આ નિશાનીઓને નજર અંદાજ કરશો તો હૃદય હુમલો ઘાતક બની જશે..!!

ક્યારેક ક્યારેક નાની નાની બીમારીઓ ખરાબ સ્વાસ્થ્ય માટેનું મોટું કારણ બની જતી હોય છે…. ત્યારે આજના ભાગદોડભર્યા જીવનમાં હૃદયરોગનો હુમલો વિશ્વભરમાં એક મુખ્ય આરોગ્ય ચિંતા બની ગયો છે. મૃત્યુના મુખ્ય કારણોમાંનું એક બની ગયું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના અહેવાલ અનુસાર વર્ષ 2019માં અંદાજિત 17.9 મિલિયન લોકો હૃદય રોગથી મોતને ભેટ્યા હતા.

નબળી જીવનશૈલી, બિનઆરોગ્યપ્રદ આહાર અને અનિયમિત વ્યાયામ સહિતના ઘણા પરિબળોને કારણે આજે સૌથી વધુ હાર્ટ એટેકના ભોગ યુવાઓ બની રહ્યા છે..!!

જે તમામ વૈશ્વિક મૃત્યુમાં 32% છે. એમાં પણ અત્યારના સમયમાં યુવાઓ હૃદય રોગના સૌથી વધુ દર્દીઓ બની રહ્યા છે. જે પાછળ મુખ્યત્વે નબળી જીવનશૈલી, બિનઆરોગ્યપ્રદ આહાર અને  અનિયમિત વ્યાયામ સહિતના ઘણા પરિબળો જવાબદાર છે. ત્યારે ચાલો આજે જાણીએ એવા નાના નાના સંકેતો કે જે નજરઅંદાજ કરશો તો હૃદય હુમલો ઘાતક બની જશે..!!

1. છાતીમાં દુ:ખાવો: હાર્ટ એટેક પીડાનું કારણ બની શકે છે. જેમાં છાતીમાં દુ:ખાવો થવો એક સૌથી સામાન્ય ચિહ્ન અને લક્ષણોમાંનું એક છે. અમેરિકન હાર્ટ એસોસિએશન (અઇંઅ) મુજબ, છાતીની મધ્યમાં દબાણ, સ્ક્વિઝિંગ, અથવા દુખાવો અનુભવી શકાય છે. પીડા અને દબાણ થોડી મિનિટો કરતાં વધુ સમય સુધી રહી શકે છે. જપ આવું થાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.

2. પીઠદર્દ: જ્યારે છાતીમાં દુખાવાની સાથે પીઠનો દુ:ખાવો પણ થાય છે જે   ચિહ્નોને અવગણવા જોઈએ નહીં. જે ખાસ કરીને સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. અમેરિકન હાર્ટ એસોસિએશનનો દાવો છે કે હાર્ટ એટેક પહેલા અને તે દરમિયાન પીઠના દુખાવાની ફરિયાદ પુરૂષો કરતાં સ્ત્રીઓ વધુ કરે છે.

3. જડબાના ભાગે પીડા: તમારા જડબામાં ફેલાતી પીડાનો અર્થ માત્ર સ્નાયુઓની વિકૃતિ અથવા દાંતના દુ:ખાવા સિવાય પણ હાર્ટ અટેક હોઈ શકે છે. ખાસ કરીને સ્ત્રીઓમાં, ચહેરાની ડાબી બાજુએ જડબામાં દુખાવો એ હાર્ટ એટેકની સામાન્ય નિશાની છે. શ્વાસ લેવામાં તકલીફ, પરસેવો અને ઉબકા સાથે જડબામાં દુખાવો અનુભવો છો, તબીબી સહાય માટે કોલ કરવાની રાહ જોશો નહીં.

4. ગરદનના ભાગે દુ:ખાવો: હૃદયરોગનો હુમલો લોહીના ગંઠાઈ જવાને કારણે થાય છે જે હૃદયના સ્નાયુમાં લોહીના પ્રવાહને અવરોધે છે. છાતીનો દુખાવો સમય જતાં તમારી ગરદન સુધી ફેલાઈ શકે છે. સખત ગરદનમાં  થાક લાગવો, સ્નાયુ તણાવ માત્ર સામાન્ય રોગ  જ નહીં હાર્ટ એટેકને કારણે પણ થઈ શકે છે.

5. ડાબા હાથમાં દુ:ખાવો: હૃદયના સ્નાયુમાં લોહીના પ્રવાહમાં અવરોધને કારણે હૃદયરોગનો હુમલો આવે છે તે ધ્યાનમાં લેતા, તે તમારા ડાબા હાથમાં પીડા પેદા કરી શકે છે.  ડાબા હાથમાં અચાનક, અસામાન્ય દુખાવો એ હાર્ટ એટેકની શરૂઆતની નિશાની હોઈ શકે છે. જેને નજરઅંદાજ કરવી જોખમી નીવડી શકે છે.