Abtak Media Google News

અબતક, રાજકોટ

મનુષ્યના શરીરના બધા અંગ અમૂલ્ય છે.તેમાં આંખ એ અતિ સંવેદનશીલ અંગ છે. એટલે જ કહેવાય છે જેવી દ્રષ્ટિ એવી  સૃષ્ટિ. આંખ માં વધુ તકલીફ માત્ર નંબર આવવાની નથી પરંતુ અન્ય ઘણા પરિબળો આંખ ની તકલીફ અને ખમિયો ઉભી કરે છે.શરીર માં વિટામિન ની ઉણપ આંખ માં રતાંધણાપણું સર્જે છે .વિટામિન અ ની ખામી થી રતાંધણાપણું આંખ માં આવે છે.ત્યારે વિટામિન ના વિવિધ સ્ત્રોત જે આહારમાં લઈ શક્ય તેનો ભરપૂર ઉપયોગ કરવો જરૂરી છે. તેમજ વિટામિન અ ઈ ઊ નકામા પદાર્થો ને દૂર કરે છે. તેવીજ રીતે શરીર ના અમુક એવા અંગ છે જેનો સીધો સંબન્ધ આંખ સાથે છે.

આંખના તજજ્ઞો અને નિષ્ણાંતો: રેગ્યુલર ચેકઅપ અને સમયસર

નિદાન આંખની વિવિધ તકલીફો અને અંધાપાને અટકાવી શકે છે 

નાક, કાન-ગળું , મગજ, જેનો સીધો સંબન્ધ આંખ સાથે છે. ઘણી વખત શરીર ના આ અંગો માં કોઈ બીમારી કે તકલીફ ઊભી થાય તો એની અસર આંખ પર થતી હોય છે.તેમજ આંખમાં મોટી બીમારી પણ સર્જી શકે છે.ત્યારે હમેશાં આ અંગો ના નિષ્ણાત તબીબો ને ખ્યાલ આવી જતો હોય છે. આ અંગો ના લીધે આંખ ને કઈ નુકસાની થઈ શકે છે.આંખ સાથે ના સંલગ્ન તજજ્ઞો અને નિષ્ણાતો નું કહેવું છે કે કોઈ પણ ઉંમર ના વ્યક્તિ એ આંખોનું રેગ્યુલર ચેકઅપ કરાવું અને આંખ કે તેની આસપાસ ના અંગ માં જેવી તકલીફ વર્તાય તો સમયસર નિદાન કરાવું અત્યન્ત જરૂરી છે. આ કરવા થી મનુષ્ય પોતાની અમૂલ્ય આંખ ને થતી નુકસાની તેમજ અંધાપો આવતા અટકાવી શકે છે.

અત્યાધુનિક ટેક્નોલોજી અને મશીનરીએ ઓફથર્મોલોજી

ક્ષેત્રેને વેગવંતુ કર્યું: ડો.અનુરથ સાવલિયા (ઑફથર્મોલોજીસ્ટ)

આંખ ને અંધાપા સુધી પહોચાડવામાં મોતીયો-ઝામર વા ઉંમરના લીધે પડદાનો ઘસારો તેમજ આંખમાં કોઈ પણ જાતની ઈજા થવાથી પોહચડી શકે છે. રેગ્યુલર ચેક-અપ કરાવવા માટેની દરેક ના વ્યક્તિ તેમજ ડાયાબિટીસવાળા વ્યક્તિઓને પહેલી સલાહ આપવામાં આવતી હોય છે. ડાયાબિટીસની અસર આંખ પર થતી હોય તેની પડદાની તપાસ દ્વારા અમને વધારે ખ્યાલ આવી જતો હોય છે. ઈમરજન્સી જો આપને કોઈ પણ ઈજા પહોંચે તો તાત્કાલિક આંખના ડોક્ટર નો સંપર્ક કરવો ખૂબ જરૂરી છે. આંખનું દબાણ અચાનક જ વધી જાય તો તેને જ મરવાનો ઘટક ગણો અને તાત્કાલિક ડોક્ટરની મુલાકાત લેવી જરૂરી છે. આંખ નો પડદો ખસી જતા તાત્કાલિક આંખના ડોક્ટરની મુલાકાત લેવી અત્યન્ત જરૂરી.

આ બધી સમસ્યામાં તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવામાં આવે તો 90 ટકા આંખને બચાવી શકાય છે. ઓક્યુલર ઇન્ફેક્શન કે ફંગલ ઇન્ફેક્શન થી ડરવાની જરૂર નથી પરંતુ સમયસર તેમની તપાસ કરાવવી જરૂરી છે. ઑફથર્મોલોજી અત્યાધુનિક ટેકનોલોજી ના મશીન મળતા આંખ ના નિદાન ક્ષેત્રે ઝડપી વેગ પકડ્યો છે.આંખ ને થતી કોઈ પણ તકલીફ માં સચોટ નિદાન આપી આશીર્વાદ સ્વરૂપ બન્યા છે. આવી ટેકનોલોજી ના મશીન વડે કેટરેક્ટ સર્જરી વાળા દર્દી ને ઓપરેશન બાદ કલાકમાં ઘરે મોકલી દેવામાં આવતા હોય છે.આ સાથે એકક્ષામી લેઝર સિસ્ટમ વડે સરળતા થી આંખ ના નંબર ઉતારવામાં આવે છે. લોકોએ સ્ક્રિન નો ઉપયોગ સમજદારી પૂરો કરો અત્યંત જરૂરી છે.

 

નાકની એલર્જી આંખને હેરાન કરે છે: ડો. વિમલ હેમાણી (ઇ.એન. ટી સ્પેશિયાલિસ્ટ)

ઘણી વખત એલર્જી થી આંખ ને તકલીફ થતી હોય છે.જેમકે નાક ની એલર્જી આંખ ને પણ હેરાન કરતી હોય છે.આંખ માંથી ઘણી વખત આંસુ આવતા હોય છે સામાન્ય રીતે રડતી વખતે આંસુ ની સાથે નાક માં પણ પાણી આવતું હોય છે. પરંતુ એ આંખ માંથી આવતું આંસુ નાક તરફ જતું હોય છે જે નાસુર ની તકલીફ તરીકે ઓળખાય છે.આ તકલ્ફી ને કાન-નાક,ગળા ના ડોકટર સારવાર આપતા હોય છે. થોડાક સમય પહેલા મ્યુકરમાઇકોસીસ ના કારણે નાક માં થતા ફન્ગલ ઇન્ફેકશન થી આંખ ને પણ ઘણી તકલીફો પડતી હોય છે. ત્યારે નાક નું ઇન્ફેકશન થાય ત્યારે આંખ ની પ્રત્ય જરા પણ લાપરવાહી કર્યા વગર ચેકપ કરવું જરૂરી છે. આજ રીતે બેકટેરિયા મારફત કોઈ સિવિયર સાઈન્સ જેવી તકલીફ થાય તો પણ આંખ ને અસર થઈ શકે છે.

ઘણી વખત માથા નો દુખાવો , શરદી, સાઈન્સ આંખને થતા ના ગંભીર રોગ તરફ લઈ જાય છે.નાક અને સાઈન્સ ના કેન્સર પણ આંખ ને તકલીફ પોહચડી શકે છે.કોઈ પણ જાત ની નાક ની તકલફી આંખ ના રોગ તરફ જઇ શકે છે.આ બધી તકલીફો માં જો યોગ્ય ધ્યાન ન આપીએ તો આંખ ગુમવાનો વારો પણ આવી શકે છે.બેકટેરિયા થકી સાઈન્સ માં રસી તેમજ આઇઝોલેટેડ સ્ટીનોયડ મગજ ના તળિયામાં સાઈન્સ થતી હોય છે એમાં પણ જો રસી થાય તો આંખ માં આંધપો આવી શકે છે.કોઈ પણ જાત ના રોગ ને અવગણવો નહિ નજીક ના ડોકટર નો સમ્પર્ક કરવો તત્કાલિ બધા રિપોર્ટ્સ કરવવા અને સમયસર નિદાન અથવા સારવાર લેવું ખૂબ અગત્ય નું છે.

 

મગજની તકલીફ આંખ સુધી પહોંચે તેની તપાસ ન્યુરો

ઓફથર્મોલોજીમાં થાય છે: ડો.સચિન ભીમાણી

 

આંખ માં થતી તકલીફ મગજ ની તકલીફને લીધે થઈ હોય તેને તપાસવા માટે ન્યુરો ઓફથર્મોલોજી નો ઉપયોગ થતો હોય છે. આંખે મગજ ની બારી છે. મગજની મા તકલીફના લીધે આંખ માં સ્ટ્રોક આવે છે. જેના કારણે આંખમાં અંધાપો આવ્યો છે. ઘણી વખત નાકને આંખના વાતો થતી ફૂગ મગજ સુધી પહોંચે છે જેના કારણે આંખને પણ નુકશાની થાય છે.ચેપ લાગવા થી મગજ અને આંખ ને તકલીફ થઈ શકે છે. મગજમાં આંખના ચેતાતંતુઓ જતા હોય તેના પર થતી ગાંઠ પણ આંખને નુકસાન પહોંચાડે છે. પિચ્યુટરીગ્રંથિ પર ગાંઠ  આંખને નુકસાન પહોંચાડે છે. બે વખત મગજમાં પાણી ભરાવાથી આંખના પડદાને પણ નુકસાન થતું હોય છે. મગજમાં જે પ્રકારનો રોગ હોય તે પ્રકારની સારવાર તાત્કાલીક મેળવવી જરૂરી છે. સમયસર નિદાન અંધાપો આવતા રોકી શકે છે.

 

મગજની બીમારીનું દબાણ સીધુ આંખની નસ પર અસર કરે છે: ડો. નિધિકુમાર પટેલ (ન્યુરો સર્જન)

મગજની અંદર કોઈપણ બિમારી થકી દબાણ થતું હોય તો તેની સીધી અસર આંખની નસ પર થતી હોય. ધીમે ધીમે ધીમે આંખની નસ સુકાતી જાય છે અને આંખના કે મગજ ના ડોક્ટર ને બતાવવા જરૂરી જેથી ખ્યાલ આવી શકે કે મગજમાં થતી તકલીફ ને લીધે આંસૂ પર તેની ભયજનક અસર જોવા મળી રહી છે. પિટ્યુટરી ગ્રંથિ પર જો ગાંઠ હોય તેની સીધી અસર આંખની નસ પર થતી હોય છે. જેના કારણે વ્યક્તિને આંખ ની સાઇડ તરફ હિલચાલ કે વસ્તુ દેખાય શકતી નથી માત્ર સામેની જ વસ્તુ કે કાર્ય થતું જોઈ શકે છે. સીટી સ્કેન કે મારે દ્વારા આ તકલીફનું નિદાન કરી શકાય છે. જ્યારે પણ મગજની તકલીફ અથવા આંખની નસ પર તકલીફ જોવા મળે તો સમયસર તેનું નિદાન કરવાથી આંખ અને મગજ ને થતી નુકસાની અટકાવી શક્યા છે.

 

સ્ક્રિનિંગનો કલાકો સુધી ઉપયોગ આંખમાં એકોમોડેશન પાઝમ માટે જવાબદાર:

ડો. મનોજ ભટ્ટ (આંખના સર્જન)

લોકોડાઉન બાદ બાળકો સ્ક્રિનિગ નો ઉપયોગ વધારે કરી રહ્યા છે. જેના કારણે બાળકો ની આંખ માં નંબર આવા આંખ સુકાય જવાનની સમસ્યા જોવા મળે છે.સતત 8 થી 10 કલાક નજીક થી સ્ક્રિનિગ નો ઉપયોગ કરવવા તજી આંખ માં એકોમોડેસન પાઝમ થાય છે. જન્મજાત બાળક ની સામે થઈ શકે છે. ત્યારે નવજાત શિશુનું એક વખત પ્રાર્થના ડોક્ટર પાસે ચેકઅપ કરાવવું અત્યંત જરૂરી છે. આવા બાળકોને જો સમયસર નિદાન મળી રહેતો તેઓ પણ એક સામાન્ય જીવન જીવી શકે છે. મોતિયો અને નંબર ઉતારવાની અત્યાધુનિક ટેકનોલોજી ઓફથર્મોલોજી માં આશીર્વાદ સ્વરૂપ બની છે.

 

જન્મજાત બાળકને એક વખત આંખના ડોકટર પાસે ચેક અપ કરાવું:

ડો.અદિતિ સાપોવડીયા (ઑફથર્મોલોજીસ્ટ)

ટેકનોલોજી ના ફાયદા અને ગેરફાયદા પણ છે.વાલીઓ આજે બાળકોના હાથમાં મોબાઈલ અને લેપટોપ આપી દે છે જેનાથી તેમના નંબર વધવાના કિસ્સાઓ વધુ સામે આવી રહ્યો છે. જેમાં ઘણી વખત બાળકોની આંખ પણ ત્રાસી થઈ જતી હોય છે. સામાન્ય બાળકોમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રીતે આંખને થતી તકલીફો જોવા મળી શકે છે. જન્મજાત બાળકને વારસાગત રીતે આંખની તકલીફ થતી હોય છે તેમજ ડિલિવરી વખતે જો માતા બીમાર અથવા કોઈ જાત નું ઈન્ફેકશન થયું હોય તો પણ જન્મજાત બાળક ની આંખને તકલીફ થઈ શકે છે. બાળકને પણ મોતીયો આવી શકે છે. બાળક જન્મતા જ આંખના ડોકટર પાસે ચેક-અપ કરાવવું જરૂરી.90 ટકા છોકરાઓમાં નાકસુર ની તકલીફ જોવા મળે છે. છઘઙ ની સમસ્યા વાળા બાળકોનું

સ્ક્રિનિગ કરવું અત્યંત જરૂરી છે. આવી સમસ્યા વખતે  બાળકોની આંખો સુખી થઈ જતી હોય છે બાળકો બલિંન્કિંગ વધુ કરવા લાગે છે.આંખ લાલ થવી,નંબર આવા તેમજ નંબર માં વધારો થાય છે. ત્યારે સ્ક્રિન ઉપયોગ કરતી વખતે કેટલીક બાબતો નું ધ્યાન રાખવું જેમકે સ્ક્રિન 40 મીટર દૂર રાખવી, 20 મિનિટ બાદ બ્રેક લેવો, સ્ક્રીન સામે જોતી વખતે આંખ ને પટપટાવી આ ત્રણ બાબતો નું ધ્યાન રાખવામાં ન આવે તો બાળકોમાં આંખની તકલીફ વધી શકે છે. વર્ષ એક વખત બાળકને રેગ્યુલર ચેક-અપ કરાવવું. જરૂર વગર કોઈપણ સ્ક્રીનનો ઉપયોગ કરવો નહીં જે તમારી આંખ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

 

 

વિટામિન A,C,E શરીરમાંથી નકામા પદાર્થોને દૂર કરે

છે: રીમા રાવ (ડાયટિશિયન એન્ડ ન્યુટ્રિસીયન)

 

શિશુ અવસ્થા થી આંખ અને મગજ ના વિકાસ માટે ન્યુટ્રીશન ખુબજ મહત્વ નો ભાગ ભજવે છે. વિટામિન A દ્રષ્ટિ માટે અત્યંત જરૂરી છે જે પ્રાણીજન્ય આહાર માંથી વિપુલ પ્રમાણ માં મળે છે.દૂધ અને દૂધ થી બનતી તમામ વસ્તુઓ માંથી પણ વિટામિન અ મળે છે. તેમજ પ્રો વિટામિન અ કેરોટીન માંથી મળે છે જે વનસ્પતી આહાર માંથી મેળવી શકાય છે. વિટામિન અ ની ઊણપ થી રતાંધણાપણું ની ખામી આંખ માં જોવા મળે છે તેમજ કેટરેક્ટ, આંખ સુકાઈ જવી આવી તકલીફો ઉભી થતી હોય છે.ખાસ આંખ ના જળ માં પુષ્કળ પ્રમાણમાં વિટામિન ઈ હોવું જરૂરી છે. શેટ્રીક ફ્રુટ (ખાટા ફાળો) માંથી પ્રાપ્ત થાય છે. વિટામિન ઈ નો વિપુલ સ્ત્રોત આમળાંમાંથી મળે છે. શિશુ અવસ્થા થી લઈ વૃદ્ધ આવસ્થા માં વિટામિન

A,C,E  એન્ટી ઑક્સિડન્ટ તરીકે કામ કરે છે. શરીર માંથી નાકમાં પદાર્થોને કાઢી નાખવા માટે વિટામીન અ ઈ ઊ મહત્વનું કામ કરે છે.વિટામિન ઊ ની વધારે પડતી ઊણપ થી રતાંધણાપણું આવી શકે છે. તેમજ ઝિંકની ઉણપથી અંધાપો આવી શકે છે. રેટિના માટે ઓમેગા 3 ખૂબ જરૂરી. માછલી, અખરોટ તેમજ અળસીના બીજમાંથી ઓમેગા 3 વિપુલ માત્રામાં મળી શકે છે.

 

નવી ટેક્નિકથી સર્જરી કર્યા બાદ દર્દીને વિઝન ખૂબ સારું મળે છે: ડો. અવની સાપોવડીયા (કોર્નિયા ક્ધસલ્ટન્ટ)

લોકો અત્યારે સ્ક્રીન ઉપર કામ કરી રહ્યા છે. લોકડોઉન થી લોકો એ સ્ક્રીન પર વધારે કામ કરવાનું શુરૂ કર્યું છે. ત્યારે સ્ક્રીન ઉપર કામ કરતી વખતે ઘણી બધી બાબતો નું ધ્યાન રાખવું જરૂરી છે.સ્ક્રીન પર કામ કરતી વખતે યાદ કરી આંખ ને પટપટાવી જરૂરી છે. મોબાઈલ નો ઉપયોગ કરતી વખતે બ્રાઈટનેસ ને એક સરખી રાખવી વધારે કે ઓછી ના રાખવી સ્ક્રીન પર કામ કરતા સમય 20મિનિટ નો થતા 10 સેક્ધડ માટે દુરની વસ્તુ જોવી જરૂરી જેથી મસલ્સ ને પૂરતો આરામ મળી શકે. નાની ઉંમર માં આંખ માં કિકી નબળી પડવાના કેશ હાલ વધારે આવે છે.જેના બે કારણ જિનેટિક અને એલર્જી. એલર્જીને અટકાવ માટે બાળકને

તંદુરસ્ત આહાર આપવો જરૂરી.બાળક માં આંખ ની એલર્જી વર્તયા ત્યારે યોગ્ય સારવાર મેળવી અને ડોકટર ની સલાહ મુજબ તેને શરૂ રાખવી વચ્ચે બંધ ના કરવી. મ્યુકરમાઇક્રોસીસ બાદ ડાયાબિટીસ વાળી વ્યક્તિઓ એ ખૂબ કાળજી રાખવી આંખ કે નાક આસપાસ ફન્ગલ જેવું જણાય તો તુરંત ઊગઝ  ડોકટર અથવા આંખ ના ડોકટર નો સમ્પર્ક કરવો જરૂરી. ઇન્ડસ્ટ્રી માં કામ કરતી વ્યક્તિઓ એ ખાસ આંખ માટે ના ગોગલ્સ નો ઉપયોગ કરવો જરૂરી છે. નવી ટેક્નિકથી સર્જરી કર્યા બાદ દર્દીને ખૂબ સારું વિઝન મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.