માલિકી વગરની જગ્યા ઉપર ઈમ્પેકટ ફી વસૂલી નિયમિત કરેલુ બાંધકામ રદ કરવાનો હુકમ

rmc | rajkot
rmc | rajkot

વાણીયાવાડીમાં સરદાર પટેલ ટ્રસ્ટ દ્વારા પ્લોટનો ગેરકાયદે કબ્જો કરી ખડકેલું બાંધકામ મહાપાલિકાએ કરેલુ નિયમિત સામે ગુડાનો ઐતિહાસીક ચૂકાદો

શહેરના વાણીયાવાડી વિસ્તારમાં આવેલા રાજકોટ સર્વે નં.૩૩૭ પૈકીના બિનખેતી પ્લોટ નં. ૧૬ના માલિકી પરેશભાઈ ખૂંટની માલિકીના પ્લોટ પર સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ગેરકાયદેસર કબ્જો કરી બાંધકામ ખડકી દેવામાં આવ્યું હતુ.

અરજદારે આર.ટી.આઈ.ના કાયદા હેઠળ કોર્પોરેશન પાસેથી જમીન સંબંધ વિગતો માંગતા માલીકીના પ્લોટ નં.૧૬ની જમીન ઉપર બાંધકામ કરવા અંગે પટેલ સેવા સમાજ ટ્રસ્ટે કોઈ પરવાનગી વગર કરેલુ અનઅધિકૃત દબાણ દૂર કરવા મ્યુ. કમિશ્નર અને ટાઉન પ્લાનીંગ ઓફીસરને નોટીસ પાઠવેલી

પ્લોટ નં.૧૬ની માલીકીની જમીનમાં અનઅધિકૃત બાંધકામ તેમજ માલીકી વગરના કબ્જા સંબંધ પગલા લેવામાં ન આવતા અરજદાર પરેશ ખૂટે હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરી હતી. મહાપાલીકાએ તેરીતે અરજદારને જાણ ન થાય ગેરકાયદેસર બાંધકામ નિયમીત કરવાના હુકમો કરવામાં આવેલો હતો. મહાપાલીકાના હુકમની કાયદેસરતાનો મુદાને હાઈકોર્ટ સમક્ષ મૂકવામાં આવતા મહાપાલીકાના કોઈ અધિકારીઓએ પોતાના રેકર્ડમાં ગેરકાયદેસરના બાંધકામને નિયમિત કરવા માટે ટ્રસ્ટ તરફથી કોઈ દસ્તાવેજો મૂકયા નહોવાની સ્ફોટક વિગતો બહાર આવી હતી.ટાઉન પ્લાનીંગ શાખાએ પ્લોટ નં.૧૬ના ગેરકાયદેસરના બાંધકામ અંગે કરેલી કાર્યવાહીની હાઈકોર્ટને જાણ કર્યા બાદ પાછળથી રૂ.૪.૭૪ લાખની ઈમ્પેકટ ફી વસુલ કરી પ્લોટ નં.૧૬ ઉપરનું બાંધકામ પરવાનગી વગરનું ન હોવાનું જણાવી ગુડાના કાયદા હેઠળ પેનલ્ટી લઈ બાંધકામ નિયમિત કરવાનો હુકમ કર્યાનું જણાવ્યું હતુ પરંતુ આ પ્લોટ ઉપર માલીકીનો કબ્જો પોતાની પાસે રજૂ થયેલો છે. કે કેમ? તે બાબતે મૌન રહેતા હાઈકોર્ટે અરજદાર પરેશભાઈ ખૂંટને તમામ બાબતો અંગે ગુડાની એપેલેટ ઓથોરીટી સમક્ષ અપીલ કરવાનો નિર્દેશ કર્યો હતો.

હાઈકોર્ટના હુકમના અનુસંધાને પરેશભાઈએ ૨૦૧૫માં ગુડામાં અપીલ કરી હતી. ચાર મહિનામાં અપીલને હાથ ઉપર ન લેવાતા એડવોકેટ પ્રતિકભાઈ જસાણી તરફથી હાઈકોર્ટમાં ક્ધટેમના પ્રોસીડીંગ કરવામાં આવતા ગુડાના એપેલેટ અધિકારીએ તા.૪.૩.૧૭ હુકમથી અપીલની સુનવણી કરી મહાપાલીકાના અધિકારીઓએ કાયદાન તમામ નીતિ નિયમોને નેવે મૂકી અનઅધિકૃત રીતે કરાયેલા બાંધકામને નિયમિત કરવાના હુકમને રદ કર્યો હતો.

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના એપેલેટ અધિકારી અને વહીવટી સંચાલ મિલિન્દ તોરવણે ચૂકાદામાં સ્પષ્ટ જ ણાવ્યું કે, મહાપાલીકાએ પ્લોટ નં.૧૬ પરેશભાઈના પૂર્વજેએ સમાજને સોપી હોવાનો દાવે છે પરંતુ ટ્રસ્ટે આ સંબંધના કબજાના આધારે કે માલીકીન કેઈ આધારો રજૂ કર્યા નથી ગેરકાયદેસરનાં બાંધકામને નિયમિત કરવા ખૂલ્લી જગ્યામાં પરવાનગી વગર બાંધકામ ખડકી દીધું છે. તેને નિયમિત કરી આપવાની કાયદામાં કોઈ જોગવાઈ ન હોવાથી મહાપાલીકાએ આપેલ મંજૂરીને રદ કરવા હુકમ કર્યો છે.

ગુડાએ પોતાના ચૂકાદામાં જણાવ્યુંં કે, પ્લોટ નં.૧૬ તથા ૧૭ ઉપર કરવામાં આવેલુ વાડીનું બાંધકામમાં વાદીના પ્લોટ નં.૧૬ને પણ આવરી લેતુ હોય ઉભી કરાયેલી મિલ્કત નિયમબધ્ધ થવાયોગ્ય નથી એટલે કે સરદાર પટેલ જેવા રજીસ્ટર્ડ ટ્રસ્ટના મોભીઓએ માલીકી વગરની જગ્યા ઉપર રાજકીય દબાણ અને અધિકારીઓને ગેરલાભ ઉઠાવી નિયમિતતાનો હુકમ કાયદેસરનો ન હોય રદ કરવામાં આવે છે. ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા બાબતના અધિનિયમ ૨૦૧૧ની કલમ ૧૨ની પેટા કલમ (૪)ની જોગવાઈ મુજબ અપીલીય અધિકારીનો નિર્ણય આખરી હોવાનુંઅને કાયદાની કોઈ પણ કોર્ટમાં વાંધા ઉઠાવી શકાશે નહી તેવા પણ આદેશ એપેલેટ અધિકારી મીલીન્દ તોરવણે કર્યા છે.