ગુજરાતમાં 2015માં પાટીદારો દ્વારા અનામત આંદોલન કરવામાં આવ્યું હતું. આ આંદોલનનાં પડઘા ગુજરાત સહિત દેશભરમાં પડ્યા હતાં. આ સિવાય આંદોલન દરમિયાન હાર્દિક પટેલ, ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથરિયા, રેશ્મા પટેલ જેવા મોટા નેતાઓ પણ ઉભરી આવ્યા હતાં. જોકે, આ પાટીદાર અનામત આંદોલન દરમિયાન અનેક પાટીદારો સામે શાંતિ ડહોળવાનો પ્રયાસ તેમજ રાજદ્રોહ સહિત વિવિધ ફોજદારી ધારાઓ હેઠળ ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા હતાં. ત્યારથી જ વિવિધ પાટીદાર નેતાઓ દ્વારા આ ગુનાઓ પરત ખેંચવાની માંગ કરવામાં આવી રહી હતી. પરંતુ, આંદોલનના 10 વર્ષ સુધી ગુના પાછા ખેંચાયા નહતાં. જોકે, હવે 10 વર્ષ બાદ અનામત આંદોલનથી ઉભરેલા પાટીદાર નેતા હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી એવો સંદેશ આપ્યો છે કે, ભૂપેન્દ્ર પટેલની સરકારે આ ગુનાઓ પરત ખેંચી લીધા છે.
પાટીદાર આંદોલન અંગે થયેલા કેસોને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજદ્રોહનો કેસ પાછો ખેંચવા સરકારે કવાયત શરુ કરી હોવાનું સામે આવ્યુ છે. તમામ કેસ પરત ખેંચાયાનો દિનેશ બાંભણીયાનો દાવો છે. જો કે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. દિનેશ બાંભણીયાએ ટ્વીટ કરીને માન્યો મુખ્યપ્રધાનનો આભાર માન્યો છે.
હાર્દિક પટેલે ટ્વીટ કરી આભાર માન્યો
પાટીદાર આંદોલનના કેસોમાં રાજ્ય સરકાર દ્વારા રાજદ્રોહ સહિતના ગંભીર કેસો પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે. દિનેશ બાંભણીયા અને હાર્દિક પટેલે આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી અને મુખ્યમંત્રી અને ભાજપ સરકારનો આભાર માન્યો છે. હાર્દિક પટેલે ટ્વીટ કરી જણાવ્યું છે કે, “યુવાનો પર લાગેલા રાજદ્રોહના તમામ કેસ પરત ખેંચવા બદલ ખૂબ આભાર.” આ નિર્ણય પાટીદાર સમાજ અને તેની પછાત હક માટે મહત્વપૂર્ણ છે.
14 જેટલા કેસ પરત લેવાયાની માહિતી
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર દ્વારા, દ્વારા પાટીદાર આંદોલનના મુદ્દે કેસો રાજદ્રોહ સહિતના ગંભીર કેસ પરત ખેંચવામાં આવ્યા હોવાના સમાચાર છે. જેમાં હાર્દિક, દિનેશ, ચીરાગ, અલ્પેશ સહિત આરોપી બનાવવામાં આવ્યા હતા. દિનેશ બાંભણિયાએ જણાવ્યુ કે આજે પાટીદાર આંદોલનના મુખ્ય ગંભીર કેસો મુખ્યમંત્રી દ્વારા ખેંચવામાં આવ્યા છે. જેમાં રાજદ્રોહ સહિતના કેસો પરત ખેંચાયા તે બદલ હું સરકારનો આભાર માનું છું. આ કેસો પૈકી અલ્પેશ કથીરિયા, હાર્દિક પટેલ, ચીરાગ પટેલ, ચીરાગ દેસાઈ, વિપુલ દેસાઈ અને મારો આ કેસમાં સમાવેશ થયો છે. ઘણા ગંભીર કેસો 307 જેવી કલમના કેસો પણ મહેસાણા જિલ્લા અને કડી વિસ્તારના સહિતના ગુજરાતના 14 જેટલા કેસો ગઈકાલે મુખ્યમંત્રી દ્વારા પરત ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તે બાબતે હું એમનો આભાર માનું છું.
આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાટીદાર આંદોલન ના મુખ્ય કેસો રાજદ્રોહ સહિત ના ગંભીર કેસ પરત ખેંચવામાં આવ્યા ..જેમાં હાર્દિક ..દિનેશ ..ચિરાગ ..અલ્પેશ સહિત આરોપી બતવામાં આવ્યા હતા ..પરત નિર્ણય લેવા ખૂબ ખૂબ આભાર ….સત્યમેવ જયતે જય સરદાર pic.twitter.com/h3SEDOfeVz
— Dinesh Bambhania (@dineshbambhania) February 7, 2025
પ્રાપ્ત વિગત અનુસાર પાટીદાર આંદોલનની વાત કરવામાં આવે તો તે આનંદીબેન પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે આંદોલન થયું હતુ. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે પાટીદાર આંદોલનના કારણે આનંદીબેન પટેલને રાજીનામું આપવું પડ્યું હતુ. સત્તા પલટ થઇ અને સીએમનો ચહેરો બદલાયો અને વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી બન્યા. જો કે આ સમયની અંદર પાટીદાર સામેના જે અન્ય કેસો એક પછી એક પાછા લેવામાં આવી રહ્યા હતા. જે પાટીદાર યુવાનો મરી ગયા હતા તેને લઈને પણ નારાજગી હતી. હવે ભૂપેન્દ્ર પટેલ રાજ્યના મુખ્યપ્રધાન બન્યા ત્યારથી અત્યાર સુધીમાં અલગ અલગ વખતે છથી સાત બેઠકો ખુદ ભૂપેન્દ્ર પટેલ સાથે પાટીદાર આગેવાનોએ થઈ ચૂકી હતી. પાટીદાર સમાજના આગેવાનો હોય કે પછી જે રાજકારણના આગેવાનો હોય તેમની પણ બેઠક થઈ હતી અને કેસો પાછા લઈ લેવા જોઈએ.તેવી લાગણી આ બેઠકોમાં વ્યક્ત કરવામાં આવી હતી.
મનોજ પનારાનું નિવેદન
તો સમગ્ર મામલે પાટીદાર અગ્રણી મનોજ પનારાનું નિવેદન પણ સામે આવ્યું છે. આ મુદ્દે તેમણે કહ્યું કે “દેર આયે… દુરસ્ત આયે.” જો કે હજુ પણ ક્યાંક નાના-મોટા કેસ છે તેને દૂર કરવા આગળના દિવસોમાં તજવીજ હાથ ધરવાનો તેમણે દાવો કર્યો છે. આ તરફ ચિરાગ પટેલે જણાવ્યું હતું કે જ્યાં સુધી સરકાર સત્તાવાર જાહેરાત ન કરે ત્યાં સુધી આ અંગે કંઈપણ કહેવું વહેલું ગણાશે.