કોરોનાથી બચવું હોય તો જલદી ભારત છોડો, અમેરિકીઓને બિડેન સરકારે આપ્યા સૂચન

0
153

મદદ માટે હાથ લંબાવવાની સાથે વાયરસથી દુર રહેવા ભારત સામે
નકારાત્મક સંદેશો ફેલાવતું અમેરિકા 

કોરોના વાયરસે વિશ્વભરના દેશોને બાનમાં લઇ કાળો કહેર વરસાવી દીધો છે. કેટલાક દેશો વાયરસની બીજી તો ઘણા દેશોમાં વાયરસની ત્રીજી લહેર શરૂ થઈ છે. કોરોના સમયાંતરે પોતાનો કલર બદલતા નવા વેરીએન્ટ સામે આવી રહ્યા છે. એમાં પણ ભારતની સ્થિતિ વધુ ખરાબ બની છે. આ સ્થિતિને જોતા વિશ્વભરનાં દેશોએ ભારતને મદદ માટે હાથ લંબાવ્યો છે તો પોતાના નાગરિકોને બચાવવા ભારતની હવાઈ મુસાફરી સહિતની સેવા પર પ્રતિબંધ પણ લાદયો છે. તાજેતરમાં વિશ્વની મહાસત્તા તરીકે ઓળખાતા દેશ અમેરિકાએ પણ ભારતની મદદ માટે હાથ લંબાવ્યો છે પણ આ વચ્ચે બીડેન સરકારે ભારતમાં રહેલા અમેરિકીઓને સૂચન કર્યા છે કે જો કોરોનાથી બચવું હોય તો ભારતને જલદીથી છોડી દો. કોરોનાના આ કપરા કાળમાં અમેરિકાએ ભારત સામે નકારાત્મક સંદેશો ફેલાવ્યો છે. પરંતુ ભારત આમાંથી જલ્દી ઉગરી જશે. બીજી લહેર નિયંત્રણ થતા કેસ ઘટતા રિકવરી રેટ પણ વધી જશે.

અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટએ ગઈકાલે ટ્વીટ કરી જણાવ્યું કે ભારતમાં કોરોનાના કેસ વધતા તમામ પ્રકારની તબીબી સંભાળની પહોંચ ગંભીર રીતે મર્યાદિત થઈ રહી છે. અમેરિકન સરકારે બુધવારે રાત્રે નાગરિકોને સલાહ આપી છે કે તેઓ ભારત યાત્રા ન કરે અથવા હાલ ભારતમાં હોય તો તરત જ ત્યાંથી રવાના થઈ જાય. આ માટે અમેરિકીઓ માટે દૈનિક સીધી ફ્લાઇટ્સ અને પેરિસ અને ફ્રેન્કફર્ટ દ્વારા ફ્લાઇટ્સ ઉપલબ્ધ છે. ભારતમાં આરોગ્ય અને સલામતીને લગતી મહત્વપૂર્ણ માહિતી મેળવવા માટે અમેરિકી નાગરિકોને સ્ટેપ.સ્ટેટ.એ.ઓ.વી. ખાતે જઝઊઙમાં નોંધણી કરવા જણાવાયુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here