Abtak Media Google News

કૌશિકભાઈ રાઠોડ નામના આસામી દ્વારા ખડકાયેલું કોમર્શિયલ હેતુનું બાંધકામ હટાવાયું

રાજકોટ મહાનગરપાલિકાની દ્રારા આજે પંચનાથ પ્લોટમાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું.ટાઉન પ્લાનિંગ  શાખા દ્રારા ટીપીઓ એમ. ડી. સાગઠીયાના માગ(દશન હેઠળ ગેરકાયદસેર બાંધકામ દૂર કરવામાં  આવ્યા હતાં. સેન્ટ્રલ  ઝોનમાં  વોર્ડ નં.7 માં પંચનાથ પ્લોટ  શેરી નં.6ના ખૂણે કૌશિકભાઈ એમ. રાઠોડ નામના અસામી દ્રારા ફર્સ્ટ તથા સેક્ધડ ફલોરનું વાણીજય હેતનુું ગેરકાયદસેર બાંધકામ કરવામાં આવતા બીપીએમસી એકટ, 1949 હેઠળ કાય(વાહી હાથ ધરી  તા.10/10/2022 ના રોજ કલમ-260(1) હેઠળ નોટીસ ઇઓયુ કરવામાં આવી હતી.તેમ છતાં  બાંધકામ દુર કરવામાં ન આવતાં તા.30/01/2023 ના રોજ કલમ-260(2) હેઠળ બાંધકામ તોડી  પાડવા હુકમ કરવામાં આવ્યો હતો.આજે  બાંધકામ દુર કરવામાં  આવ્યુ છે. આ કામગીરીમાં ટાઉન પ્લાનિક શાખાનો સ્ટાફ , રોશની શાખા,  જગયા રોકાણ શાખા હાજર રહ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.