Abtak Media Google News

ડિસ્કાઉન્ટ પેકેજ સહિત અનેકવિધ લાભોથી લોકોને કરાશે લાભાન્વીત ઈમ્પિરીયલ પેલેસ હોટલ ખાતે એકસ્પો યોજાશે

સ્થળ પસંદગી સહિત અનેકવિધ પ્રકારની માહિતીથી લોકોને માહિતગાર પણ કરવામાં આવશે

હાલ વિશ્વ આખામાં ટ્રાવેલીંગ એટલે કે ફરવાને લઈ લોકો ખુબ જ રૂપિયા ખર્ચ કરતા હોય છે પરંતુ લોકોમાં તે જાગૃતતા નથી હજી સુધી આવી કે કયાં સ્થળ ઉપર અને કયાં સમયે જવું જોઈએ અને આ મુદાને લઈ અનેક વખત યાત્રિકોને સહન પણ કરવું પડતું હોય છે અને રૂપિયાનું પાણી પણ થઈ જતું હોય છે ત્યારે રાજકોટ ખાતે તા.૧૭ ફેબ્રુઆરીના રોજ ટ્રાવેલ બજાર એકસ્પોનું આયોજન કરવામાં આવ્યું છે જે લોકોને એટલે કે યાત્રિકોને અનેકવિધ પ્રકારની માહિતીઓ પુરી પાડશે અને સ્પેશિયલ પેકેજીસ પણ જાહેર કરશે ત્યારે ટ્રાવેલ બજાર એકસ્પોને લઈ ફેસ્ટીવ અભિનવ પટેલ અને શૈલેષ પટેલની ચાય પે ચર્ચાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે આ બંને ટ્રાવેલ એજન્ટો દ્વારા અનેકવિધ માહિતીઓ પણ પુરી પાડવામાં આવી હતી.

પ્રશ્ન-૧ (અભિનવ પટેલ) ટ્રાવેલ ક્ષેત્ર ખુબ જ રોમાંચકભર્યું છે શું માનો છો આપ

જવાબ:આ પ્રશ્નના ઉતરમાં અભિનવભાઈએ જણાવતા કહ્યું હતું કે, ટ્રાવેલ ક્ષેત્ર ખુબ જ રોમાંચક ભર્યું છે તે વાત ૧૦૦ ટકા સાચી છે. સૌરાષ્ટ્રના લોકો ખરા અર્થમાં ફરવાના ખુબ જ ચાહક હોય છે. તેઓને અનેકવિધ જગ્યાઓને એકસપ્લોર કરવી ગમે છે ત્યારે એ વાત નકકી છે કે ટ્રાવેલ એજન્ટો દ્વારા તેમને એવી જગ્યાઓ માટે પણ માહિતગાર કરવામાં આવે છે કે જે તેમના દ્વારા જોવામાં ન આવી હોય. કારણકે લોકોના ટેસ્ટ અનેકવિધ પ્રકારના હોય છે જેમ કે કોઈને એડવેન્ચર્સ કોઈને કુદરતી કે કોઈને દરીયાઈ વાતાવરણ ખુબ જ ગમતું હોય છે તો આ પ્રકારે તેઓ તેમના ડેસ્ટીનેશનો નકકી કરી ફરવા જતા હોય છે એટલે કે મારું માનવું છે કે અનેક ક્ષેત્રોની સાથે-સાથે ટ્રાવેલ ક્ષેત્ર પણ ખુબ જ રોમાંચભર્યું ક્ષેત્ર છે.

પ્રશ્ન-૨ (અભિનવ પટેલ) ટ્રાવેલ બજાર એકસ્પોનું જે આયોજન તા.૧૭ના રોજ કરવામાં આવ્યું છે તો એકસ્પો વિશે થોડી માહિતી આપો.

જવાબ: પ્રતિઉતર આપતા અભિનવભાઈએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ટ્રાવેલ બજાર એકસ્પો રાજકોટ-સૌરાષ્ટ્રના લોકો માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે. કારણકે આ એકસ્પોમાં તેઓને અનેકવિધ પ્રકારના સ્પેશિયલ ડિસ્કાઉન્ટેડ પેકેજીસ આપવામાં આવશે અને ૧૫ હજાર સુધીનું ડિસ્કાઉન્ટ પણ દેવામાં આવશે.સાથો સાથ લોકોને અનેક વિધ પ્રકારે માહિતી પણ પુરી પાડવામાં આવશે જેમાં લોકો અસમંજસના માહોલથી પીડાતા હોય કારણકે લોકોમાં તે વાતનો સહેજ પણ ખ્યાલ નથી કે જે ડેસ્ટીનેશનની પસંદગી કરે છે તે કયાં સમય દરમિયાન તેઓએ ફરવા જવું જોઈએ. આ તમામ બાબતે તેમને માહિતગાર કરવામાં આવશે. સાથો સાથ એકસ્પોમાં તેઓને બેગ તથા લકકી ડ્રો વિનરને સોનાનો સિકકો પણ આપવામાં આવશે. જેથી રાજકોટના લોકોએ આ એકસ્પોનો ખુબ જ મહતમ લાભ લેવો જોઈએ.

પ્રશ્ન-૩ (શૈલેષ પટેલ) ડોમેસ્ટીક ડેસ્ટીનેશન અને ઈન્ટરનેશનલ ડેસ્ટીનેશનમાં લોકોની ચોઈસ શું હોય છે ?

જવાબ:આ પ્રશ્નના શૈલેષ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, હવે ઉનાળાનો સમય શરૂ થઈ ગયો છે અને વેકેશન પણ થોડા જ સમયમાં શ‚ થશે જેથી લોકોની ઈન્કવાયરી જો ડોમેસ્ટીક ડેસ્ટીનેશન વિશે વાત કરવામાં આવે તો તે સીમલા, કુલુમનાલી, દાઝલીંગ તથા નૈનિતાલ જેવી જગ્યાઓ માટેની રહે છે.

સાથો સાથ દક્ષિણ ભારતમાં કેરલ, કોચીન જેવી જગ્યાઓનો પણ સમાવેશ થતો હોય છે. વાત કરવામાં આવે આંતરરાષ્ટ્રીય ડેસ્ટીનેશનની તો લોકો આ સમયે સિંગાપોર, મલેશિયા, બાલીને વધારે પ્રાધાન્ય આપે છે જયારે ક્રુઝ પણ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે ત્યારે લોકો આ તમામ જગ્યા પર જવાનું તેમને વધુ પસંદ હોય છે તે વાત નકકી છે.

પ્રશ્ન-૪ (શૈલેષ પટેલ) યાત્રિકોને યાત્રા સમય દરમિયાન કયાં પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે ?

જવાબ: પ્રશ્નના ઉતરમાં શૈલેષભાઈ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, યાત્રિકો જયારે પોતાની પ્રવાસ યાત્રા શરતા હોય છે તે પહેલા તેમની સાથે નકકી કરેલા પેકેજમાં જે રકમ લેવામાં આવે છે તેમાં તમામ ચીજ-વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે. દાખલા તરીકે કોઈ એક વ્યકિત અમદાવાદથી સિંગાપોરનું પેકેજ ૪ દિવસ માટે નકકી કર્યું હોય તો તે પેકેજમાં અમદાવાદથી અમદાવાદ જેમાં સિંગાપોરમાં સાઈટસીન, હોટેલ સહિતની અનેક ચીજ-વસ્તુઓ જે પેકેજમાં આવરી લેવામાં આવી હોય તેનો ઉમેરો કરવામાં આવતો હોય છે. એટલે કે લોકો દાખલા તરીકે પોતાનું પાકીટ ભુલી ગયા હોય તો પણ લોકોને કોઈપણ પ્રકારની તકલીફનો સામનો કરવો પડતો નથી. કારણકે કોઈપણ ટ્રાવેલ એજન્ટ માટે તેમની શાખ ખુબ જ મહત્વની હોય છે અને લોકોને જે પેકેજ આપવામાં આવે છે તે સહેજ પણ લુભામણુ કે યાત્રિકોના પૈસા પડી જાય તેવું પેકેજ હોતું નથી.

પ્રશ્ન-૫ (અભિનવ પટેલ) ભારતમાં ઘણા એવા સ્થળો છે જે લોકોના ધ્યાનમાં નથી આવ્યા તો તેના વિશે યાત્રિકોને કઈ રીતે માહિતી આપવામાં આવે છે ?

જવાબ:આ પ્રશ્નના જવાબમાં અભિનવ પટેલે જણાવ્યું હતું કે, વાત સાચી છે કે લોકો જયારે ફરવા જતા હોય તો તેઓ માત્ર ગણતરી અને જુજ સ્થળો પરની મુલાકાત લેતા હોય છે જેનું કારણ એ પણ છેકે તેમના આડોશ પાડોશના લોકો કે પછી તેમના મિત્ર-વર્તુળમાં લોકો પ્રવાસે ગયા હોય તો તેમના દ્વારા તેમને સ્થળ વિશે માહિતી આપવામાં આવતી હોય છે પરંતુ ખરા અર્થમાં ઘણી ખરી એવી જગ્યાઓ રહેલી છે.

જેમાં લોકોને સહેજ પણ માહિતી નથી અને તે તમામ જગ્યાઓ અનએકસ્પોલર રહી છે. વાત કરવામાં આવે દક્ષિણ ભારતની તો દક્ષિણ ભારતમાં ઘણી ખરી એવી જગ્યાઓ છે જે ખરાઅર્થમાં ખુબ જ કુદરતથી નજીક જોવા મળે છે જેનું લોકોને જ્ઞાન પણ હજુ સુધી નથી. તે તમામ જગ્યાઓમાં ફોર સ્ટાર, ફાઈવ સ્ટાર હોટેલો આવેલી છે જેમનું એક રાત્રીનું પેકેજ ૧૪૦૦૦ થી ૧૫૦૦૦ જેટલું જોવા મળે છે. ત્યારે અમારા દ્વારા લોકોને તેમના ટેસ્ટ પ્રમાણે જગ્યાઓ નકકી કરવા માટે મદદ કરવામાં આવે છે. જેથી તેઓ જે રૂપિયા ખર્ચી રહ્યા છે તેમનું તેઓને મહતમ ફળ મળી શકે.

પ્રશ્ન-૬ (શૈલેષ પટેલ) અનેક લોકોના ટેસ્ટ અલગ-અલગ જોવા મળે છે તો તેને કઈ રીતે માહિતગાર આપના દ્વારા કરવામાં આવે છે ?

જવાબ:આ પ્રશ્નના જવાબમાં શૈલેષભાઈ પટેલે જણાવ્યું હતું કે, તેમની પાસે જયારે યાત્રિકો આવતા હોય અને તેઓ જયારે કોઈ એક ડેસ્ટીનેશન વિશે માહિતી મેળવતા હોય ત્યારે પહેલા તેમનો ટેસ્ટ જાણવામાં આવે છે. દાખલા તરીકે કોઈ એક પરીવારમાં નાના બાળકો હોય અને તેઓ જો લેહ-લદાખ જવાની વાત કરતા હોય તો ત્યારે તેમને અમારા દ્વારા ના પાડવામાં આવે છે કારણકે તે સ્થળ ઉપર ઓકિસજનનું પ્રમાણ ખુબ જ ઓછું હોય છે કે જે નાના બાળકોના સ્વાસ્થ્યને અનુ‚પ નથી હોતું તેથી લોકોને પૂર્ણત: સાચી માહિતી આપવામાં આવે છે અને તેમનું બ્રેકગ્રાઉન્ડ જોઈ તેમને તમામ પ્રકારના સુજાવો પણ આપવામાં આવતા હોય છે. જેના કારણે તેમને તેમના રૂપિયાનો મહતમ લાભ મળી શકે અને તેઓ જે કોઈ સ્થળ પર પ્રવાસમાં જાય તેને મનથી માણી શકે.

પ્રશ્ન:૭ (શૈલેષ પટેલ) સૌરાષ્ટ્રના લોકો પ્રવાસમાં બજેટ ઓરીયનટેડ હોય છે કે પછી તેમને સૌથી સારામાં સારી ફેસીલીટી મળે તેને પ્રાધાન્ય આપે છે શું કહેશો ?

જવાબ:-આ પ્રશ્નના ઉતરમાં શૈલેષભાઈએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના લોકો બજેટ ઓરીયનટેડ નહીં પરંતુ તેની મળતી ફેસીલીટીને તેઓ વધુ પ્રાધાન્ય આપતા હોય છે એટલે કે જયારે કોઈ સૌરાષ્ટ્રના યાત્રિકો કોઈપણ ડેસ્ટીનેશનની ઈન્કવાયરી માટે આવે તો તે બજેટ કરતા તેમને કયાં પ્રકારની ફેસેલીટી મળતે તે વિશે તેઓ માહિતી પ્રાપ્ત કરતા હોય છે અને અમારા તરફથી તેઓ જે કોઈ ડેસ્ટીનેશનની પસંદગી કરી તેમાં તેમને મહતમ ફાયદો અને તેઓને જે જરૂરીયાત હોય તે તમામ સુવિધા મળી રહે તેનું ધ્યાન રાખવામાં આવે છે.

પ્રશ્ન:૮ (અભિનવ પટેલ) ઈન્ક્રીડેબલ ઈન્ડિયા વિશે આપનું શું માનવું છે અને તેનો સંદેશ આપ શું આપશો ?

જવાબ:-અભિનવભાઈએ પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, ઈન્ક્રીડેબલ ઈન્ડિયા વિશે જે કેન્દ્ર સરકાર અને નરેન્દ્રભાઈ મોદીએ જે અભિયાન ચલાવ્યું છે તેનાથી ઘણો ફાયદો પહોંચ્યો છે. કારણકે ભારતમાં ઘણીખરી એવી જગ્યાઓ છે જે વિશે લોકોને સહેજ પણ માહિતી નથી તેથી ઈન્ક્રીડેબલ ઈન્ડિયાના અભિયાન હેઠળ લોકો તે તમામ જગ્યા ઉપર જવાનું પસંદ કરશે અને તેઓ ઘણી ખરી બાબતે માહિતગાર પણ થશે.

પ્રશ્ન:૯ (અભિનવ પટેલ) ઈન્ડિયાના ડેસ્ટીનેશન પેકેજની સરખામણીમાં ઘણી વખત વિદેશનું ડેસ્ટીનેશન પેકેજ ખુબ જ સસ્તા હોય છે તેનું શું કારણ ?

જવાબ:-આ પ્રશ્નના જવાબમાં અભિનવભાઈએ જણાવતા કહ્યું હતું કે, વિદેશના ડેસ્ટીનેશનો જેમાં કે સિંગાપોર, મલેશિયા જેવી જગ્યાએ લોકો વારંવાર જતા હોય છે જેથી લો-કોસ્ટ અને હોટલનો જે ખર્ચ લાગતો હોય છે તેનાથી ટુર ઓપરેટરોને ઘણો ફાયદો થતો હોય છે ત્યારે ભારતના માની લઈએ કે કેરેલાનું કોઈ એવું ગામ છે જે ખરેખર ફરવા માટે ઉતમ સ્થળ હોય અને કુદરતની સૌથી નજીક હોય પરંતુ લોકોનો ત્યાં પ્રવાહ ઓછો હોવાના કારણે હોટલ સહિતના અન્ય ખર્ચમાં વધારો થતો હોય છે જેના કારણે વિદેશી ડેસ્ટીનેશન, સ્થાનિક એટલે કે ભારતના ડેસ્ટીનેશનો કરતા ઘણીખરી વખતે સસ્તા જોવા મળે છે અને લોકો તેનો મહતમ લાભ પણ લેતા હોય છે.

પ્રશ્ન:૧૦ (શૈલેષ પટેલ) ક્રુઝ ડેસ્ટીનેશન માટે લોકોની ઘેલછા ખુબ જ વધુ હોય છે તેનું શું કારણ ?

જવાબ:-આ પ્રશ્નના જવાબમાં શૈલેષભાઈ પટેલે જણાવતા કહ્યું હતું કે, ક્રુઝમાં પ્રવાસ કરવા માટે લોકો તલપાપડ થતા નજરે પડે છે. કારણકે ક્રુઝમાં ૪ રાત, ૫ દિવસના પેકેજમાં લોકોએ દરીયામાં જ રહેવાનું હોતું હોય છે અને નજીકના જ કોઈ ટાપુ પર તેમનો હોલ્ટ કરવામાં આવતો હોય છે ત્યારે ક્રુઝમાં લોકોને ફોર સ્ટાર કે ફાઈવ સ્ટાર નહીં પરંતુ સેવન સ્ટાર જેવી ફેસેલીટી મળે છે જેનો તેઓ ખુબ જ આનંદ લેતા હોય છે.

ડિસ્કો થેક, સ્વિમીંગપુલ, જીમનાઝીયમ, ઈન્દોર ગેમ્સ સહિત અનેકવિધ પ્રકારની સુવિધાઓ એક જ જગ્યા ઉપર મળી જતી હોય છે તેના કારણે ક્રુઝમાં જવા માટે લોકોનો રસ ખુબ જ વધુ જોવા મળે છે ત્યારે લોકોને એ પણ પ્રશ્ન ઉદભવિત થતો હોય છે શું ક્રુઝમાં મુસાફરી કરવું મોંઘીદાટ હોય છે કેમ ? ત્યારે અન્યની સરખામણીમાં ક્રુઝનું ભાડુ અન્ય લોકોને પણ પરવડે તેવું હોય કારણકે એક જ સ્થળ ઉપર ઘણા બધા દિવસો રહેવા માટે તે કોસ્ટીઈફેકટીવ સાબિત થતું હોય છે અને હાલની સાંપ્રદ પરિસ્થિતિની વાત કરીએ તો સિંગાપોર, મલેશિયા જતા લોકો હવે ક્રુઝ તરફનું વલણ વધુ દાખવે છે.

પ્રશ્ન:૧૧ અબતકના વાંચકોને આપનો શું સંદેશ ?

જવાબ:-આ પ્રશ્નના ઉતરમાં અભિનવભાઈએ જણાવતા કહ્યું હતું કે, તારીખ ૧૭ના રોજ ઈમ્પીરીયલ પેલેસ ખાતે જે એકસ્પોનું આયોજન કરવામાં આવ્યું છે તેનો લાભ રાજકોટના લોકો મહતમ લ્યે તે ખુબ જ જરૂરી છે જેથી તેમને ટુર પેકેજીસ વિશે પણ ઘણી ખરી માહિતી પ્રાપ્ત થઈ શકશે અને તેમને મુંઝવતા તમામ પ્રશ્નોનું નિરાકરણ પણ થશે ત્યારે હું રાજકોટની જનતાને અરજ કરુ છું કે, આ રવિવારના રોજ જે એકસ્પોનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં તેઓ અચુક સહપરીવાર પધારે અને અનેક ડેસ્ટીનેશનો વિશે માહિતગાર થાય.

જયારે આ પ્રશ્નના ઉતરમાં શૈલેષભાઈ પટેલે જણાવતા કહ્યું હતું કે, ઈમ્પીરીયલ પેલેસ ખાતે યોજવામાં આવેલો એકસ્પો અનેક વિધ ટુર ઓપરેટરો માટે પણ મદદરૂપ અને ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થશે ત્યારે રાજકોટની રંગીલી પ્રજાને એક જ વિનંતી છે કે રવિવારના રોજ તેઓ સમય કાઢી આ એકસ્પોમાં લાભ લ્યે.

સાથોસાથ એ પણ માહિતી આપતા તેઓએ જણાવયું હતું કે, અનેકવિધ લકકી ડ્રો અને અનેકવિધ ડિસ્કાઉન્ટ પણ રાખવામાં આવ્યા છે જે લોકો માટે ખુબ જ આકર્ષક અને ઐતિહાસિક બની રહેશે. અંતમાં તેઓએ વિગત આપતા જણાવ્યું હતું કે, રાજકોટના અને સૌરાષ્ટ્રના લોકો ઘણીખરી બાબતે અજ્ઞાન છે જેથી આ એકસ્પો તેમના માટે ખુબ જ આશીર્વાદ સમાન બની રહેશે. કારણકે આવનારો સમય વેકેશનો એટલે કે રજાનો છે અને ઉનાળાની ઋતુ પણ આવી રહી છે એટલે આ એકસ્પો લોકો માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.