ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો આગામી19મી ફેબ્રુઆરીથી આરંભ થઇ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારનું વર્ષ 2025 -26 માટેનું અંદાજપત્ર નાણાંમંત્રી કનુ દેસાઇ ગૃહમાં રજૂ કરશે. સપ્ટેમ્બર 2021 માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા પછી ભૂપેન્દ્ર પટેલ સરકારનું આ ચોથું અંદાજપત્ર કેટલીક નવી લોકરંજક યોજના સાથે રજૂ થશે, જે મોટાભાગે પૂરાંતવાળુ રહેવાની શકયતા છે.
પંદરમી વિધાનસભાનું બજેટ સત્ર 31 માર્ચ સુધી ચાલશે. આ સમયગાળામાં ગૃહમાં સરકાર દ્રારા કુલ સાત વિધેયકો પર ચર્ચા અને મતદાન માટે કામકાજ હાથ ધરાનાર છે, તેમ કહીને સૂત્રોએ દાવો કર્યેા છે કે, સરકાર કેટલાક કાયદાઓ બનાવી રહી છે અને અમુકમાં સુધારા કરવામાં આવનાર છે. આ ઉપરાંત કેટલીક સંસ્થાઓની રચના માટે વૈધાનિક મંજૂરીઓ આપવા માટે પણ વિધેયકો રજૂ થશે.
- 19 ફેબ્રુઆરીથી વિધાનસભાનું Budget સત્ર મળશે
- રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિધાનસભા બજેટ સત્રનું આહ્વાન કર્યું
- 19 ફેબ્રુઆરીએ રાજ્યપાલનાં સંબોધનથી શરૂઆત થશે
- 20 ફેબ્રુઆરીએ નાણામંત્રી ગુજરાતનું બજેટ રજૂ કરશે
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 19 ફેબ્રુઆરીથી શરૂ થશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ બજેટ માટે વિધાનસભાનું સત્ર બોલાવવાનું આહ્વાન કર્યું છે. 19 ફેબ્રુઆરી બપોરે 12 કલાકથી વિધાનસભા સત્રની શરૂઆત થશે. જ્યારે નાણામંત્રી કનુ દેસાઈ 20 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે.
આગામી વર્ષ માટેની નાણાકીય યોજનાઓ-વિકાસની રૂપરેખા આપશે સરકાર
આ મહત્વપૂર્ણ સત્રમાં નાણામંત્રી કનુ દેસાઈ રાજ્ય બજેટ રજૂ કરશે, જેમાં આગામી વર્ષ માટે સરકારની નાણાકીય યોજનાઓ અને વિકાસ પહેલની રૂપરેખા આપવામાં આવશે. સત્રની શરૂઆત રાજ્ય બજેટ રજૂ કરવા સાથે થશે, જેમાં માળખાગત સુવિધાઓ, શિક્ષણ, આરોગ્યસંભાળ અને સામાજિક કલ્યાણ સહિતના વિવિધ ક્ષેત્રો માટે મુખ્ય ફાળવણીઓ જાહેર થવાની અપેક્ષા છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સરકારની કામગીરીની ચકાસણી કરશે, બેરોજગારી અને ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડ જેવા મુદ્દાઓ પર ચિંતા વ્યક્ત કરશે તેવી અપેક્ષા છે.