Abtak Media Google News

દિલ્હીની મહારાજા અગ્રસેન હોસ્પિટલમાં ઓક્સિજન ના અભાવે મૃત્યુ પામેલા દર્દીઓ ને લઈને દાખલ થયેલી જાહેરહિતની અરજી ને લઈને હાઇકોર્ટની ખંડપીઠ લાલઘૂમ 

હવે હદ થઈ….દેશમાં કોરોનો કટોકટી દરમ્યાન ઊભી થયેલી ઓક્સિજનની અછત અને દર્દીઓને ખાટલા પર સમયસર પ્રાણવાયુ ન મળવાથી વધી રહેલી મોતની ઘટનાઓ ને લઈને દિલ્હી હાઈકોર્ટે આકરું વલણ અખત્યાર કરી છે આજે દિલ્હી હાઇકોર્ટમાં ઙશહ અરજીની સુનાવણીમાં અદાલતે આકરા તેવર અખત્યાર કરીને જણાવ્યું હતું કે પ્રાણવાયુ રોકશો તો ફાંસીએ ચડાવી દેશું.

હાઈકોર્ટે શનિવારે જણાવ્યું હતું કે જો સત્તાવાર રીતે કેન્દ્ર રાજ્યો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને વ્યવસ્થા તંત્ર અને ઓક્સિજન ની સપ્લાય માં અડચણ ઊભી થતી દેખાશે તો ઓક્સિજન રોકનારનેે ફાંસીએ ચડાવી દેશું

દિલ્હી હાઇકોર્ટની સંયુક્ત ખંડપીઠ ના ન્યાયમૂર્તિ બીપીન સંગ અને રેખા પોલ ની સંયુક્ત પીઠે મહારાજા અગ્રસેન હોસ્પિટલ માં પ્રાણવાયુના અભાવે થયેલા મૃત્યુ અંગે ની તપાસ માટે દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીની સુનાવણી ઉપર ઉપરોક્ત નિવેદન આપ્યું હતું કોર્ટે દિલ્હી સરકારને જણાવ્યું હતું કે ઓક્સિજનનો પૂરવઠો કોણ અવરોધી રહ્યો છે તે અમને કહો પછી અમે તેને ફાંસીએ ચડાવી દે શું અમે કોઈને માફકરવાના નથી તેમ સંયુક્ત ખંડપીઠે જણાવ્યું હતું કે કોર્ટે દિલ્હી સરકારને નિર્દેશ કર્યો હતો કે તે કેન્દ્ર સરકારને સત્તાવાર રીતે આ અંગેની જાણકારી આપે એટલે સ્થાનિક તંત્ર તેના વિરુદ્ધ કાર્યવાહી કરી શકે હાઈ કોર્ટે કેન્દ્ર સરકાર સમક્ષ એવો સવાલ પણ ઉઠાવ્યો છે કે 480 મેટ્રિક ટનઓક્સિજનની દિલ્હીની જરૂરિયાતો પ્રતિ દિવસ હોય તેને હળવાશથી ન લઈ શકાય તમારે કેન્દ્ર સરકારે આજવાબદારી નિભાવવી જોઈએ અને દિલ્હીના રોજના 480 મેટ્રિક ટન ના ઓક્સિજનની જરૂરિયાતોને હળવાશથી ન લેવી જોઈએદિલ્હી સરકારે એવો જવાબ રજૂ કર્યો હતો કે દરરોજના 480 મેટ્રિક ટન ઓક્સિજન ની જગ્યાએ તેને કેટલાક દિવસથી 380 મેટ્રિક ટન જ ઓક્સિજન મળે છે દિલ્હી સરકારના આ જવાબ સામે કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું હતું કે દિલ્હીની રોજની જરૂરિયાતો મ ઓક્સિજન ખૂટતું હોય તો તેની જવાબદારી કોની શુક્રવારે દિલ્હીને 480 મેટ્રિક ટન ના બદલે 380 જો ગેસ મળ્યો હતો બીપી હાઈ કોર્ટે એવી તાકીદ કરી હતી કે ઓક્સિજન રોકનારા ની હવે ખેર નહીં રહે પ્રાણવાયુને વૃક્ષો તો ફાંસીએ ચડાવી દેશુંસમગ્ર દેશમાં અત્યારે કોરોના દર્દીઓની સંખ્યા વધતી જાય છે તેની સામે હોસ્પિટલના દર્દીઓ માટે પ્રાણવાયુનો જરૂરી પુરવઠો ઘટી રહ્યો છે અને દિલ્હીમાં એક 20 જેટલા દર્દીઓના હોસ્પિટલના બિછાને મોત નિપજ્યા ની ઘટનાએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દીધો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.