Abtak Media Google News

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં તાજેતરમાં કોરોના સંક્રમણની બીજી લહેરમાં ખંભાળીયા સિવાયના જીલ્લાના અન્ય તાલુકાઓમાં ઓકિસજન બોટલ તથા આ સેવા વ્યવસ્થિત ના મળતા અનેક પ્રશ્ર્નો ઉભા થયેલા હતા જે સંદર્ભમાં દેવભૂમિ દ્વારકા જીલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીનાએ રેવન્યુ તથા આરોગ્યની ટીમને સાથે રાખીને એન.જી.ઓ. કંપનીઓ તથા ધારાસભ્ય ના સહયોગથી છ સ્થળે ઓકિસજનની વ્યવસ્થા સ્થળ પર જ થઇ જાય તેવી વ્યવસ્થા ઉભી કરવા કામગીરી હાથ ધરીને જુન માસના અંત સુધીમાં જ આ કામગીરી પૂર્ણ થઇ જાય તેવા પ્રયત્નો હાથ ધરતા પ્રસશનીય બન્યા છે.

વિવિધ એનજીઓ, કંપનીઓ તથા ધારાસભ્યોનો સહયોગ ચાલુ માસના અંત સુધીમાં કામગીરી પૂર્ણ થાય તેવા પ્રયત્નો હાથ ધરાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયાથી જીલ્લાની સરકારી હોસ્પિટલમાં ઓ.એન.જી. કંપનીના સહયોગ ની ભાણવડમાં ધારાસભ્ય વિક્રમભાઇ માડમના આર્થિક સહયોગથી જામ રાવલમાં સરકારી હોસ્પિટલમાં ટાટા કેમિકલ્સના સહયોગથી, દ્વારકામાં બે સ્થળે ઓકિસજન વ્યવસ્થા થશે જેમાં એક સ્થળે નાયરા કંપની તથા બીજા સ્થળે સાંસદ પુનમબેન માડમના પ્રયાસોથી વડા પ્રધાન રાહત ફંડમાંથી સવલત ઉભી થશે.

દેવભૂમિ જિલ્લામાં આ છએ સ્થળે ઓકિસજનની સુવિધા ઉભી કરવાની કાર્યવાહી જુન માસમાં જ પ્રશ્ર્ને થઇ જશે જેની સંતપિત કોરોના સંક્રમણની ત્રીજી લહેર જયારે આવે ત્યારે આ સવલત કોરોમાં જંગમાં નિર્ણાયક લડત આપશે!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.