ્ધ હોય છે. બજારમાં આજે ટુ-પીસ અને થ્રી-પીસ સૂટના ડિઝાઇન ઉપલબ્ધ છે.
કોટ : કોટ હકીકતમાં સૂટનો જ એક ભાગ છે. કોટ ફોર્મલ પ્રસંગો માટે પહેરવામાં આવે છે. કોટ અને સૂટ વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે કોટ હંમેશા મેચિંગ પેન્ટ સાથે આવે છે જ્યારે બ્લેઝર માટે આવું જરૂરી નથી. કોટની ડિઝાઇન એકદમ ફોર્મલ અને ફિટ દેખાવ માટે બનાવવામાં આવે છે.
બ્લેઝર : બ્લેઝર ફોર્મલ અને કેઝ્યુઅલ બન્ને રીતે પહેરવામાં આવી શકે છે. કેટલાક લોકો સામાન્ય દિવસોમાં પણ બ્લેઝર પહેરવાનું પસંદ કરે છે. બ્લેઝર માટે મેચિંગ પેન્ટ હોવુ જરૂરી નથી. તે જીન્સ અથવા અન્ય પેન્ટ સાથે પણ સરસ દેખાય છે. બ્લેઝર મુખ્યત્વે લિનેન, કોટન અથવા કોર્ડરોયના ફેબ્રિકમાં બનાવવામાં આવે છે.
કઈ જગ્યાએ કયો વિકલ્પ પસંદ કરવો જોઈએ? ઓફિસ મીટિંગ માટે : સૂટ અથવા કોટ શ્રેષ્ઠ વિકલ્પ છે. લગ્ન કે વિશેષ પ્રસંગો માટે : સૂટ (થ્રી-પીસ) શ્રેષ્ઠ પસંદગી છે. કેઝ્યુઅલ ઇવેન્ટ્સ માટે : બ્લેઝર અને જીન્સનું કોમ્બિનેશન એક શાનદાર લુક આપે છે.