તમારા હોઠ પણ છે ખુરદુરા તો આ ટ્રિક્સ આપનાવીને બનાવો ગુલાબી અને મુલાયમ…

if-your-lips-are-too-rough-make-these-tricks-by-giving-them-pink-and-silky
if-your-lips-are-too-rough-make-these-tricks-by-giving-them-pink-and-silky

આપણા ચહેરાની ખૂબસૂરતીમાં હોઠ પણ મહત્વનો ભાગ ભજવે છે. જો કે છોકરીઓ તેમના લિપ્સને ઉભરતા દેખાડવા માટે ઘણી રીતની ટ્રીટમેન્ટ અને સર્જરી કરાવતી હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે, આ બધી સર્જરીની ઘણી વાર ખોટી આડઅસર પણ થતી હોય છે. પણ જો તમે આ ઘરેલૂ સ્ક્રબનો ઉપયોગ કરશો તો તમને કોઈ નુકશાન પણ નહીં થાય અને તમારા લિપ્સ એકદમ સોફ્ટ અને પિંક પણ બનશે.

સામગ્રી 

1 ચમચી સફેદ કે બ્રાઉન શુગર
1 ચમચી ઓર્ગેનિક મધ
1 નાનો આદુનો ટુકડો

સ્ક્રબ બનાવાની રીત 

સૌ પ્રથમ એક બાઉલમાં સફેદ કે બ્રાઉન શુગર નાખી દો અને આદુના નાના નાના ટુકડા કરી લો. પછી આ બાઉલમાં 1 ચમચી મધ મિક્સ કરી તેને મિક્સરમાં ક્રશ કરી લો.

પછી આ પેસ્ટથી હોઠ પર સ્ક્રબ કરો. આમ, તમે હોઠ પર સ્ક્રબિંગ કરવા માટે જૂના બ્રશનો પણ ઉપયોગ કરી શકો છો. જો તમે આ પ્રોસેસ અઠવાડિયામાં ત્રણ વાર કરશો તો તમારા હોઠ સોફ્ટ અને એકદમ મસ્ત મસ્ત થઇ જશે.