Abtak Media Google News

રાજકોટના સાંસદ કુંડારીયાની ખાણ ખનીજ મંત્રીને રજૂઆત

રાજસ્થાનના જીયોલોજી અને ખાણ વિભાગના બન્ને જાહેરનામા ગેર બંધારણીય હોવાનું રાજસ્થાન હાઇકોર્ટે જણાવ્યું છે ત્યારે રાજસ્થાન હાઇકોર્ટના આદેશનો તત્કાલ અમલ કરાવવા રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાએ ખાણ ખનીજ મંત્રી પ્રહલાદ જોશી સમક્ષ રજુઆત કરી છે.

સાંસદ મોહનભાઇ કુંડારીયાએ ખાણ ખનીજ મંત્રી પ્રહલાદ જોશીને પત્ર પાઠવી જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે પોતાને મળેલી તપાસ સત્તાના આધારે રાજસ્થાન હાઇકોર્ટે રાજસ્થાન સરકારના બે જાહેરનામાને રદ કર્યા છે તેનો અમલ કરાવવો જોઇએ.

રાજસ્થાન સરકારે ફેલ્સપાર લમ્પ્સ, ચીપ્સ અને ગીટીને ત્રણ વર્ષ સુધી રાજસ્થાન રાજયની બહાર લઇ જવા પર પ્રતિબંધ મુકયો છે. અને આ અંગે જાહેરનામા બહાર પાડયા હતા. આ અંગે મોરબી સિરામિક મિનરલ એસોસિએશન (ફૈલ્ફાપાર ગ્રુપ)ના પ્રમુખે રાજસ્થાન હાઇકોર્ટમાં દાદ માગી રાજસ્થાન સરકારના આ મિનરલ ત્રણ વર્ષ સુધી રાજય બહાર લઇ જવાના પ્રતિબંધને રદ કરવા માંગ કરી હતી. આ પ્રતિબંધ કુદરતી ન્યાયના સિઘ્ધાંતો વિઘ્ધનો અને મુકત વ્યાપારના ભંગ સમાન હોવાનું જણાવી આ પ્રતિબંધ રદ કરવા માંગણી કરવામાં આવી હતી.

રાજસ્થાન હાઇકોર્ટના જસ્ટીસ જે. સંગીત લોઢા  તથા જે. વિનિત કે. માથુરની ડિવિઝન બેંચે તા. ૧૬-૪-૨૦૨૦ના રોજ ચૂકાદો આપી રાજસ્થાન સરકારના બન્ને જાહેરનામા ગેરકાયદે ઠરાવ્યા હતા.

રાજસ્થાન હાઇકોર્ટના ચૂકાદા બાદ તેનો અમલ કરાવવા મોરબી પંથકના સિરામીક ઉઘોગમાંથી માંગ ઉઠી છે. રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાએ કેન્દ્રીય ખાણ ખનીજ મંત્રી પ્રહલાદ જોશીને પત્ર પાઠવી  રાજસ્થાનથી ફેલ્સપાર લમ્પ્સ, ગ્રેન ચીટર તથા ગીટીનું મુકત પરિવહન થઇ શકે તે માટે ઓનલાઇન રોયલ્ટી પાસ જનરેટ કરવા તથા ટ્રાન્ઝીસ્ટ પાસ બનાવવાના પરવાનગી આપી રાજયસ્થાન હાઇકોર્ટના આદેશનો અમલ કરાવવા રજુઆત કરી છે.

અત્રેએ યાદ આપી કે મોરબીનો સિરામીક ઉઘોગ રાજસ્થાન સરકારના મુકત વ્યાપારના ત્રણ વર્ષના પ્રતિબંધ, રાસ્થાન સરકારથી હેરાન થઇ રહ્યો છે અને હાલમાં કોરોના વાયરલથી પરેશાન થઇ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.