Abtak Media Google News

એક તરફ કોરોના તો બીજી તરફ તૌકતે…. વાયરસ અને વાવાઝોડાની આ બંને આફતોએ તંત્રને એક્શન મોડમાં લાવી દીધું છે. ગુજરાત સહિત પશ્ચિમ ઘાટના રાજ્યો પર મંડરાઈ રહેલા તૌકતે વાવાઝોડાંને કારણે મોટી હાનિની સ્થિતિ ઊભી થઈ છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં તંત્ર દ્વારા બચાવકાર્ય તેમજ રાહત કામગીરી માટેની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. વાવાઝોડાએ વેક્સિનેશન પર પણ અસર પાડી છે. જેના પગલે રાજયભરમાં આગામી બે દિવસ કોઈને પણ રસી આપવામાં આવશે નહીં. વેક્સિનેશન ઝુંબેશ સોમવાર અને મંગળવારે એમ બે દિવસ સંપૂર્ણપણે બંધ રાખવાની રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર ખાતે કોરોના પરિસ્થિતિનો તાગ મેળવવાની સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ જાહેરાત કરી છે.

Coronavirus: Gujarat Government Not In Favour Of Lockdown: Chief Minister  Vijay Rupani

કોરોના વાયરસના બદલતા કલર અને તેના સંક્રમણથી બચવા હાલ રસી જ એકમાત્ર રામબાણ ઇલાજ સમાન ગણાઇ રહી છે. કોરોનાની વૈશ્વિક મહામારી માંથી મુક્ત થવા ભારત સહિત વિશ્વના મોટાભાગના દેશોમાં રસીકરણ ઝુંબેશ જોરશોરમાં શરૂ થઈ ગઈ છે. તાજેતરમાં ૧૮ વર્ષ થી ૪૫ વર્ષ સુધીના પુખ્ત વયના લોકોને પણ રસી આપવાનું શરૂ થઈ ગયું છે. પરંતુ હાલ એક તરફ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે તો એમાં પણ વાવાઝોડાની આગાહીને પગલે કોરોના વિરુદ્ધની રસી આપવાનો કાર્યક્રમ બે દિવસ બંધ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.