- 1500 ડોકટરો કોન્ફરન્સમાં ઓફ લાઇન – ઓનલાઇન જોડાયા: આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિત
- છેલ્લા દસ વર્ષમાં આયુર્વેદિક ઉત્પાદનોનું ટર્નઓવર 2.85 બિલિયન ડોલરથી વધીને 24 બિલિયન ડોલર થયું : આયુષ મંત્રાલયના સચિવ રાજેશ કોટેચા
ગુજરાત આયુર્વેદિક બોર્ડના પ્રેસિડેન્ટ ડોક્ટર સંજય જીવરાજાની તથા તેમની ટીમ દ્વારા વંદે આયુ કોણ 2025 નું આયોજન અમદાવાદના હયાત રેજન્સી ખાતે યોજવામાં આવ્યો હતો ત્યારે ગુજરાત ભરમાંથી આયુર્વેદિક ડોક્ટરો કાર્યક્રમમાં જોડાયા હતા અને સેમિનારમાં ભાગ લીધો હતો ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ આ પ્રસંગે ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા સાથે જ ભારત સરકાર ના આયુષ મંત્રાલય ના સેક્રેટરી રાજેશ કોટેચા વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને ડોક્ટરો ને માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક યુનાની સિસ્ટમ ઓફ મેડિસિન ગુજરાત સ્ટેટ દ્વારા દરેક ડોક્ટરો એક પ્લેટફોર્મ ઉપર મળી રહે અને લોકોને સારી સુવિધા મળી રહે તે હેતુથી રજીસ્ટર ડોક્ટરો માટે એપ્લિકેશન પણ બનાવવામાં આવી હતી . જેને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હાથે શુભારંભ કરાયો હતો. ત્યારે ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર મુકુલ પટેલ, આયુષ ગુજરાતના ડાયરેક્ટર જયેશ પરમાર ,અગ્રણી ધર્મેન્દ્ર ગજ્જર ,અતુલ પંડયા , ડોક્ટર સીરીસ ભટ્ટ , બાન લેબના ચેરમેન મૌલેશ ઉકાણી સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત આયુર્વેદ બોર્ડ દ્વારા સર્વ પ્રથમ વખત ડિજિટલ દ્વારા ક્લિનિક ઓપીડી , આઈ પી ડી દ્વારા સોફ્ટવેર 500 જેટલા ડોક્ટરોને નિશુલ્ક
આપવામાં આવ્યું હતું સાથે જ ગુજરાત તેમજ ભારત ભરના શ્રેષ્ઠ વેદો નું સન્માન કાર્યક્રમ પણ યોજાયો હતો જેમાં દેશ તથા ગુજરાત રાજ્યના સન્માનિત વૈદરાજો ડોક્ટર ડાયાભાઈ પટેલ, ડોક્ટર કનુભાઈ માવાણી, ડોક્ટર એસ એન ગુપ્તા , પદ્મશ્રી ડોક્ટર પાંચાભાઇ દમણીયા , વિશ્વપ્રસિદ્ધ ડોક્ટર પ્રેરકભાઈ શાહ ,
ડોક્ટર કનુભાઈ પટેલ , ડોક્ટર હરીનાથ ઝા , જ્યુરી વેદ વંદના દામાણી , વેદ રાજેશ ઠક્કર , ડોક્ટર વિપુલ મોદી , ડોક્ટર પ્રતીક્ષા દેસાઈ , ડોક્ટર કિરણ પંડિત , ડોક્ટર હિતેશ જાની , ડોક્ટર સિદ્ધિ લિંગેશ એમ કુદ્રી (ગઈઈંજખ) ને સર્વશ્રેષ્ઠ વૈધરાજ તરીકે એવોર્ડ ઋષિકેશ પટેલ તથા રાજેશભાઈ કોટેચા ના હસ્તે એનાયત કરાયો હતો. સાથે જ ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ ક્લિનિક ને બેસ્ટ ક્લિનિક એવોર્ડ એનાયત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તથા ડોક્ટર રાજેશ કોટેચા ના હસ્તે ડોક્ટર પ્રશાંત ગણાત્રા , ડોક્ટર રજનીકાંત પટેલ , ડોક્ટર પ્રતીક કણસાગરા , ડોક્ટર મેહુલ બારાઈ , ડોક્ટર નયન ઠક્કર , ડોક્ટર પુજા શાહ , ડોક્ટર રીન્કુ પટેલ , ડોક્ટર ધર્મેન્દ્ર ધોરયાણી , ડોક્ટર સુનિલ સુથાર , ડોક્ટર પરાશર અખાણી , ડોક્ટર લીમેશ ખત્રી ને શ્રેષ્ઠ ક્લિનિક એવોર્ડ એનાયત કરાયો હતો. સાથે જ ગામડા તાલુકા જિલ્લા લેવલે કામ કરતા 27,000 જેટલા ડોક્ટરોના મહત્તમ પ્રશ્નોનું સમાધાન સીએમઈ કોન્ફરન્સમાં પેનલ ડિસ્કશન મારફત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારે ગુજરાત આયુર્વેદ બોર્ડ વતી બોર્ડના પ્રમુખ ડોક્ટર સંજય જીવરાજાની દ્વારા સર્વેનો તથા દરેક મીડિયા મિત્રોનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બોર્ડ પ્રેસિડેન્ટ ડોક્ટર સંજય જીવરાજાની તથા ડોક્ટર પ્રજ્ઞા મહેતા , ડોક્ટર ધૃતિ ભટ્ટ , ડોક્ટર ગિરીશ પટેલ , ડોક્ટર ગિરીશ કટેરીયા , ડોક્ટર કરિશ્મા નરવાણી , ડોક્ટર જીગ્નેશ પટેલ , ડોક્ટર આશિષ ત્રિવેદી , ડોક્ટર ડી જી જોશી , ડોક્ટર કિરીટ પટેલ , ડોક્ટર હસમુખ પટેલ , ડોક્ટર હરપાલસિંહ પરમાર સહિતની ટીમ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બે મહિનાથી સતત મહેનત કરી હતી જેને લઈને પ્રેસિડેન્ટ સંજય જીવરાજાની ટીમનો પણ આભાર માન્યો હતો.ત્યારે આયોજનના સ્પોન્સર તરીકે બાન લેબ , હિમાલયા વેલનેસ , તથા વાસુ હેલ્થ કેર તથા સોફ્ટવેર માટે વિઝન ઈમ્પોર્ટેડ નું માર્ગદર્શન તેમજ મીડિયા પાર્ટનર તરીકે અબતક મીડિયા સહયોગી તરીકે જોડાયા હતા. કાર્યક્રમના સ્પીકર તરીકે વેદ રાજલ શુક્લા , વેદ ત્રીસલા રાઓ , વેદ નિશિતા અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા.
આરોગ્ય પધ્ધતી વિશ્ર્વભરમાં પ્રસરવી જોઈએ: આરોગ્ય મંત્રી
વૈદરાજ હજારો વર્ષો પહેલા લોકોની સારવાર આયુર્વેદિક પદ્ધતિથી કરતા અને રાજા ની પણ સારવાર કરતા આયુર્વેદ એ હજારો વર્ષોથી ચાલતું આવ્યું છે ત્યારે એલોપેથી નો ઇતિહાસ ટૂંકો છે. ત્યારે આપણને વૈધરાજ તરીકે સન્માન મળે છે તે ગર્વની વાત છે આયુર્વેદ પદ્ધતિથી સારવાર સમગ્ર વિશ્વભરમાં પ્રસરે તે જરૂરી છે તેમ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જણાવ્યું હતું.
પ્રસિદ્ધ વૈદરાજ સુરત ગુજરાતના ડોક્ટર કનુભાઈ માવાણીને આયુર્વેદ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે એનાયત કરાયો.
રાજકોટના વરિષ્ઠ વૈદરાજ ડાયાભાઈ પટેલને આયુર્વેદ લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે એનાયત કરાયો.
આયુર્વેદ ક્ષેત્રે ફરી ભારતનો સુવર્ણયુગ: પ્રેસિડેન્ટ ડો.સંજય જીવરાજાની
ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક અને યુનાની સિસ્ટમ ઓફ મેડિસિન ગુજરાત રાજ્યના બોર્ડ પ્રેસિડેન્ટ સંજય જીવરાજાની એ અબ તક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે 27000 ડોક્ટરો માટે આયુર્વેદ મહાપર્વ મહા સંમેલન વંદે આયુ કોણ 2025 નું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તથા વિશેષ અતિથિ તરીકે ભારત સરકારના આયુષના સેક્રેટરી પદ્મશ્રી ડોક્ટર રાજેશ કોટેચા ઉપસ્થિત રહીને ડોક્ટરોને માર્ગદર્શન આપ્યો હતું. ગુજરાત રાજ્ય બોર્ડમાં ઇતિહાસમાં પ્રથમ વખત પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં 500 જેટલા ડોક્ટરો અહીં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે 1,000 થી વધુ ડોક્ટરો ઓનલાઈન પાર્ટિસિપેટ કર્યું હતું. તેમજ 27,000 ડોક્ટરો દ્વારા આ કોન્ફરન્સનો લાભ મેળયો હતો. કાર્યક્રમનું મુખ્ય હેતુ ગુજરાત સહિત ભારતભરમાં આયુર્વેદનું પ્રચાર પ્રસાર અને વિકાસ થાય તે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો 2014 થી એઈમ છે અને આયુષ મંત્રાલય ની ફાળવણી બાદ ભારતનો આયુર્વેદ ક્ષેત્રે ફરી એક વખત સુવર્ણયુગ શરૂ થયો છે ત્યારે વિશ્વભરમાં આયુર્વેદ પહોંચે અને લોકો ભારતીય ચિકિત્સા પદ્ધતિનો ઉપયોગ કરે સાથે આજના કાર્યક્રમમાં આયુર્વેદ બોર્ડ અને સહયોગ દ્વારા સર્વ પ્રથમ વખત ડિજિટલ દ્વારા ક્લિનિક ઓપીડી આઇપીડી સોફ્ટવેર 500 ડોક્ટરોને નિશુલ્ક આપવામાં આવ્યું હતું સાથે જ ગુજરાત ભરમાં અત્યાર સુધીના શ્રેષ્ઠ વેદો છે તેમનું સન્માન કાર્યક્રમ પણ યોજાયો હતો સાથે જ લેક્ચર સાંભળીને અમારા 27,000 ડોક્ટરોને ઓનલાઈન તથા ઓફલાઈન રેસ્ટોર દ્વારા અનેક પ્રકારની માહિતી મળી રહે તે તુથી યોજાયો હતો. સરકારનો ટીબી નાબૂદી અભિયાન માં આયુર્વેદિક ડોક્ટરોનો ખૂબ જ સહયોગ રહ્યો છે તે જ રીતે કેન્સર નાબૂદી અભિયાનમાં પણ આયુર્વેદિક ડોક્ટરો નો સહકાર મળશે અને સંકલનથી કામ કરીશું તેવું વચન બધ્ધ રહીશું.
ક્લિનિકલ બ્લીસમેન્ટ એક્ટ અને રજીસ્ટ્રેશન બોર્ડનો એક્ટ માટેનું મહત્વનું : વીસી ડો. મુકુલ પટેલ
આયુર્વેદિક યુનિવર્સિટી જામનગર ના વાઈસ ચાન્સલર ડોક્ટર મુકુલ પટેલ એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર 32 કોલેજ સાથે સંકળાયેલું છે ત્યારે ગુજરાતની અંદર આયુર્વેદનું મહત્વ દિવસે અને દિવસે વધતું જાય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા યોગ અને આયુર્વેદ બાબતે પહેલ કરી ત્યારે આ અનુસંધાને આખા ભારત દેશમાં ક્રાંતિ આવી છે. દેશનું આયુર્વેદનું સાયન્સ 5000 વર્ષ જૂનું છે આ ધરતી મથી નીકળેલું સાયન્સ છે જે ક્યારેય મીટશે નહીં. કોરોના કાળમાં પણ લોકોને સુરક્ષિત રાખવા માટેનું સૌથી મહત્વનો ફાળો આયુર્વેદિક નિભાવ્યો છે. જે દર્દીઓ આયુર્વેદના સહારે આયુર્વેદની ચિકિત્સાથે સારવાર લીધી છે તેમાં તેમનો મૃત્યુ આંક ઘણો ઓછો રહે છે. ત્યારે આજના કાર્યક્રમ ક્લિનિકલ એક્સ્ટા બ્લીસમેન્ટ એક્ટ અને રજીસ્ટ્રેશન બોર્ડ નો એક્ટ માટેનું મહત્વનું રહ્યું. કોઈપણ એક્ટ ઘડાય છે ત્યારે કાયદાકીય સમીક્ષા પામે છે વધુમાં ડોક્ટર તેમજ લોકોમાં આ બોર્ડ અને આયુર્વેદ નું નોલેજ વધે તે તુથી કાર્યક્રમ યોજાયો છે.
રજીસ્ટ્રેશન કરેલા ડોક્ટર જ ગુજરાત રાજ્યમાં પ્રેક્ટિસ કરી શકે તે માટે બોર્ડ કાર્ય કરશે : ડો.શિરીષ ભટ્ટ
ડોક્ટર સીરીસ ભટ્ટ એક અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વંદે આયુ કોણ 2025 નું ગુજરાત આયુર્વેદિક બોર્ડ દ્વારા કાર્યક્રમ યોજાયો છે ત્યારે ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેવાના છે ત્યારે ગુજરાત રાજ્યમાંથી આયુર્વેદિક ડોક્ટરો આયુ વંદે આયુ કોનમાં ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા ત્યારે આ કાર્યક્રમનું ખૂબ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આયુર્વેદિક રજીસ્ટ્રેશન બોર્ડ ઘણા સમયથી કામ કરી રહ્યું છે ત્યારે રજીસ્ટર હોવાનો મતલબ ડોક્ટરોની એકતા તેમજ બોર્ડના જે નિયમો હોય છે તે રાજ્ય સરકારના અનુસંધાને બોર્ડ કામ કરતું ત્યારે રજીસ્ટ્રેશન કરનાર ડોક્ટર જ ગુજરાત રાજ્યમાં તેની પ્રેક્ટિસ કરી શકે તે માટે બોર્ડ કાર્ય કરે છે.
ઓપીડી આઈ પી ડીબેઝ ડિજિટલ માટેનો સોફ્ટવેર ડોક્ટરો માટે મદદરૂપ થશે : ડો.જયેશ પરમાર
ગુજરાત રાજ્ય આયુષ નિયામક વૈદ્ય જયેશ પરમાર જણાવ્યું હતું કે વંદે આયુ કોણ 2025 નું આયોજન ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક અને યુનાની સિસ્ટમ ઓફ મેડિસિન ગુજરાત રાજ્ય દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે સીએમઈ ટ્રેનિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ 500 જેટલા ડોક્ટરોને ઓપીડી બેઝ ડિજિટલ માટેનો સોફ્ટવેર પણ આપવામાં આવ્યો હતો ત્યારે રાજ્યભરમાંથી 27,000 જેટલા ડોક્ટરો ઓનલાઈન જોડાઈ શકે તે રીતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ ડોક્ટરના નોલેજ અપડેશન ડિજિટલ તેમજ પોતે આપેલી સચોટ નિદાન ની સિદ્ધિઓ માટે થઈ શકે તે માટે કરવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાત બોર્ડના ચેરમેન સંજયભાઈ જીવરાજાની તથા તેની ટીમ દ્વારા સારું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક પ્લેટફોર્મ ઉપર બધા ડોક્ટરો ભેગા થઈ શકે અને આયુર્વેદ મા વધુ સારું પરિણામ લાવી શકાય તે માટે છે ત્યારે લોકો લોકો વધુ ને વધુ સારવાર લે અને આયુર્વેદ માટે સજાગ બને.
બાન લેબ છેલ્લા 58 વર્ષથી આયુર્વેદ ક્ષેત્રે કામ કરી રહ્યું છે: ડો.ભરત પંડ્યા
બાંગલ લેબ સાથે છેલ્લા 36 વર્ષથી જોડાયેલ ભરત પંડ્યા એ અબ તક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજરોજ યોજાયેલ વંદે આયુકોન 2025 આયોજન થયું છે ત્યારે તેમાં અમારી કંપની દ્વારા સ્પોન્સરશિપ છે જેથી લોકો સુધી આયુર્વેદનું સંપૂર્ણ જ્ઞાન મળે. બા ને લેબ છેલ્લા 58 વર્ષથી આયુર્વેદિક ક્ષેત્રે સક્રિય છે અને લોકો માટે આયુર્વેદિક વસ્તુઓ બનાવે છે બંને કંપની 125 જેટલી આયુર્વેદિક વસ્તુઓ બનાવે છે જેમાં વિટોન 19 થી લઈને લેટેસ્ટ કાર્ડિયાક પ્રોબ્લેમ, કોલેસ્ટ્રોલ માટે આયુ કલર્સ સહિતની આયુર્વેદિક દવાઓ બનાવે છે. બન લેબ ભારતની સાથે વિશ્વભરમાં આયુર્વેદ માટે કામ કરે છે.
આયુર્વેદ એટલે જીવન જીવવાની પદ્ધતિ: ડો.કલ્પેશ સંઘવી
વિઝન ઇન્ફોમેટીક્સ ના ડોક્ટર કલ્પેશ સંઘવી એ અબ તક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નવી હેલ્થ કેર સિસ્ટમમાં ડિજિટલ ભારત મિશન નીચે બધા ડોક્ટરો ઓનલાઈન કરવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ગુજરાત આયુર્વેદ બોર્ડ તેમજ સંજય જીવરાજાની ના નેતૃત્વ હેઠળ લેબના સંયોગથી વિઝન ઇન્ફોમેટીક્સ સાથે જનરલ પ્રેક્ટિસનર , ફેમિલી ફિઝિશિયન , તેમજ આયુર્વેદિક ડોક્ટરને ઓનલાઇન કરવાની પ્રક્રિયા ચાલી રહી છે જેથી ડોક્ટરનું ઇનપુટ આવે જેથી દરેક પેશન્ટ સરળતાથી સારવાર કરી શકે તેમ જ કોઈ નવી દવા વિશે પણ માહિતી મળતી રહે . કોઈપણ પેશન્ટને એક્સેસ કરવું હોય તો 24 * 7 તે ડોક્ટરને એક્સેસ કરી શકશે અને તેના રેકોર્ડ્સ પણ મેન્ટેન કરી શકશે અને આ બધા આયુર્વેદ ડોક્ટર એક મંચ પર આવે તે તુથી આ એપ લોન્ચ કરી છે. આયુર્વેદ એટલે જીવન જીવવાની પદ્ધતિ છે.