Abtak Media Google News

સારી સેલ્ફી એ કોઈ પણ કેમેરા અથવા સ્માર્ટ ફોન દ્વારા પડી શકે છે, જો તમે આ ટ્રિક્સ  અજમાવશો તો તમારાં ફોટો પણ બની જશે લોકો માટે હિટ.

Selfie1

અમુક જરૂરી ટ્રિક્સ જે તમારાં ફોટાને બનાવશે કઈક વિશિષ્ટ :- 

  • સેલ્ફી લેતી વખતે કેમેરાને ઝૂમ ન કરવું, કારણકે આમ કરવાથી ફોટો સારો નથી આવતો.
  • સેલ્ફી લેતી વખતે સ્પષ્ટ છબી માટે ડાયરેક્ટ લાઇટનો શક્ય હોય તેટલો  ઉપયોગ કરો.
  • સેલ્ફીમાં શક્ય હોય તેટલું પડછાયા  ના પડે તેવી રીતે  ફોટો ક્લિક કરો.
  • સેલ્ફી લેતા સમયે બહુ વધારે મેકઅપ ન કરો. કારણકે વધારે ભડકીલો મેકઅપ તમારી સેલ્ફીને ખરાબ કરી નાખે છે.
  • સેલ્ફી લેતા સમયે કેમેરાને ઉપર રાખો. એનાથી ફોટોમાં તમારો ફેસ જાડો નહી લાગે.
  • ધ્યાન રાખો કે સેલ્ફી લેતા સમયે પાછળનું બેકગ્રાઉન્ડ સારુ હોય.
  • અલગ- અલગ એંગલ પરથી  તમારાં ફોટોને ક્લિક કરો તો રિઝલ્ટ ફોટાનું સારું આવશે.
  • ઓછી રોશનીમાં લીધેલી સેલ્ફી સારી નહીં આવે.આથી પરફેક્ટ સેલ્ફી માટે જરૂરી છે કે રોશની યોગ્ય હોય.
  • કુદરતી અભિવ્યક્તિઓ સ્વીકારો અને તેનાં પર ધ્યાન વધુ આપો.
  • ક્યારેક ફોટોસને એડિટ કર્યા વગર જ પાડો.
  • કોઈ  ખાસ થીમ પર ફોટોસ ક્લિક કરો.
  • સેલ્ફી લેતી વખતે તમારા માથાને બદલે તમારા ફોનને નમવું આથી સારો  ફોટા પડશે.                                                                  Whatsapp Image 2019 11 11 At 11.59.49 Am

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.