Abtak Media Google News

પ્રાચીનકાળથી જ હિન્દુ ધર્મમાં કંકુ કે સિંદૂર અને હળદરને પવિત્ર ગણવામાં આવે છે. લગ્નથી લઈ પૂજા સુધી આ તમામ વસ્તુઓનો ઉપયોગ શુભ પ્રસંગે અને શુભ દિવસે કરવામાં આવે છે. આવો જાણીએ કે હિન્દુ ધર્મમાં કુમકુમ અને હળદરનું શું મહત્વ છે ?

કંકુ કે સિંદૂર એવો પદાર્થ છે કે જેને હિન્દુ પરિણીત સ્ત્રીથી જુદો નથી કરી શકાતો. પ્રાચીનકાળથી જ પરિણીત સ્ત્રી પોતાનાં માથે બિંદી કે કંકુ લગાવી રહી છે અને કુમકુમને બનાવવામાટે મુખ્યત્વે હળદર તથા પ્રાકૃતિક કપૂરની આવશ્યકતા હોય છે.

જ્યારે હળદરની વાત આવે છે, તો હિન્દુ ધર્મમાં આ એક અન્ય મહત્વનો પદાર્થ છે કે જેની જરૂરિયાત હિન્દુ ધર્મની ધાર્મિક રસમો થાય છે, અહીં સુધી કે હળદરનો ઉપયોગ ગણએશ પૂજન માટે ભગવાન ગણેશની મૂર્તિ બનાવવા માટે પણ કરવામાં આવે છે. હળદરનાં અન્ય ઘણા મહત્વો પણ છે; જેમ કે આરોગ્ય માટે તે ખૂબ લાભકારક છે. હળદર નો ઉપયોગ આરોગ્ય સમસ્યાઓની સારવારમાટે પણ કરવામાં આવે છે.

  • કંકુ પરિણીત હિન્દુ સ્ત્રી હોવાની નિશાની :

પ્રાચીનકાળથી જ પરિણીત સ્ત્રી પોતાનાં માથે કંકુ બિંદીની જેમ લગાવે છે અને વાળમાં વચલી માંગમાં સિંદૂર લગાવે છે. સિંદૂર લગાવવાનો તાત્પર્ય પતિના લાંબા આયુષ્ય તેમજ સફળતાની કામના કરવાનો છે.

  • હળદર શુદ્ધતાનું પ્રતીક છે :

આપે સમાન્ય રીતે જોયું હશે કે હિન્દુ લગ્નોમાં હળદરની રસમ હોય છે. તેમાં દુલ્હનને હળદરની લગાવવામાં આવે છે. આ રસમનો ઉદ્દેશ દુલ્હનને તમામ પાપોમાંથી મુક્ત કરવો તથા લગ્નની તમામ રસમો માટે તૈયાર કરવો હોયછે.

  • સ્ત્રી શક્તીનું પ્રતીક છે :

વિદ્વાનોનાં જણાવ્યા મુજબ લાલ રંગ શક્તિ અને ઊર્જાનું પ્રતીક છે અને તે દેવી પાર્વતી કે સતીની શક્તિનું પ્રતીક છે કે જેઓ શક્તિનાં પ્રતીક છે. પૌરાણિક હિન્દુ કથાઓ મુજબસતી એક આદર્શ પત્ની હતાં, કારણ કે તેમણે પોતાનું જીવન પોતાનાં પતિ પ્રત્યે સમર્પિત કરી દીધુ હતું. દરેક સ્ત્રીએ તેનું અનુસરણ કરવું જોઇએ અને તેથી પોતાના પતિ પ્રત્યે શ્રદ્ધા દર્શાવવા માટે માથે કંકુ લગાવવું જોઇએ.

  • હળદર અનેક વસ્તુઓનું પ્રતીક છે :

સામાન્ય ધારણા મુજબ સૂર્ય હળદર સૂર્ય સારા ભાગ્ય અને પ્રજનન ક્ષમતાનું પ્રતીક છે. વ્યક્તિનાં આત્મ ગૌરવ તથા સમ્પૂર્ણ સમૃદ્ધિનું પણ પ્રતીક છે. એ જ કારણ છે કે દરેક પવિત્ર પ્રસંગે કાયમ હળદરનો ઉપયોગ કરવામાં આવે છે.

  • કંકુનું જ્યોતિષીય મહત્વ :

હિન્દુ જ્યોતિષીય વિશ્વાસ મુજબ કંકુ સૌભાગ્ય તથા સારા ભાગ્યનું પ્રતીક છે. વાસ્તવમાં એવું માનવામાં આવે છે કે માથું મેષ રાશિનું સ્થાન છે અને મંગળ મેષ રાશિનો રાશિ સ્વામી છે. જો પરિણીત મહિલાઓ માથે કંકુ લગાવે છે, તો તેમનો ભાગ્ય સારો રહે છે.

  • હળદરનાં રંગનું મહત્વ :

હળદર નારંગી અને પીળા રંગમાં મળે છે. આપને એ જાણીને આશ્ચર્ય થશે કે આ રંગોનું પણ ખાસ મહત્વ છે. એક તરફ પીળો રંગ શુદ્ધતા અને કામુકતાનું પ્રતીક છે, તો બીજી બાજુ નારંગી રંગ સૂર્ય, સાહસ અને બલિદાનનું પ્રતીક છે.

  • કંકુ નું પૌરાણિક મહત્વ :

કંકુ હળદર અને લેડથી મળીને બનેલું હોય છે. પ્રાચીનકાળથી જ એવું માનવામાં આવે છે કે કંકુ સેક્સની ઇચ્છાને જાગૃત કરે છે. આ જ કારણ છે કે પરિણીત મહિલાઓ જ કંકુ લગાવે છે અને કુંવારી કે વિધવા મહિલાઓએ કંકુ લગાવતા નથી.

  • આપનાં આરોગ્ય માટે હળદરનું મહત્વ :

ગરમ દૂધમાં હળદર મેળવી પીવાથી આપ આરામ અનુભવો છો. માત્ર એટલુ જ નહીં, પણ હળદરયુક્ત દૂધ એસિડિટી તેમજ શરીરનાં અન્ય દર્દો પણ દૂર કરે છે. ત્વચા પર હળદર લગાવવાથી ત્વચા પર ચમક આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.