પંખ હોતે તો ઉડ જાતે… કરોડો રૂપિયાના મોરના પીંછા પકડાયા!!

પંખ હોતે તો ઉડ જાતે…. પોતાના સ્વાર્થ માટે આજે માનવી ઘણાં અબોલ જીવને રંજાડી રહ્યો છે. ઘણા પશુ-પક્ષીઓની હત્યા નિપજાવી દેવામાં આવી રહી છે. ત્યારે તાજેતરમાં મોરના કરોડો રૂપિયાના પીંછાનો ગેરકાયદેસર જથ્થો ઝડપાયો છે. મોરએ આપણું રાષ્ટ્રીય પક્ષી છે અને તેને ધ વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન એક્ટ હેઠળની સૂચિ-1 અંતર્ગત સંરક્ષણ પ્રદાન કરવામાં આવ્યું છે. આથી મોર વિરુદ્ધની કોઈ પણ ગતિવિધિ ગેરકાયદે છે.

હોંગકોંગ મોકલવામાં આવી રહેલા 8 કીલો મોરપીંછનો ગેરકાયદે જથ્થો દિલ્હીની ફોરેન પોસ્ટ ઓફીસમાંથી જપ્ત

ગઈકાલે દિલ્હીમાં આશરે 8 કિલો મોરના પીંછાનો જથ્થો કબ્જે કરાયો છે. અહેવાલ મુજબ આ જથ્થો હોંગકોંગ મોકલવામાં આવતો હતો. પરંતુ આ 8 કિલો મોરના પીંછા હોંગકોંગ માટે રવાના થાય એ પહેલા જ દિલ્હી સ્થિત ફોરેન પોસ્ટ ઓફિસ પર સમગ્ર મુદામાલ કબજે કરવામાં આવ્યા છે. દિલ્હી કસ્ટમ્સ ઝોને બુધવારે આ માહિતી આપી હતી.

દિલ્હી કસ્ટમ્સ ઝોને ટ્વિટ કર્યુ કે એર કાર્ગો કમિશનરેટ (નિકાસ)એ વિદેશી પોસ્ટ ઓફિસમાં હોંગકોંગ તરફ જતા 10 રજિસ્ટર ન કરેલા પાર્સલ કબજે કર્યા છે જેમાં લગભગ આઠ કિલોગ્રામ વજન ધરાવતાં મોરના પીછા હતા. તાજેતરમાં જ, કસ્ટમ વિભાગે ચીનમાં પ્લાસ્ટિક પાઇપના રૂપમાં દાણચોરી કરવામાં આવતા મોરના પીછાના 21 લાખથી વધુ ટુકડાઓ કબજે કર્યા હતા. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)આ મામલે તપાસ કરી રહી છે. જણાવી દઈએ કે મોરના પીછાઓનો ઉપયોગ ઔષધીય હેતુઓ માટે થાય છે.