Abtak Media Google News

ફાઈનાન્સ બિલ પસાર થતા કરવેરાની દરખાસ્તો કાયદો બની

લોકસભામાં ફાઈનાન્સ બિલ પસાર કરાયું તે મુજબ ૧ એપ્રિલથી આવકવેરામાં ૧૦ અગત્યના ફેરફારો થશે. ચાલો જાણીએ કયા કયા છે આ ૧૦ ફેરફારો.

૧. ૨.૫૦ લાખથી ૫ લાખ સુધીની વાર્ષિક આવક પર ટેકસનો દર ૧૦% થી ઘટાડીને ૫% કરાશે. જેમની આવક ૧ કરોડથી વધુ છે. તેઓ ૧૪૮૦૬ ની કર બચત કરી શકશે.

૨. જેની આવક ૫૦ લાખ સુધીની છે. તેવા કરદાતાઓ માટે વાર્ષિક ટેકસ રિબેટ ૫૦૦૦થી ઘટાડીને ૨૫૦૦ કરાયું છે. ટેકસ રેટ અને ટેકસ રિબેટની સંયુકત અસરને લીધે જેની કરપાત્ર આવક ૫૦ લાખ છે. તેમણે ૨૫૭૫ ટેકસ ભરવાનો રહેશે.

૩. જેની આવક ૫૦ લાખથી ૧ કરોડ વચ્ચે છે તેના પર ૧૦% સરચાર્જ વસુલાશે. જેની આવક ૧ કરોડથી વધારે છે. તેમના પર સરચાર્જ ૧૫% લદાશે.

૪. સ્થાયી મિલકતો જે લોંગ ટર્મ માટે ગણતરીમાં લેવાય છે તેનો હોલ્ડીંગ પીરીયડ ૩ વર્ષથી ઘટાડીને ૨ વર્ષનો કરાયો છે.

૫. લાંબાગાળાનો કેપિટલ ગેઈન ટેકસ ઓછો વસૂલ થાય છે. ખર્ચની ગણતરી માટે બેઝ વર્ષ ૧/૪/૦૧ કરવામાં આવ્યું છે.

૬. નોટિફાઈડ રિડીએબલ બોનસમાં કેપિટલ ગેઈન્સના ફરી રોકાણથી કરમાફીના લાભ મળવાપાત્ર રહેશે.

૭. જેમની કરપાત્ર આવક ૫ લાખથી વધુ છે તેવા વેપારી આવક સિવાય વ્યકિતગત કરદાતાઓ માટે સરળ ૧ પાનાનું ટેકસ રીટર્ન ફોર્મ દાખલ કરશે. આ કેટેગરીનો પ્રથમવાર લાભ લેનારા તેમના રીટર્નની સ્કૂટિની કરાશે નહીં.

૮. વર્ષ ૨૦૧૭-૧૮ માટે ટેકસ રીટર્ન ભરવામાં વિલંબ થયે. ૩૧-૧૨-૨૦૧૮ સુધીમાં ભરવામાં આવે તો ૫૦૦૦નો દંડ અને તે પછી મોડેથી રીટર્ન ભરનારને ૧૦,૦૦૦નો દંડ કરાશે.

૯. રાજીવ ગાંધી ઈકિવટી સેવિંગ સ્કીમ હેઠળ લિસ્ટેડ ઈકિવટી શેરોમાં પહેલીવાર રોકાણ કરનારાઓને મળતા ટેકસ ડિસ્કાઉન્ટનું ૨૦૧૭-૧૮થી રદ કરાયા છે. આ પહેલાના કલેઈમ મંજુર રખાશે.

૧૦. ટેકસ રીટર્નની રીવીઝનનો સમયગાળો ૨ વર્ષથી ઘટાડી ૧ વર્ષ કરાયો છે. જે નાણાકીય વર્ષનો એન્ડ અથવા આકારણી વર્ષ મુજબ લાગુ પડશે.

 બ્લેકમની પર ૩૧ માર્ચ પછી ૧૩૭.૨૫% ટેકસ વસુલાશે

બ્લેકમની પર ફરી ત્રાટકવા માટે કાઉન્ટડાઉન શ‚ થઈ ગયું છે. બ્લેકમની પર ૩૧ માર્ચ પછી ૧૩૭.૨૫ ટકા ટેકસ વસુલવામાં આવશે. આ આઈ.ટી.એ કરદાતાઓને ચેતવણી આપી છે. નવી જોગવાઈ મુજબ દોષિતોને ૭ વર્ષ માટે કેદની સજા સહિત દંડ પણ વસૂલ કરવામાં આવશે. આ સિવાય ટેકસ વસુલાત અને દંડની જુદી જુદી જોગવાઈ કરવામાં આવી છે.

૩૧ માર્ચ પહેલા ટેકસ નહીં ભરનારા સામે બેનામી વ્યવહારો અંગેના નવા કાયદા હેઠળ કામ ચલાવવામાં આવશે.

આઈ.ટી.દ્વારા બ્લેકમની ધરાવતા લોકો પર ત્રાટકવાનું કાઉન્ટ ડાઉન શ‚ થઈ ગયું છે. કેમ કે બેંકમાં બેનામી પૈસા જમા કરાવ્યા છે. તેવા લોકોની આઈ.ટી.પાસે યાદી છે. જો તેઓ ૩૧ માર્ચ સુધીમાં બ્લેકમની સામેથી જાહેર નહી કરે તો તેમણે આઈટી દ્વારા ઝડપાયેલા બ્લેકમની પર ૧૩૭.૨૫ ટકા ટેકસ ભરવો પડશે. આઈ.ટી.એ બ્લેકમની ધરાવતા ધનાઢયોને ચેતવણી આપી છે કે અમારી પાસે ડેટા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.