Abtak Media Google News

ઘણી વખત બાળકોને તાવ દરમ્યાન આંચકી કે તાણ (ફેબ્રિલ ક્નવલઝન) આવી જાય છે. આ આંંચકી જયારે મા-બાપ તેના બાળકમાં જુએ ત્યારે એકદમ ગભરાય જાય છે અને આઘાત અનુભવે છે. મા-બાપ આને ‘ખેંચ આવવી’ કહે છે, અને તેને કોઇ ઉંડી ન્યુરોલોજીકલ તકલીફ અથવા તો ગંભીર બીમારી સાથે સાંકળી દે છે. જો કે આ ખેંચની ઘટના બાળક માટે જરાય હાનિકારક નથી. તેનાથી મગજને કોઇ નુકશાન પહોચતું નથી અને તાવથી આવતી ખેંચની ઘટનાથી બાળકને ભવિષ્યમાં વાઇ કે ફિટસનો હુમલો નહીં આવે, આમ, તો જે બાળકને ફેબ્રીલ ક્નવલઝન થાય છે તે એકવારની ઘટના છે અને તે ફરીથી આવતી નથી.

ફેબ્રીલ ક્નવલઝન (ખેંચ) બાળકને ખુબ ઓછી તકલીફ આપે છે અને મોટાભાગે મા-બાપને ખબર પડે તે પહેલા પતી પણ જાય છુ. આ ખેંચ કે તાણ છ મહિનાથી લઇને છ વર્ષના બાળકમાં સામાન્ય છે. અને ૧૨-૧૮ મહિનામાં તો ખુબ જ સામાન્ય છે.

ખેંચ આવતી વખતે બાળક બેભાન થઇ જાય છે તેના પગ જકડાઇ જવા અથવા આંચકા મારે છે ઘણીવાર ખેંચ શરીરના એક ભાગમાં આવતી હોય છે. જયારે બાળકને ખેંચ આવે ત્યારે એક નરમ સપાટી પર સુવડાવો, તેમને તેમના પડખા પર સુવડાવો બાળકના મોઢામાં કંઇ ના નાખો જેનાથી તેને શ્ર્વાસ લેવામાં તકલીફ થાય. જયારે બાળક પગ ઝાટકે, પછાડે તો તેને પકડવાની કોશિશ ના કરો, તેમને બાંધી ના રાખો, આ ઘટના સમયે બાળકને ડોકટર પાસે લઇ જવાની ઉતાવળ ન કરવી જોઇએ પરંતુ જયારે ખેંચની ઘટના પાંચ મિનિટથી વધુ ચાલે, ખેંચ પછી બાળક ભાનમાં ન આવે તો ડોકટર પાસે લઇ જવું જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.