- મન હોય તો માળવે જવાઈ કહેવતને નાનકડા ગામના યુવાનો કરશે સાર્થક
- યુવાનો દ્વારા સોમનાથથી અયોધ્યા સુધી 1800 કિમીની સાયકલ યાત્રાનો પ્રારંભ
- સાયકલ યાત્રા દ્વારા ગૌસેવા અને સકારાત્મક શક્તિના સદુપયોગનો આપશે સંદેશ
- યુવાનો બે મહિના કરતા પણ વધુ સમયની સાયકલ યાત્રા કરી અયોધ્યા પહોંચશે
કહેવત છે ને મન હોય તો માળવે જવાઈ ત્યારે ગીર સોમનાથ જિલ્લાના નાનકડા ગામડાના બે યુવાનો આ કહેવતને સાર્થક કરશે. યુવાનો દ્વારા સોમનાથથી અયોધ્યા સુધી 1800 કિલોમીટરની સાયકલ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. . ખેરાડી ગામના યાજ્ઞીક વ્યાસ અને આંબળાશ ગામના પ્રતીક જોષીએ સોમનાથ મહાદેવના દર્શન કરી યાત્રાની શરૂઆત કરી હતી. બે મહિના કરતા પણ વધુ સમયની સાયકલ યાત્રા કરી તેઓ અયોધ્યા પહોંચશે. આ યાત્રા દ્વારા તેઓ ગૌસેવાનો અને સકારાત્મક શક્તિનો સદુપયોગ કરવાનો સંદેશ આપશે.
અનુસાર માહિતી મુજબ, ગીર સોમનાથ જિલ્લાના નાના ગામડાના બે યુવાનો એ સોમનાથથી અયોધ્યા સુધી 1800 કિલોમીટરની સાયકલ યાત્રાનો આજે પ્રારંભ કર્યો હતો. ગૌમાતા અને ગૌસેવા હેતુ માટે કઠિન સાઈકલ યાત્રા દ્વારા યુવાનોને સકારાત્મક શક્તિનો સદુપયોગ કરવાનો સંદેશ આપ્યો. બે માસથી વધુ સમય બાદ તેઓ 1800 કી.મી સાયકલ યાત્રા કરી અયોધ્યા પહોંચશે.
ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના આંબળાશ ગામના પ્રતિક જોશી તેમજ વેરાવળ નજીકના ખેરાડી ગામના યાગ્નિક વ્યાસ બંને યુવાનો આજે સવારે સોમનાથ દાદાના દર્શન કરી અને 1800 કિલોમીટર સાયકલ યાત્રા કરી બે માસ બાદ અયોધ્યા પહોંચશે. આ ઉપરાંત યુવાનોના આદર્શ મનાતા નીતીન જાની ઊર્ફે (ખજૂર ભાઈ) પાસેથી સેવાની પ્રેરણા લઈ અને ગૌમાતાની સેવા માટે બંને યુવાનો આજે સોમનાથથી અયોધ્યા યાત્રાનો પ્રારંભ કર્યો હતો.
ગીર સોમનાથના તાલાળાના આંબળાશ ગામ અને વેરાવળના ખેરાડી ગામના આ બંને વિપ્ર યુવાનો કર્મકાંડ અને ગોરપદાનું કામ કરે છે. ત્યારે બંને યુવાનોએ સાથે મળી સોમનાથથી અયોધ્યા સુધીની સાયકલ યાત્રાનો આજથી પ્રારંભ કર્યો છે. આ ઉપરાંત બે સાયકલો સાથે પંચર પડે તો તે રિપેર કરવાનું. થોડો નાસ્તો અને ગુજરાતમાં ટોલ બુથો અને હાઇવે હોટલો સહિતનો મેપ પહેલેથી જ નક્કી કર્યો છે. તેમજ રોજના 60 કિલોમીટર કાપી રાત્રિના રોકાણ અને દિવસભર સાયકલ ચલાવશે. બે માસ બાદ તેઓ સંભવિત અયોધ્યા ભગવાન રામલલાના દર્શન કરશે. તેવા સંકલ્પ સાથે આજે સૌ મિત્રો અને આગેવાનોના સહકારથી ભગવાન પર ભરોસો રાખી અને આજે સોમનાથથી અયોધ્યાની સાયકલ યાત્રાનો પ્રારંભ કર્યો હતો.
અહેવાલ : અતુલ કોટેચા