રાષ્ટ્ર ધ્વજનુ મહત્વ અને તેમા રહેલા કલરના મહત્વ વિષે જાણો

nationflag | indian | abtakmedia
nationflag | indian | abtakmedia

દરેકદેશને પોતપોતાના રાષ્ટ્ર ધ્વજ હોયછે.દરેક દેશવાસીઓ તેમના ધ્વજ પ્રત્યે આદરભાવ હોયછે.દરેક દેશનો રાષ્ટ્ર ધ્વજ એ દેશ આઝાદ છે તેનો સંદેશો પાઠવે છે. આપણાં દેશનો રાષ્ટ્ર ધ્વજ તિરંગો એ આપણા દેશના ગૌરવની નિશાની છે. રાષ્ટ્રધ્વજની સાઇઝ ત્રણ જેમ બેની છે. રાષ્ટ્ર ધ્વજમા સૌથી ઉપર કેસરીયો, વચ્ચે સફેદ અને સૌથી નીચે લીલો કલર છે.સફેદ પટ્ટામાં વાદળી કલરનું અશોક ચક્ર છે અને અશોકચક્ર સમ્રાટ અશોકના શીલા લેખનું પ્રતીક છે. રાષ્ટ્રધ્વજનો કેસરીયો કલર દેશની તાકાતનું પ્રતીક છે, જ્યારે સફેદ કલર દેશની શાંતિનું પ્રતીક છે, અને લીલો કલર દેશની પ્રગતિનું પ્રતીક છે.

રાષ્ટ્ર ધ્વજની ડિઝાઇનનો આઇડિયા  શ્રી પિંહલી વેંકૈયાનંદનો હતો, આ આઇડિયાને તેમની ઓરિજિનલ ડિઝાઇન સહિત ભારતીય પાર્લામેન્ટરી સેશને ૨૨ જુલાઇ ૧૯૪૭માં અપનાવ્યો હતો. દેશના રાષ્ટ્ર ધ્વજની એક ગરીમા હોય છે, આ ધ્વજનો ઉપયોગ મન ફાવે તેમ ન કરી શકાય. ઘરમાં તમે તિરંગાની ડિઝાઇનના પડદા ન લગાવી શકો, એવી ડિઝાઈનના વસ્ત્રો ન પહેરી શકો આવુ કરોતો ગંભીર ગુનો બને છે.રાષ્ટ્ર ધ્વજને ક્યારેય જમીન ઉપર અડકવા દેવામાં નથી આવતો, તેને પાણી ન અડવું જોઇએ, જો એમ કરતાં પકડાવ તો સજાપાત્ર ગુનો બનેે છો. ટ્રેઇન, વહાણ કે એરોપ્લેન જેવા કોઈપણ વાહનમાં ઉપર કે આજુ-બાજુમાં ધ્વજ ફરકાવી ન શકાય. તે પણ અપરાધ છે.

કોઇ પાર્ટી કે પ્રસંગમાં તમે કેસરી, સફેદ કે લીલા કલરની સિક્વન્સમાં ફૂલની સજાવટ કરો તો સજાપાત્ર ગુનો બની જશે.