બનાવો ક્રિસ્પી ઇમલી બેબી પોટેટો

imli | potato | abtakmedia
imli | potato | abtakmedia

સામગ્રી
500 ગ્રામ નાના બાફેલા બટાટા
ત્રણ ચમચા આમલીનો પલ્પ
બે ચમચા તેલ
એક ચમચો જીરું પાઉડર
એક ચમચો સાકર
એક ચમચો આદું છીણું સમારેલું
ત્રણ ચમચા દહીં
ચાર ચમચા તાજી સમારેલી કોથમીર
બે ચમચા સિંગનો ભૂકો

રીત
સૌ પ્રથમ બાફેલા બટાટાની છાલ કાઢી લો. એક નોન-સ્ટિક પેનમાં તેલ ગરમ કરો. એમાં બટાટાને ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી સાંતળો અને અલગ રાખો. ડ્રેસિંગ બનાવવા માટે એક નોન-સ્ટિક પેનમાં આમલીનો પલ્પ લઈ એમાં પા કપ પાણી ઉમેરીને ઉકાળો. એમાં સાકર, જીરું પાઉડર અને આદું ઉમેરીને બરાબર મિક્સ કરો. એ ઊકળે અને થોડું જાડું થાય એટલે ગેસ પરથી ઉતારી લો.

હવે સાંતળેલા બટાટાને એક બાઉલમાં કાઢો. એના પર તૈયાર કરેલું આમલીનું ડ્રેસિંગ ઉમેરીને હલકા હાથે મિક્સ કરો. ત્યારબાદ એના પર દહીં ઉમેરો. એના પર કોથમીર અને સિંગનો ભૂકો ભભરાવીને સજાવો અને તરત પીરસો.