- રેન્જ આઈજીનું વાર્ષિક ઇન્સ્પેક્શન
- દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવા અશોકકુમાર યાદવનું સૂચન
- જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલું સહિતના અધિકારીઓ ક્રાઇમ કોન્ફરન્સમાં રહ્યા હાજર
જામનગરમાં જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે રેન્જ આઈ.જી.અશોકકુમાર યાદવ જિલ્લામાં વાર્ષિક ઇન્સ્પેકશન અંતર્ગત પહોંચ્યા હતા. જામનગર ખાતે આવી પહોંચતા એસ.પી.કચેરી ખાતે જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ, એએસપી પ્રતિભા, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ તેમને આવકાર્યા હતા. ત્યારબાદ એસ.પી. કચેરી ખાતે કોન્ફરન્સ હોલમાં આઈ.જી. અશોકકુમાર યાદવે જામનગર શહેર-જિલ્લાના પોલીસ બેડાના ઉચ્ચાધિકારીઓ સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા અને ચર્ચા કરી હતી. ત્યારબાદ તેઓ લાલપુર એએસપી કચેરી ખાતે પહોંચ્યા હતા અને મુલાકાત લીધી હતી. જામનગર જણાવ્યું હતું કે, ફરી માથું ઉચકી રહેલા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
જામનગરમાં રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવનું વાર્ષિક ઇન્સ્પેક્શન કાર્યક્રમ અંતર્ગત સૌપ્રથમ લાલપુર પોલીસ સ્ટેશન પર નોટ રીડિંગ તેમજ જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે ઓર્ડલી, રૂમ પર્સનલ ઇન્ટરવ્યૂ તેમજ સુરક્ષા સેતુ ગવર્નન્સ કાઉન્સિલ મીટીંગ યોજી હતી. તેમજ જિલ્લા પોલીસ વડા કચેરીના કોન્ફરન્સ રૂમ ખાતે એસપી પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી ગ્રામ્ય શહેર તેમજ શહેર જિલ્લાના તમામ પોલીસ મથકોના થાણા અધિકારીઓ સાથે કોન્ફરન્સ યોજી હતી અને શહેર જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમ જ વાર્ષિક કામગીરીની સમીક્ષા કરી હતી.
જામનગર શહેર જિલ્લાના વાર્ષિક ઇન્સપેક્શન માટે રેન્જ આઇજી જામનગર આવી પહોંચ્યા હતા. એસપી પ્રેમસુખ ડેલૂ, એએસપી પ્રતિભા, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, વિ.કે.પંડ્યા, નયન ગોરડીયાન, પીઆઇ, પીએસઆઇ સાથે એન્યુઅલ ક્રાઇમ કોન્ફ્રન્સ, દબાણ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી અને સતત કરાશે, વ્યાજખોરો સામે વધુ સખત બની ગુનાઓ નોંધી કાર્યવાહી કરાશે, આ ઉપરાંત દરીયાઈ સુરક્ષાને વધુ સર્તક કરાશે, જે માટે અન્ય એજન્સીઓ સાથે સંકલન કરાશે. દરીયાઈ સુરક્ષા વધુ મજબુત કરવા પોલીસ કટીબદ્ધ છે તેવું રેન્જ આઈજી અશોકકુમાર યાદવ દ્વારા જણાવવામાં આવ્યું હતું.