ભૂલથી પણ ન કરતા હનીમુન પર આ ભૂલ નહિ તો પાર્ટનર થઈ જશે નારાજ  

હાલ લોકો પરફેક્ટ વેડિંગ ઈચ્છે છે. પસંદ કરેલું ડેસ્ટીનેશન અને એ ડેસ્ટીનેશન પર વેલ પરફેક્ટ ફોટો શૂટ અને ત્યારબાદ લગ્ન. ત્યારે લગ્ન પછી હનીમૂન પર જવાનું કપલ ઈચ્છતા હોય છે. હનીમુન પર જવું કોને ન ગમે. હનીમુન માટે કપલ્સ ઘણા સમય પહેલા સપના જોવા લાગે છે અને ઘણી તૈયારીઓ પણ કરે છે. બન્ને વચ્ચે ચર્ચા પણ થાય છે શું ગમે શું નાં ગમે વગેરે.. દરેક ઈચ્છે છે કે તેના જીવનની આ સૌથી સુંદર ક્ષણ યાદગાર પ્રવાસમાં ફેરવાઈ જાય. પરંતુ હનીમૂન પ્લાનિંગમાં કપલ્સ કેટલીક એવી ભૂલો કરે છે જે તેમને ભારે પડે છે. તમે આ અદ્ભુત પળોને ક્યારેય વેડફવા માંગતા નથી. તો આજે અમે તમને કેટલીક એવી બાબતો જણાવવા જઈ રહ્યા છીએ જે તમારે હનીમૂન દરમિયાન ધ્યાનમાં રાખવી જોઈએ નહીં તો તમારે પસ્તાવો કરવો પડી શકે છે.

 

હનીમૂન પર આ ભૂલ ન કરો

  1. ઓછી ભીડ વાળી જગ્યા કરો પસંદહનીમૂન માટે ડેસ્ટીનેશન પસંદગી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે એવી જગ્યા પસંદ કરો જે હવામાનની દ્રષ્ટિએ સુખદ અને આરામદાયક હોય જેથી તમે બંને હળવાશ અનુભવી શકો. જો તમે ભીડભાડ અને પ્રદૂષણથી ભરેલા શહેરોમાં હનીમૂન ઉજવશો તો મૂડ ખરાબ થશે. મૂડ ખરાબ થવાથી તમારા સબંધ પર પણ અસર પડી શકે છે.

2. તમારા જીવનસાથી પર તમારી પસંદગી થોપશો નહીં

દરેક વ્યક્તિની પસંદગી અલગ-અલગ હોય છે. કેટલાક લોકોને હિલ સ્ટેશન ગમે છે, પછી દરિયા કિનારા વ્યક્તિની પસંદગીની યાદીમાં સામેલ છે. આવી સ્થિતિમાં એકબીજા પર પોતાની પસંદગી થોપવાથી મામલો બગડી શકે છે. ત્યારે એવું સ્થાન પસંદ કરો જેમાં બંનેની સંમતિ સામેલ હોય.

3. જીવન સાથી સાથે શેર કરો પોતાની પસંદ અને નાપસંદ

તમારી પસંદ અને નાપસંદ એકબીજા સાથે શેર કરો જેથી પાર્ટનરને તમારા વિશે જાણવાની તક મળે. તમે તમારા જીવન સાથી સાથે ભવિષ્યના સુંદર સપના વિશે પણ વાત કરી શકો છો. જીવનસાથી સાથે રોમેન્ટિક વાતો કરો જેથી તમારા સેક્સ રીલેશન પણ વધુ મજબુત બને.

4. સોશિયલ મીડિયાને વળગી ન રહો

મોબાઈલ અને સોશિયલ મીડિયાનું વ્યસન વર્તમાન યુગમાં સામાન્ય છે, પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ કરવાનું અને હનીમૂન દરમિયાન ફોટા અને વીડિયો પોસ્ટ કરવાનું ટાળો. એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવો વધુ સારું છે, નહીં તો તમારા પાર્ટનરને લાગશે કે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર તેમના પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.