- ગેરકાયદેસર ગેસ રિફિલિંગના કારણે થયેલ બ્લાસ્ટમાં 50 વર્ષીય આધેડનું કરુણ મો*ત
- બ્લાસ્ટમાં આધેડનું મસ્તક ધડથી થયું અલગ
- સચિન GIDC પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ
સુરતના અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અનેક કારનામાઓ સામે આવ્યા છે. ત્યારે સચિનના ગભેણી ખાતે ગેરકાયદેસર ગેસ રિફિલિંગના કારણે થયેલા બ્લાસ્ટમાં 50 વર્ષીય આધેડનું કરુણ મોત થયું છે. જેમાં ભૂરી યાદવ તેના ઘર નજીક ચા લેવા માટે ગયા હતા પરંતુ રસ્તામાં આવતી દુકાનની અંદર જ મોટા ગેસની બોટલમાંથી નાની બોટલમાં ગેસ રિફિલિંગ કરવાનું કામ ચાલતું હતું અને આ ઘટનામાં અચાનક જ બ્લાસ્ટ થયો હતો. આ દરમિયાન બ્લાસ્ટમાં આધેડનું મસ્તક ધડથી અલગ થયું છે. તેમજ સચિન GIDC પોલીસે ઘટના સ્થળે પહોંચી વૃદ્ધા ભુરી યાદવના મૃ*તદેહને સિવિલ હોસ્પિટલ ખાતે PM અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
અનુસાર માહિતી મુજબ, સુરતમાં અલગ અલગ જગ્યા પર ચાલતા ગેસ રિફિલિંગના ગોરખ ધંધા પર પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવે છે. અલગ અલગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી આ પ્રકારના અનેક કારનામાઓ સામે આવ્યા છે. ત્યારે ગેરકાયદેસર ગેસ રિફિલિંગના કારણે થયેલા બ્લાસ્ટમાં 50 વર્ષીય આધેડનું કરુણ મો/*ત થયું છે. આધેડનું મસ્તક આ બ્લાસ્ટમાં ધડથી અલગ થયું હતું. તેમજ આ ઘટના સચિનના ગભેણી ખાતેની છે.
સચિન વિસ્તારમાં આવેલા ગભેણી ખાતે મૂળ બિહારના ચિત્રકૂટના શિવરામ પૂરના વતની ભૂરી યાદવ નામના 50 વર્ષીય આધેડ તેમની દીકરી હંસુ યાદવ સાથે રહેતા હતા. ભૂરી યાદવ ઘરકામ કરતા હતા અને તેમના દીકરી હંસુ યાદવ સચિનમાં એક કંપનીમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. દીકરીને જમવાનું આપીને માતા ભૂરી પોતાના ઘર નજીક આવેલી દુકાને ચા લેવા માટે ગયા હતા પરંતુ રસ્તામાં આવતી ચાની કીટલી પર દુકાનની અંદર જ મોટા ગેસની બોટલમાંથી નાની બોટલમાં ગેસ રિફિલિંગ કરવાનું કામ ચાલતું હતું અને આ ઘટનામાં અચાનક જ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો ગંભીર હતો કે જેમાં ભુરી યાદવ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમનું મસ્તક ધડથી અલગ થઈ ગયું હતું અને જાણે કોઈ બૉમ્બ બ્લાસ્ટ થયો હોય તે પ્રકારનું માહોલ જોવા મળ્યો હતો.
તો બીજી તરફ આ કરુંણ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને આ ઘટનાની જાણ અંશુ યાદવને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. તો બીજી તરફ સચિન જીઆઇડીસી પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને વૃદ્ધા ભુરી યાદવના મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલ ખાતે PM માટે મોકલવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાને લઈને હાલ સચિન GIDC પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનામાં અંશુ યાદવની માગણી છે કે માતાનું મોત થયું છે અને આ મોત પાછળ જવાબદાર અને બેદરકાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થાય.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય