બાયોડીઝલનો ગેરકાયદે વેપલો: સૌરાષ્ટ્રમાં ફરી આ સ્થળે ઝડપાયો મોટો જથ્થો

ડીઝલ ચોરીના સાધનો,મોબાઇલ મળી કુલ રૂ.૩૫,૮૭,૩૫૯/- મુદામાલ સાથે બેની ધરપકડ

અબતક, સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર એલ.સી.બી. ટીમ દ્વારા અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે ઉપર સાયલા તાલુકા વિસ્તારમાં ખાસ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવેલ, પેટ્રોલીંગ દરમ્યાન એલ.સી.બી. ટીમ દ્વારા ચોકકસ બાતમી હકીકત મેળવી સાયલાથી આશરે બે કીમી લીબડી તરફ નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ રામદેવ સમરાથલ ાઇવે હોટલના ગ્રાઉન્ડમાં રેઇડ કરી આરોપી વિરભાનુ રાયધનભાઇ ડાંગર જાતેઆહીર ઉવ.૩૫ ધંધો.ડ્રાઇવીંગ મુળ રહે. નવા નાગડાવાસ તા.જી.મોરબી હાલ રહે.વાવડી ગામ તા.જી.મોરબી, વાળાએ આરોપી કરમશીભાઇ સાંગાભાઇ સાબડ જાતે રબારી ઉવ ૨૦ ધંધો મજુરી રહે.કરાડી તા.સાયલા વાળા સાથે મળી, પોતાના આર્થિક કાયદા સારૂ ટેન્કરના માલીક સાથે વિશ્વાસધાત કરી પોતાના કબજા ભોગવટા થાળા ટેન્કર રા,ન,જીજે ૧૨-એડબલ્યુ-૫૮૭૪ ના વાલ્વ ખાલી તેમાં પ્લાસ્ટીકની નળી ફીટ કરી તે મારફતે ડીઝલની ચોરી કરી-કરાવી રેઇડ દરમ્યાન ટેન્કરમાંથી કાઢેલ પ્લાસ્ટીકના કેરબા નંગ-ર જેમાં ભરેલ ડીઝલ લીટર-૪૦ તથા ટેન્કરમાં રહેલ ડીઝલ લીટર-૨૩,૯૬૦ મળી કુલ ડીઝલ લીટર-૨૪,૦૦૦/- કી ગ઼ ૨૦,૮૪,૨૫૯/- તથા વાદળી કલરની આશરે ચારેક ફુટ લંબાઇની પ્લાસ્ટીકની પાઇપ લોખંડના પાનામાં ફીટ કરેલ છે તે કિ.રૂ.૧૦૦/- તથા ટેન્કર રજી. નં.જીજે ૧૨-એડબલ્યુ-૫૮૭૪ કી.રૂા ૧૫,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૧ કી.રૂ.૫૦૦૦/- તથા ઇનવોઇસ બીલ કી..૦૦/- મળી કુલ ૧,૩૫,૮૭૩૫૯/- ના મુદામાલ સાથે બંને આરોપીઓને પકડી પાડી તમામ મુદામાલ કબ્જે કરી  વધુ તપાસ હાથ ધરી છે.