લાંબુ જીવવું છે તો અખરોટ આરોગો!!

અખરોટનું ગલાસીનિક ઇન્ડેક્સ પ્રમાણસર હોવાથી પેટ ભરીને અખરોટ ખાવા છતાં લોહીમાં સકરા નું પ્રમાણ વધતું નથી અને બિનજરૂરી ચરબી શરીરમાં જામતી નથી

દૈનિક આહારમાં સુકામેવા નું સ્થાન મહત્વનું હોય છે પરંતુ સામાન્ય રીતે સુકામેવાનો વપરાશ પ્રસંગોચિત બની રહી છે ખરેખર દૈનિક આહારમાં સૂકો મેવો વધુ ઉપયોગ થવો જોઇએ આજે આપણે માનવજીવન માટે દીર્ધાયુ અને સંજીવની જેવું કામ કરનાર અખરોટના ફાયદા વિશે જો આમ જોવા જઈએ તો અખરોટ ભરપૂર પોષક પદાર્થ ધરાવતો સંપૂર્ણ આહાર તરીકે ગણી શકાય

અખરોટ ક્યાં થાય છે

વિશ્વમાં અખરોટનું ઉત્પાદન કેટલાક વિશિષ્ટ વિસ્તારોમાં થાય છે ભારતમાં કાશ્મીરની ખીણમાં ઊંચી ગુણવત્તા વાળા અખરોટનું ઉત્પાદન થાય છે આ ઉપરાંત ઈરાન અમેરિકા તુર્કી યુ ફ્રેન્ડ અને પૂર્વ યુરોપમાં અફસોસ થાય છે જંગલી અખરોટ અને બાગાયતી રીતે ઉછેરવામાં આવતા અખરોટમાં જંગલી અખરોટ ના ઝાડ નું સો ફૂટ જેટલું અને બાગાયતી અખરોટ ના ઝાડ 50 થી ૯૦ ફૂટ ના થાય છે

અખરોટના ગુણધર્મ

સુકામેવા શ્રેણીનું અખરોટ દરેક વર્ગના દરેક વયના લોકો કરી શકે છે અખરોટનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ 14 થી 20 જેટલું હાથમાં આવે છે જી આઈ નું આ પ્રમાણ કાર્બોહાઈડ્રેડ થી લોહીમાં સરકરા નું પ્રમાણ કેટલું જાય છે તેનું માપ હોય છે ૫૫ થી ૭૦ જી આઈ મધ્યમ૭૦ થી ૧૦૦sbi સૌથી ઊંચું ગણવામાં આવે છે અખરોટ ખાવાથી પોષક તત્વો મળે છે પરંતુ લોહીમાં ખાંડનું પ્રમાણ વધતું નથી આથી અખરોટ ડાયાબિટીસના દર્દીઓ માટે લક્ષિત ગણવામાં આવે છે વળી અખરોટમાં રહેલા ફાઈબર ના કારણે અનેક ફાયદા થાય છે.

રાત્રે પલાળીને રાખી દીધેલ આ બે અખરોટ ખાવાથી ઇમ્યુનિટી વધે છે, શરીરમાં વધારાની ચરબી ઘટે છે મેલાટોનિન ના કારણે ઊંઘ વધારે આવે છે મૂડ બને છે અને અખરોટનું સેવન પુરુષો માટે શુક્રાણુ તંદુરસ્ત બનાવે છે અને ફર્ટિલિટી પ્રજોત્પતિ શક્તિ વધે છે નિયમિત બે અખરોટ ખાવાથી નિરામય જીવન અને આયુષ્યમાં વધારો થાય છે

અખરોટ માંથી કેટલું પોષણ મળે છે?

અખરોટ નો ડાયટ ચાર્ટ જોવા જઈએ તો ૩૯૨ કેલેરી માંથી ૮ ગ્રામ પ્રોટીન,૩૯ ગ્રામ વસા કેલ્શિયમ ની સાથે સાથે વિટામિન ઈ b6 સહીતના જરૂરી પોષક પદાર્થો મળે છે ભરપૂર ફાઈબર પ્રોટિન અને વિટામિન આપતા અખરોટ પેટ ભરીને ખાવ તો પણ ચરબી વધતી નથી શરીરના પોષક તત્વો અને ખાસ કરીને રોગ પ્રતિકારક શક્તિ વધે છે અખરોટને પાણીમાં પલાળી દેવા થી તેની ક્ષમતામાં વધારો થાય છે