- અમદાવાદમાં બનેલી ઘટનાને લઇ રાજકોટમાં આગામી મહિનામાં રજીસ્ટ્રેશનની શરૂઆત કરાશે
મનુષ્ય અને પશુ-પક્ષીઓનો પ્રાચીન સમયથી સબંધ છે.ઘણા પહેલાના સમયથી મનુષ્ય શ્વાન , બિલાડી , ગાય , માછલી જેવા અનેક જીવો ને પાળતો આવે છે . મનુષ્ય અને આ જીવો ના સબંધ ની ઘણી બધી વાર્તા પણ લખાયેલી છે.અરે એક મનુષ્ય અને શ્વાન ને તો ખાસ મિત્રો કહેવાય છે . અંગ્રેજી માં કહેવત પણ છે કે ” અ ડોગ ઇસ અ મેનસ બેસ્ટ ફ્રેન્ડ “. એક શ્વાન ને વફાદાર અને પોતાના માલિક ની રક્ષા કરનાર પશુ માનવામાં છે . અને ઘણી વાર આ વસ્તુ સાબિત પણ થયેલ છે પરંતુ જેમ હર એક સિક્કા ની બે બાજુ હોય છે એમ આ વાત ની પણ બીજી બાજુ હજી જોવાની બાકી છે .
હા , એમાં કોઈ શક નથી કે એક શ્વાન માણસ નો સૌથી સારો મિત્ર હોઈ છે પરંતુ એજ શ્વાન અમુક વાર મનુષ્યની જીવ-હાનિ નું કારણ પણ બની જાય છે . બે દિવસ પેલા જ આવો એક બનાવ અમદાવાદ ની એક સોસાયટી માંથી સામે આવ્યો હતો .જ્યાં એક રોટ વિલર એક ચાર મહિના ની બાળકીની મૃત્યુ નું કારણ બન્યું . આ બનાવ માં રોટ વિલરની લીશ હાથમાંથી છૂટી જતા એને ઋષિકા નામની નાની બાળકી ઉપર હુમલો કર્યો હતો .બાળકી ની થોડાક જ સમય માં મૃત્યુ થવાના સમાચાર સામે આવતા આ મુદ્દાએ આખા રાજ્ય ને પશુ પાલન ઉપર ચર્ચા કરવા મજબૂર કરી દીધું .
રોટ વિલર એક એવી જાત નું શ્વાન છે જેની અંદર વારસાગત રીતે જુસ્સો અને આક્રમક ગુણો હોય છે .આ શ્વાન બેકાબુ થવાનો પહેલો મામલો નથી .આની પહેલા એવા ઘણા બનાવ આખી દુનિયાભર માં બનેલા છે જે શ્વાનો ના પાળવા અને રાખવા ઉપર પ્રશ્નો ઉભા કરે છે .
રાજકોટ જેવા શહેર ની જયારે વાત આવે તો એવા મોટા બનાવ તો સામે નથી આવતા પરંતુ ક્યાંક ને ક્યાંક શ્વાન ના ત્રાસની કથાઓ સાંભળવા મળે છે .આ વચ્ચે ખુબ જરૂરી બને છે કે આ મુદ્દા વિષે ચર્ચા કરવામાં આવે અને આવો બનાવ રાજકોટ માં ન બને તેની સંપૂર્ણ રીતે કાળજી રાખવામાં આવે . અબતક ચેનલે એક પગલું એજ દિશામાં લીધું કે આવા બનાવ ફરી ન બને તેની માટે શું પ્રયાસો થઇ શકે અને રાજકોટ મહાનગરપાલિકા આમાં શું ભૂમિકા ભજવશે .
શ્વાનના દ્વારા જીવ હાનિના અવાર-નવાર કિસ્સા આપણી સામે આવતા હોઈ છે . જોકે અમુક બાબતો નું ધ્યાન રાખી આપણે પોતાને અને આપણા આસ-પાસ ના લોકો ને સુરક્ષિત રાખી શકીયે છીએ . કઈ બ્રીડ રાખવી? ક્યાં રાખવી ? કેવી રીતે રાખવી? એનું વેક્સિનેશન અને રેજીસ્ટ્રેશન એવા કેવળ અમુક મુદ્દાને ધ્યાન માં રાખીને આપણે પોતાને અને એ શ્વાન ને સારું જીવન જીવવાની તક આપી શકીયે છીએ.
હાલમાં રોટ વિલર અને સેન્ટ બેર્નાર્ડ જેવા શ્ર્વાનનો ક્રેઝ વધ્યો: પેટ શોપ એસો.ના ઉપપ્રમુખ
આ અંગે પેટ શોપ એસોસિએશનના ઉપપ્રમુખ રણજીત ડોડીયા સાથે વાતચીત માં જાણવા મળ્યું કે પહેલા રાજકોટ માં પોમેરિઅન, જરમન સેફર્ડ, ડોબરમેન જેવા શ્વાનોની સંખ્યા વધુ હતી પરંતુ આજના સમયમાં રોટ વિલર અને સેન્ટ બેર્નાર્ડ નો ક્રેઝ વધે છે. વારસાગત રીતે અમુક શ્વાનોના જે આક્રમક ગુણો છે એને કાબુમાં રાખી શકાય પણ એની માટે માલિકે કાળજી રાખવી પડે .
અમદાવાદ જેવો બનાવ રાજકોટમાં ન બને તેની સંપૂર્ણ કાળજી રખાશે: ઉપેન્દ્ર પટેલ
પશુ પક્ષીઓના મુદ્દાઓ માં કોર્પોરેશનનું પાત્ર ખુબ મહત્વનું હોઈ છે . શહેરના પશુઓની સંભાળ નગરપાલિકાની જવાબદારી બને છે . રાજકોટ શહેર માટે નગરપાલિકાના શું પગલાં છે એની માહિતી પ્રાપ્ત કરવા અબતક ચેનલે કોર્પોરેશનના અધિકારી ઉપેન્દ્ર પટેલ સાથે વાત કરી. ઉપેન્દ્ર પટેલે એવું જણાવ્યું કે રાજકોટ મહાનગરપાલિકા ઝડપી પગલાં ભરી રહી છે અને અમદાવાદ જેવો બનાવ રાજકોટમાં ન બને તેની સંપૂર્ણ કાળજી રાખવાના પ્રયત્ન કરી રહી છે. આ મુદ્દા બદલ રાજકોટમાં શ્વાનના રેજીસ્ટ્રેશન ની પ્રક્રિયા પણ આગામી મહિનામાં શરુ થઇ જશે એવી ખાતરી આપી છે. આ રેજીસ્ટ્રેશન ઓનલાઇન અને ઑફ્લાઇન બંને રીતે ચાલુ કરાશે. રેજીસ્ટ્રેશનની ફીસના નિયમ હાલ પૂરતા અમદાવાદની કોર્પોરેશન જેવા જ રહેશે જેની પૂર્ણ જાણકારી આગામી સમયમાં આપવામાં આવશે.
ઘરમાં રખાતા શ્વાનની સંપૂર્ણ જવાબદારી માલિકની રહે છે: ડો.ગડારા
અબતક ચેનલે એક પશુ ચિકિત્સક ડો.ગડારા સાથે વાત કરતા માહિતી મેળવી કે કેવા શ્વાન ને રાખવા જોઈ અને કઈ રીતે રાખવા જોઈએ. રાજકોટ માં 20 હજાર થી વધુ પશુ પાલક છે પરંતુ આ પશુઓ માટે કોઈ રજીસ્ટ્રેશન કે નોંધણીના કોઈ નિયમ હજી લાગુ થયા નથી . આ વચ્ચે જે મનુષ્ય શ્વાનને પોતાના ઘરે રાખે છે એની જવાબદારી બને કે તે પોતાના પાળેલા પશુનું સંપૂર્ણ રીતે ધ્યાન રાખે. શ્વાન ને બહાર નીકળતા સારી લીશમાં બાંધીને અને સાચવીને જ રાખે . કોઈ પણ બીજું મનુષ્ય એને ઉકસાવે કે એ કોઈને હાનિ ન પહોંચાડે આ બાબતોનું મલિકે ધ્યાન રાખવાનું રહે છે. આ ઉપરાંત શ્વાન નું વેક્સિનેશન પણ ખુબ જરૂરી બને છે . જો કોઈને પોતાના ઘરે શ્વાન લેવાની ઈચ્છા હોઈ તો તે ઘરની જગ્યા જોઈને લે તેનું ધ્યાન રાખવું જોઈ. મોટા શ્વાનને મોટી જગ્યાની જરૂર રહે છે. નાના ઘરમાં નાના શ્વાન જેમ કે પગ કે પોમેરિયન જ રાખવા જોઈએ .