હાથી લેવો હોય, તો હરરાજીમાં ઊભા રહો….

દુષ્કાળની ભયંકર સ્થિતિના કારણે આફ્રિકન દેશ નામીબિયાએ ૧૭૦ હાથી હરરાજી માટે મૂકયા !!

હાથી લેવો હોય, તો હરરાજીમાં ઉભા રહો… દરેક નાનીથી માંડી મસમોટી ચીજવસ્તુઓની હરાજી થતી આપણે જોઇ હશે. પરંતુ આ હાથીની હરાજી?? આ વાત જરુર અચરજ પમાડે, આફ્રિકન દેશ નામીબિયાએ ૧૭૦ હાથી હરરાજી માટે મૂકયાં છે. જેને આ હાથી વેચાતા લેવા હોય, તે નોંધણી કરાવી શકે છે. આ માટેની જાહેરાત નામીબિયાના વિન્ડોહક રાજયની એડ એજન્સી દ્વારા કરવામાં આવી છે.

એડ એજન્સીએ જાહેરનામામાં જણાવ્યું છે કે, નામીબિયા દેશમાં હાથીની વસ્તીમાં મોટો વધારો નોંધાયો છે અને જેની સામે આ હાથીઓના ભોજનની વ્યવસ્થા ખૂટી રહી છે હાથીઓ માટે જાણે દુષ્કાળની સ્થિતિ ઉભી થઇ હોય, તેમ ઘટનાક્રમ સર્જાયો છે આથી હાથીઓને વેચી કાઢવા માટે મૂકાયા છે. આ અગાઉ ઇકોલોજીકલ પરિબળોને લીધે લુપ્ત થતાં સસ્તન વર્ગના પ્રાણીઓનું પણ આ પ્રમાણે વેચાણ કરવામાં આવ્યું હતું.

નામીબિયાના ફોરેસ્ટરી એનવાયરોનમેન્ટ અને ટુરીઝમ મંત્રાલયે ૧૭૦ હાથીઓની હરરાજી માટે અન્ય દેશોના લોકોને આમંત્રિત કર્યા છેે. જેમાં મંત્રાલય દ્વારા જણાવાયું છે કે, જે લોકો હાથીઓને ખરીદશે તેઓએ નિયમ મુજબ સાવચેતી રાખવી પડશે. જેમ કે, હાથીઓને કવોરન્ટાઇન ફેસીલીટી પુરી પાડવી, આ માટે સર્ટીફીકેટ પુરાં પાડવા પડશે. તેમજ ખરીદકર્તાઓ તેમના દેશમાં હાથીની નિકાસની છુટાછાટ  છે તેવા સર્ટિીફીકેટ પણ રજુ કરવા પડશે.

નામીબિયાના એક અહેવાલ અનુસાર વર્ષ ૧૯૯૫થી માંડી અત્યાર સુધીમાં હાથીની વસ્તીમાં નોંધ પાત્ર વધારો થયો છે. વર્ષ ૧૯૯૫માં હાથીની સંખ્યા ૭૫૦૦ હતી જે વર્ષ ૨૦૧૯માં વધીને ૨૪,૦૦૦ એ આંબી ગઇ છે. વર્ષ ૨૦૧૭ના ઓકટોમ્બર માસમાં ૧૦૦ જેટલી ભેંસની પણ હરરાજી કરવામાં આવી હતી. તે વર્ષ ૨૦૧૯માં અંદાજે ૧૦૦૦ જેટલા પ્રાણીઓ વેચાણ માટે મૂકાયા હતા. આ પાછળનું કારણ નામીબિયામાં પડેલો ભયકર દુષ્કાળ છે.