Abtak Media Google News

વર્તમાન સમયે યુપીઆઈથી ચુકવણું કરવાનું ચલણ વધી રહ્યું છે. લોકો કરીયાણાની દુકાનથી લઈ નાનામાં નાના સ્થળોએ ડિજિટલ પેમેન્ટ કરવા લાગ્યા છે. કેન્દ્ર સરકારે પણ આ મામલે લોકોને પ્રોત્સાહન આપ્યા છે. જોકે, આ સુવિધાનો વ્યાપ વધવાની સાથે કેટલાક જોખમો પણ ઉભા થયા છે.

ઓનલાઈન છેતરપીંડી ડામવા માટે પોલીસ સહિતના સુરક્ષા વિભાગો દ્વારા કવાયત થાય છે પરંતુ ઈન્ટરનેટની વિશાળ દુનિયામાંથી ગુનેગાર છટકી જતા હોય છે. આવી સ્થિતિમાં વધુ એક ખતરો યુપીઆઈનો ઉપયોગ કરતા લોકો ઉપર ઝઝૂમી રહ્યો છે.

ધ્યાન રાખવા જેવી બાબતો:

*જ્યારે પેમેન્ટ એપ અથવા સોશિયલ મીડિયાના માધ્યમથી તમને કોઈ કયુઆર કોડ મોકલે તો તેને સ્કેન કરવાની ભૂલ ક્યારેય ના કરતા. આ નાની ભૂલ ખૂબ મોંઘી પડી શકે છે. છેતરપીંડી થઈ શકે છે.

*UPIમાં પિન નાખવા માટે કોઈ અજાણ જગ્યા ઉપરથી આગ્રહ કરવમાં આવે તો ક્યારેય આવું ન કરશો. આ તમારા એકાઉન્ટમાંથી પૈસા ચોરવાનો કીમિયો હોય શકે છે.

*ફિશિંગથી કરાતી છેતરપીંડી અંગે પણ જાણવું જરૂરી છે. કેટલીકવાર ગઠિયા વપરાશકર્તાને એક લિંક મોકલે છે અને તેમને તેના પર ક્લિક કરવાનું કહેવામાં આવે છે. એ લિંક ક્લિક કરવાથી, તમારા ફોનમાં હાજર કોઈપણ યુપીઆઈ એપ્લિકેશનને પસંદ કરવાનો વિકલ્પ ખુલ્લો થયો છે. તમે પરમિશન આપતાની સાથે જ તમારા ખાતામાંથી રકમ આપોઆપ કપાઈ જાય છે. આ પ્રકારની બાબતથી બચવા અજાણ લિંક ઉપર ક્લિક કરવાનું ટાળો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.