Abtak Media Google News

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા અનેક માનવતાવાદી કાર્યો થઈ રહ્યા છે. જેમાં ગત મે માસમાં 53 મુંગા જીવોને સફળ રેસ્કયુ કરીને બચાવીને માનવતાનું કાર્ય કરવાની સાથે લોકોને પણ દયા, કરૂણાની પ્રેરણા આપી છે.

મે માસમાં 53 પ્રાણીઓનું રેસ્કયુ

સરીસૃપ પ્રાણીઓને બચાવીને માનવતાવાદી કાર્ય કરાયું

 

એ.આર.ભટ્ટની આગેવાની હેઠળ કુલ 32 કોબ્રા સાપ, બે કાળોતરા સાપ, એક અજગર નવ ધામણ સાપ, બે વરૂદંતી, બે તામ્રપીઠ સાપ, એક ડેંડુ એક બંબોઈ, એક મગર, એક મોર તથા એક સીવેટ કેટનો સમાવેશ થાય છે.

આ તમામ પ્રાણીઓને ભાણવડ તથા આસપાસનાં વિસ્તારોમાં લોકોના જાણ કરવાથી એનિમલ લવર્સ ગ્રુપના સદસ્યોએ પોતાના વાહનમાં જે તે સ્થળે ગામે પહોચીને પ્રાણીઓના સફળ રેસ્કયુ કરવા કાર્યવાહી કરી હતી તથા જયાં જરૂર પડે ત્યાં જામનગર કે કોઈ અન્ય સ્થળે વધુ સારવાર માટે વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.