એલોવેરા જ્યુસના આ ફાયદા જાણશો તો તમે પણ આજથી પીવા લાગશો

0
216

એલોવેરા એટલે સીમવગડામાં ઉગતુ ‘કુંવારપાઠુ’

વાળ કે ચહેરાની સુંદરતા નિખારવા ઉપરાંત પાચન સંબંધી
સમસ્યાઓ દુર કરવા એલોવેરા જયુસ અતિ ગુણકારી

હાલ કોરોના મહામારીએ માઝા મૂકી છે ત્યારે સૌ કોઈ લોકો રોગપ્રતિકારક શકિત વધારવા ઘર ગથ્થુ ઉપચાર કરી રહ્યા છે. બને તેટલા ઘરેલું ઉપાયો અજમાવી દવા-સારવાર વગર કોરોનાને ભગાડવા મથામણ કરી રહ્યા છે. જો તમારે આ સમયગાળામાં સ્ટ્રેસ ઘટાડી અને ઈમ્યુનીટી પાવર વધારવો હોય તો એક હાથવગી ઔષધી જે દરેકના ઘરમાં આસાનીથી મળી શકે તેવી છે.

દરેકના ઘરમાં આસાનીથી મળતી આ ઔષધિ કે છોડ એટલે કુંવારપાઠુ જેને એલોવેરા પણ કહેવાય છે એલોવેરા ચહેરાની સમસ્યા દૂર કરવા, વાળને મજબૂત અને સિલ્કી બનાવવા તો ઉપયોગ છે જ, જે સૌ કોઈ જાણે છે. પરંતુ એલોવેરા માનસિક તણાવ ઘટાડી ઈમ્યુનીટી પાવર પણ વધારે છે તે બહુ ઓછા લોકો જાણતા હશે.

એલોવેરામાં વીટામીન, મીનરલ્સને એન્ટી ઓકિસડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. આના ઉપયોગથી પેટ અને પાચન સંબંધી પણ અનેક સમસ્યાઓ દૂર થાય છે. ખાસ કરીને મહિલાઓ સુંદરતા નિખારવા એલોવેરાનો ઉપયોગ કરતીહોય છે. પરંતુ એલોવેરાનો માત્ર ઉપયોગ નહિ તેનું જયુસ પીવુ પણ ખૂબ ગુણકારી છે.

એલોવેરા જયુસ પીવાથી જે વ્યકિત સ્ટ્રેસમાં રહે છે કે માનસિક તણાવ અનુભવે છે. તેને માટે ખૂબ ફાયદાકારક છે. આ ઉપરાંત હાલ કોરોના મહામારીથી બચવા લોકો રોગપ્રતિકારક શકિત વધારતી દવાઓ લેવા માંડયા છે. પરંતુ જો એલોવેરાનું જયુસ પીવામાં આવે તો તેનાથી ઈમ્યુનીટી પાવર વધે છે. એલોવેરા જયુસ બનાવવું પણ ખૂબ સરળ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here