- ચેકિંગ દરમ્યાન 7 લોકોના ઘરે ગેરકાયદેસર વિજ જોડાણ મળી આવ્યા
- PGVCLની ટીમને સાથે રાખી કાયદેસરની કાર્યવાહી કરતી સીટી પોલીસ
રાજ્ય પોલીસ વડા દ્વારા ગુનેગારોની યાદી તૈયાર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જે અનુસંધાને સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે ધ્રાંગધ્રા શહેરમાં 50 થી વધુ અસામાજીક તત્વોના ઘરે પોલીસે PGVCL ની ટીમને સાથે રાખી ચેકીંગની કામગીરી હાથ ધરી હતી. જેમાં DYSP જે ડી પુરોહિત, PI એમ યુ મશી સહિત પોલીસ અધિકારીઓ દ્વારા સામાજિક તત્વોના ઘરે જઈને ગેરકાયદેસર વિજ જોડાણ ધરાવતા સાત લોકો સામે વિજ જોડાણ કાપી નાખી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ધ્રાંગધ્રા શહેરમાં 50 થી વધુ અસામાજીક તત્વોના ઘરે પોલીસે PGVCL ની ટીમ સાથે રાખી ચેકીંગની કામગીરી હાથ ધરી હતી જેમાં ડીવાયએસપી જે ડી પુરોહિત પીઆઇ એમ યુ મશી સહિત પોલીસ અધિકારીઓ દ્વારા સામાજિક તત્વોના ઘરે જઈને તપાસ કરાતા ગેરકાયદેસર વિજ જોડાણ ધરાવતા સાત લોકો સામે PGVCL ની ટીમ દ્વારા આ તમામના વિજ જોડાણ કાપી નાખી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી..
ગુજરાતમાં અસામાજિક ગુંડાતત્ત્વો પર કડક કાર્યવાહી કરીને તેમના પર અંકુશ મેળવવાના ઉદ્દેશ સાથે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં અને ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાતના પોલીસવડા વિકાસ સહાયે તમામ પોલીસ–કમિશનર, રેન્જ વડા અને પોલીસ અધીક્ષકોની સાથે વિડિયો-કૉન્ફરન્સથી તાકીદની બેઠક યોજી હતી અને સૂચના આપી હતી. વિકાસ સહાયે કહ્યું હતું કે 100 કલાકમાં ગુજરાતમાં જેટલાં પોલીસ-સ્ટેશન છે એમને સૂચના અપાઈ છે કે તેમના વિસ્તારમાં જે અસામાજિક ગુંડાતત્ત્વો છે તેમનું લિસ્ટ તૈયાર કરવામાં આવે. આ લિસ્ટ તૈયાર થયા પછી આ બધા સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટેની રૂપરેખા તૈયાર કરી હતી જેમાં શરીરસંબંધી ગુનાઓમાં સંકળાયેલી વ્યક્તિઓ, ખંડણી ઉઘરાવવાના અને ધાકધમકી આપવાના ગુનાઓમાં સંડોવાયેલા, મિલકત સામેના ગુનાઓ આચરનારા, પ્રોહિબિશન અને જુગારનો ગેરકાયદે ધંધો કરતાં તત્ત્વો, ખનિજચોરી જેવા ગુનાઓમાં સંકળાયેલાં તથા અન્ય અસામાજિક કૃત્યો દ્વારા જનતામાં ભય ફેલાવનારાં તત્ત્વોને આ યાદીમાં સામેલ કરવાનો આદેશ આપ્યો હતા.
જેમાં સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા ડો.ગીરીશ પંડ્યા તથા ડીવાયએસપી જે ડી પુરોહિત સુચના મુજબ ધ્રાંગધ્રા શહેરમાં 50 થી વધુ અસામાજીક તત્વોના ઘરે PGVCL ની ટીમ સાથે રાખી ચેકીંગની કામગીરી હાથ ધરી સંવેદનશીલ વિસ્તારોમાં અસરકારક કામગીરી કરેલ ત્યારે PGVCL ની ટીમ સાથે રહી ગેરકાયદેસર વીજ જોડાણના ચેકીંગની કામગીરી દરમ્યાન ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડીવાયએસપી જે ડી પુરોહિત પીઆઇ એમ યુ મશી સહિત પોલીસ અધિકારીઓ દ્વારા સામાજિક તત્વોના ઘરે જઈને તપાસ કરાતા ગેરકાયદેસર વિજ જોડાણ ધરાવતા સાત લોકો સામે PGVCL ની ટીમ દ્વારા આ તમામના વિજ જોડાણ કાપી નાખી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી..
અહેવાલ: સલીમ ઘાંચી