Abtak Media Google News
  • બાળકના પ્રથમ પાંચ વર્ષ માનસિક માટે સૌથી અગત્યના: આજના બાળકોને આપણે છૂટથી રમવા દેતા ન હોવાથી તેનો વિકાસ રૂંધાઇ છે: બાળક તેની જેવડા બાળકો પાસેથી જીવનની ઘણી વસ્તુ શીખે છે
  • બાળસંર્વાગી વિકાસના પાયામાં ઘરનું વાતા વરણ અને તેની આસપાસના બાળ મિત્રોની વિવિધ રમતો મહત્વની: નાના બાળકો રમતા હોય ત્યારે વ્યવસ્થા, શિસ્ત, લિડરશીપ, ભાઇચારો જેવા ઘણા ગુણો ખીલી ઉઠે છે
  • બાળપણ જેને સાચા અર્થમાં માણ્યું છે તે જ તણાવ મુકત રહી શકે છે: બાળક તેની જેવડા બાળકો સાથે વાતચીત દરમ્યાન તેની મૌખિક અભિવ્યકિતની ખીલવણી કરે છે

પ્રથમ પાંચ વર્ષમાં બાળકના મગજનો 90 ટકાથી વધુ વિકાસ થતો જોવા મળે છે. એટલે જ તેને તેની જેવડા બાળકો સાથે વિવિધ રમતો રમતાં રમતાં ઘણું શીખવા મળે છે. બાળકોની વિવિધ રમતોમાંથી તેના જીવન કૌશલ્યો, સ્કિલ ડેવલપની સાથે ટ્રેસ મુકત જીવન પ્રણાલી શીખે છે.

A3

તેના પ્રારંભના પાંચ દેશ વર્ષ શારીરિક, માનસીક અને સામાજીક વિકાસ માટે અતિ મહત્વા છે. ર1મી સદીમાં મા-બાપો પોતાના સંતાનોના વિકાસબાબતે જાગૃત થયા છે. બાળ મનોવિજ્ઞાન સાથે બાળક અને મા-બાપનું કાઉન્સેલીંગ પણ આજે જોવા મળે છે. વિદેશનું વાતાવરણ અને આપણાં દેશના વાતાવરણમાં ઘણો ફરક છે તેથી ઘણીવાર વૈશ્ર્વિક તારણો સૌ દેશના પર્યાવરણ મુજબ અલગ હોય શકે છે.

Balak 1

એક વાત નકકી છે કે વિદેશમાં શિક્ષણની મહત્તા વધુ સાથે ભૌતિક સુવિધા, મા-બાપનો રસ જેવી વિવિધ સારી બાબતો હોવાથી ત્યાં તેને ધાર્યા પરિણામો મળી શકે છે. આપણાં દેશમાં ગરીબી, નિરક્ષરતા, બાળમજુરી, કુપોષણ જેવી અનેક સમસ્યા બાળ વિકાસની આડે આવે છે, પણ બધામાં એક કોમ્પી વસ્તુએ છે કે બાળક તેની જેવડા બાળકો પાસેથી સૌથી વધુ શીખે છે, દરેક બાળકના સંર્વાગી વિકાસમાં ઘરનું વાતાવરણ, આસપાસનું પર્યાવરણ અને તેની જેવડા બાળ મિત્રો સાથેની વિવિધ રમતો અગત્યની ભૂમિકા ભજવે છે.

Childcare Center

આજનો બાળક આવતીકાલનો નાગરીક હોવાથી તેના બાળપણથી જ તેના વિકાસ પરત્વે મા-બાપે અને બાળ વિકાસ મંત્રાલયે સક્રિય થવું જરુરી છે. એક વાત એ પણ સાચી છે કે જેને ભરપુર બાળપણ માણ્યું છે તેવા લોકો જ આજે સાચા અર્થમાં સખુી છે, અને ટ્રેસને ખાળી શકયા છે. બાળક સાથેની બાળકની વાતોમાં તેની કલ્પના શકિત સાથે મૌખિક અભિવ્યકિત જેવા ઘણા ગુણોની ખીલવણી થાય છે.

વિદેશોમાં થયેલ એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પ્રી સ્કુલમિત્રો સાથે રમવાથી તેને માનસિક સ્વાસ્થ્ય  સમસ્યાઓ થવાનું જોખમ સૌથી ઓછું જોવા મળે છે. નાના બાળકો તેની ઉમરમાં અન્ય લોકો કે બાળકો સાથે સારી રીતે રમવાનું શીખી જાય છે, અને આજ કારણે તેનું માનસિક સ્વાસ્થ્ય પુખ્ત વયે સારુ હોય છે. ત્રણથી સાત વર્ષના બાળકો ઉપર કરવામાં આવેલ વિશ્ર્લેષણમાં રમવાની સારી ક્ષમતાઓ, સાથે તે તણાવમાં અનુકુલન સાધી શકતો જોવા મળ્યો હતો.

Ramat 3

ઘણીવાર આપણે જોયું હશે કે એકલો રહેતો બાળક હાય પર એકિટવ સાથે જીદ્દી અને ગુસ્સાવાળો જોવા મળે છે. જો તે બાળક અન્યોની સાથે પ્રારંભના ગાળે રમત રમ્યો હોત તો તેનામાં આ મુશ્કેલી ન આવી હોત. બાળકોની બાળ રમતો જ તેને ભાવનાત્મક બનાવે છે, અને તેઓ અન્ય બાળકો સાથે ઝઘડા કે મતભેદમાં પડવાની શકયતા ઓછી ગઇ જાય છે. સર્વેમાં માનસિક સ્વાસ્થ્ય સમયસ્યાઓનું જોખમ ધરાવતા બાળકોના પેટા જાુથમાં ત્યારે આ વસ્તુ બાબતે ઘ્યાન કેન્દ્રીત થયું હતું. આજકાલના મા-બાપે બાળ ઉછેર , આહાર, લાલન, પાલનની તાલિમ લેવી જરુરી છે. ગર્ભાવસ્થાથી જ તેને આવનાર બાળક માટે આયોજન કરીને તેના શ્રેષ્ઠ ઘડતર માટે કાર્ય આરંભ કરી દેવું જોઇએ.

Children3 960X640 1

બાળકના જન્મ બાદ જ મા-બાપ ખરા અર્થમાં મા-બાપ બને છે, પાલન કરનારા પિતા-માતા બને છે, તારણોએ પણ સૂચવે છે કે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે સંવેદન શિલ એવા બાળકોને સાથીદારો સાથે રમવા માટે સારી રીતે સમર્પિત તકોની વ્યવસ્થા કે સગવડતાની પહોંચ આપવી જરુરી છે. બાળક – બાળકની સાથે રમતાં તે પછી વૃઘ્ધ થાય ત્યાં સુધી માનસિક સંતુલન જાળવી રાખે છે, મજબુત મિત્રતા બનાવવાની કુશળતા તેને હસ્તગત કરી હોવાથી તે તેના સ્વવિકાસ સાથે અન્ય બાળકનો પ્રેરણામૂર્તિ બને છે. નાનકડા બાળકમાં ઘણી ધૂપી કલાઓ પડેલી હોય છે જે આપણને તેની રમતો દરમ્યાન જ મૂલ્યાંકન વખતે ખબર પડે છે.

Daycare Abacus Childcare Children

બાળકોની તેના સાથેઓના જાુથની રમતની ગુણવતાનું મહત્વ, સહયોગ, પ્રોત્સાહન, નિયમ બઘ્ધતા, ભાઇચારો, સ્પોર્ટસમેન સ્પીરીટ સાથે સકારાત્મક શેરીંગ જેવા ઘણા ગુણો શીખે છે જે તેને જીવન પર્યની કામ આવે છે. 3 થી 7 વર્ષ દરમ્યાન બાળકે રમેલી વિવિધ રમતો, પરિસ્થિતિ કેવી રીતે રમ્યા તે ઉપરથી તેની ક્ષમતા લેવલ નકકી કરાય છે. વેસ્ટમાંથી બેસ્ટ, વિવિધ શેરી રમતો જેમ કે લંગડી, ક્રિકેટ, થપ્પો, નાટક જેવી રમતો તેના વિકાસ માટે અતિ જરુરી છે, તેનામાં પીઅર પ્લે એબિલિટી ની ખીલવણી થાય છે. તેનામાં કેવી રીતે રમતમાં જોડાવવું, ટાઇમીંગ, એકાગ્રતા, તાકાત વિગેરે જોવા મળે છે. આ રમતોથી તેના વચ્ચેના સંબંધની મજબુતાઇની ગણતરી કરી શકાય છે, આ બધી વાતો જાણ્યા બાદ આપણે આપણા બાળકોને બહાર રમતવા મોકલતા જ નથી. બાળક પરિવાર સાથે બહાર ફરવા જાય ત્યારે કેવું ખીલે છે એ આપણે સૌ એ જોયું છે તે દોડાદોડી, ઠેકડા મારે ને વિવિધ પ્રશ્ર્નો પૂછે આ કરત)ં પણ તે તેની જેવડા મિત્રો સાથે વધુ ખીલતું હોવાથી તે રમવા મોકલો નહી ફરજીયાત મોકલો.

Daycare

આજના મોબાઇલ દુષણને કારણે કુમળી વયના બાળકોને તેની આદત પડવાથી બાલ મંદિર કે પ્રાથમિકતા બાળકો મોબાઇલમાં જ રચ્ચા પચ્ચા રહેતા હોય છે. મા-બાપની પણ આજ સમસ્યાની વાતનો હલ કોણ કાઢશે, કોણ તેને ફરી શેરીઓમાં રમતો કરશે તે પ્રશ્ર્ન જ ચિંતા અને ચિંતનનો છે. બાળકનું યોગ્ય ઘડતર રમતોથી  નિર્માણ થતું હોવાથી હવે આ પ્રશ્ર્ને સમાજે જાગૃત થવાની જરુરી છે. ઘણી સંસ્થા ઓ શેરી રમતો માટે જાગૃતિ લાવવા પ્રયાસો કરે છે પણ બાળકો નિયંત્રીત રમવા લાગે ત્યારે જ આપણે સફળતાના મીઠા ફળ ચાખી શકીશું.

Daycare 901208614 770X553 650X428 1

આજે ભૂલાતી જતી બાળ રમતોને યાદ કરવાનો રમવાનો સમય પાકી ગયો છે. આજના વડિલોનું માર્ગદર્શન લઇને પરિવારે ફરી તેના સંતાનોને તે તરફ વાળવા જ પડશે. આપણે તેની મહત્તા સમજીએ છીએ એટલે જ પિકનીક માં બધા રમીએ છીએ. બાળ રમતો જ તેને ખડતલપણું આપે છે, આનંદ આપે છે સાથે જ્ઞાન સાથે ગમ્મત પણ શીખવે છે, માનસિક વિકાસ માટે સૌથી શ્રેષ્ઠ બાળ રમતો જ છે. રમતોથી આપણને ખુશી, આનંદ મળે છે. બાળક કૂદે, ઠેકડા મારે, નાચે, ગીતો ગાય, અવાજ કરે જેવા આનંદોત્સવ માણે છે. જે તેના વિકાસ માટે સૌથી અગત્ય તો છે. રમત વખતે બાળક બધાની સાથે હળી મળી પોતાનો સંકોચ દુર કરે છે, બધા સાથે વાતો કરે છે. રૂપિયા કમાવા કરતાં વધુ આનંદ રમતોથી મળે છે. એક નાનકડી રમત ઘણો જ આનંદ પ્રાપ્ત કરી લે છે. રોજીંદા વ્યસ્ત શિક્ષણ જીવનમાંથી બાળકોને બે કલાક રમવાનો સમય આપો ભલે તેને તેને પાંચ દશ માર્ક ઓછા આવે. આજના નવાયુગની નવી ઘરેડમાંથી બાળકોને પહેલાના જમાના જેવું બચપણ આપો કરાણ કે તે આપણાં દેશનું ભાવી છે. જે તંદુરસ્ત અને ઉત્સાહ ભરેલો હોવો જોઇએ.

બાળકોને સાથીદારો સાથે રમવા માટે શ્રેષ્ઠ સમર્પિત તકો ઉપલબ્ધ કરાવો

બાળકોના જાુથ દ્વારા રમાતી વિવિધ રમતોની ભરપુર તક શાળા અને મા-બાપે આપવી જ પડે છે, જો તેનો વિકાસ કરવા માંગતા હોતો બાળ- રમતોથી તેનો શારીરિક, સામાજીક અને સૌથી અગત્યનો માનસિક વિકાસ થાય છે. બાળકો જયારે જાુથમાં રમતા હોય ત્યારે તે જીવનની ઘણી બધી વસ્તુઓ શિખતા હોય છે. દરેક બાળકમાં છૂપી કલાઓ પડેલી હોય છે. જેને સૌએ પ્રોત્સાહન આપીને તેનું યોગ્ય ઘડતર કરવું જરુરી છે. ત્રણથી સાત વર્ષનો ગાળો બાળકના જીવનનો અગત્યનો ગાળો હોવાથી તેનું જતન કરવું અને આપણાં પર્યાવરણ મુજબ તેને તેની જેવડા બાળકો સાથે રમવાની તક પૂરી પાડવી જ પડશે.

પ્રિ-સ્કુલ મિત્રો સાથે રમવાથી માનસિક સમસ્યાઓ થવાનું જોખમ સૌથી ઓછું

એક સંશોધનનું તારણ જણાવે છે કે બાળકો નાની ઉંમરે અન્ય બાળકો સાથે સારી રીતે રમવાનું શીખે છે, આવી રમતો રમતાં રમતાં જ પુખ્ત વયે પણ તેઓનું માનસિક સ્વાસ્થ્ય સારુ હોય છે. રમતો ન રમનાર બાળક હાયપર એકિટવ, એગ્રેસિવ, જીદી, અને તોફાન વધુ કરતો જોવા મળે છે. આજા યુગમાં દરેક બાળકને તેના બાળપણ માણવાની પૂરતી તકો આપવી જોઇએ. લાંબા ગાળાનો લાભ લેવા એકમાત્ર આ રમતોનો આશરો છે. બાળક બાળક સાથે મિત્રતા બાંધવામાં, અન્ય લોકો સાથે રમવામાં સંકોચ અનુભવતો નથી. બાળકની બાળક સાથેની વાતચીતમાં તેની મૌખિક અભિવ્યકિત ખીલી ઉઠે છે. વિવિધ પ્રવૃતિ પ્રોત્સાહન નથી તે સકારાત્મક શેરીંગ કરી શકે છે. દરેક મા-બાપે બાળકના સંર્વાગી વિકાસ માટે સૌથી અગત્યની એવી રમતો દ્વારા તેનો સ્વવિકાસ કરવા પૂરતી તકો ઉપલબ્ધ કરાવી જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.