તમારા રોજિંદા ઘર કામમાં  અપનાવો આ નુસખા અને ઘરની રાખો  સસ્વચ્છતા. 

  • તમારા ઘરમાં નીચેનું તળીયું જો માર્બલનું હોય તો તેની પરના ડાઘાને દૂર કરવા તે જગ્યા પર ટુથપેસ્ટ ઘસો અને તેને સુકાવા દો ત્યારબાદ તેને ધોઈ લો.
  • સ્ટીલના વાસણ પર ફિંગરપ્રિન્ટ્સ દૂર કરવા માટે બેબી ઓઇલનો ઉપયોગ કરો. પછી જોવો ચમકશે આપના વાસણો.
  • આપના કિચનના ખાનાને કરો સાબુ અને પાણીથી ઝડપી સાફ અને ચકચકાટ.
  • લીંબુના ઉપયોગથી કરો આપના ચોપિંગ બોર્ડ્સને એકદમ સાફ.
  • સોફામાં પડતા ડાઘને શેવિંગ ક્રીમથી સાફ કરો અને ચોખ્ખા કરો.
  • તાંબના વાસણોને કેચપથી ચમકવો.
  • કાતરને એલ્યુમિનિયમ ફોઈલ વળે ધારદાર બનાવી શકો છો.
  • ઘરનાં ફર્નિચરને ઓલિવ ઓઇલ વળે ચમકવો.
  • ઘરમાં પોતુ કરતી વખતે ફિનાઇલના બે ટીંપા નાંખી દો તેનાથી ઘરમાં માખી-મચ્છર નહિં આવે.
  • તમારું ઘર ખુબ જ સુંદર હોય પરંતુ દરેક ખુણામાં જો કરોળીયાના ઝાળા દેખાતા હોય તો, ગમે તેવું ઘર સારું હશે તો પણ   ખરાબ લાગશે. એક લાંબી સાવરણી કે વેક્યુમ ક્લીનર લઈને તેનો સફાયો કરી દો.
  • જેવી રીતે તમે અન્ય વસ્તુઓ પર લાગેલી ધૂળ સાફ કરો છો તેવી જ રીતે તમારે બલ્બ અને ટ્યુબલાઈટને પણ ભીના કપડા વડે સાફ કરવા જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.