Abtak Media Google News
  • જેતપુર: અદાલતનો બે કેસમાં ધાક બેસાડતા ચુકાદાથી ગુનેગારમાં ફફડાટ
  • છ વર્ષ પહેલાના બનાવમાં શિક્ષીકાનો પ્રેમી સાથેનો અંગત પળોનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપનારને 10 વર્ષની સજા

જેતપુરની અદાલતે દુષ્કર્મ સહિતના કેસમાં ધાક બેસાડતા ચુકાદાથી ગુનેગારોમાં ફફડાટ મચી ગયો છે જેમાં મનોદિવ્યાંગ વ્યકિત ઉપર દુષ્કર્મ આચરનાર નરાધમને આજીવન કેદ અને પીડીતાના પરિવારને રૂ. બે લાખનું વળતર ચુકવવા ભલામણ કરી છે. જયારે શિક્ષકાના પુરૂષ મિત્ર સાથેના અંગત પળોના વિડીયો વાયરલ કરવાના ગુનામાં સુત્રધારને 10 વર્ષની સજા ફટકારી છે.

જેતપુર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સમક્ષ પોલીસ તરફથી અરવિંદભાઈ ભુપતભાઈ ગુજરાતી, રહેવાસી કેનાલ ને કાંઠે નવાગઢ જેતપુર વાળા સામે ભારતીય દંડ સંહિતાની કલમ 376 2 જે એલ એન તથા કલમ 354 એ તથા કલમ 448 મુજબનું ચારજસીટ ફરમાવવામાં આવેલું હતું. જે અન્વયે નામદાર અદાલત તરફથી ચાર્જ ફરમાવેલો હતો. બનાવની વિગત એવી હતી કે ગત તારીખ 18-4-2018 ના બપોરના આશરે 2 વાગ્યે ભોગ બનનાર બળદેવ ધારની નિશાળ પાસે એકલી હતી ત્યારે તેમના ઘરમાં અરવિંદ ભુપતભાઈ ગુજરાતી ઘૂસી ગયેલા અને તે ભોગ બનનાર ની છેડતી કરેલી હતી. આવો ગુનો નોંધાયા બાદ તત્કાલીન પીએસઆઇ આર કે ચાવડાએ ફરિયાદ નોંધ લઇ અને તપાસ કરતાં ધ્યાનમાં આવેલ કે ભોગ બનનાર માનસિક અસ્થિર હતા અને તેમણે દુષ્કર્મની કલમ 376 2 નો ઉમેરો કરવા યાદી કરેલી હતી. ત્યારબાદ ભોગ બનનારના બનાવ સમયના કપડા અને અન્ય સંયોગી પુરાવાઓને ધ્યાને લઈ અને નામદાર અદાલતે કુલ 10 સાહેદો તપાસેલા હતા અને 26 દસ્તાવેજો તથા ઓપીડી કેસ પેપર અને ડીસેબીલીટી સર્ટિફિકેટ ને ધ્યાને લઇ અને પુરાવો નોંધેલો હતો. સરકારી વકીલ કેતનભાઇ એ પંડ્યા દ્વારા લેખિતમાં દલીલ આપેલી હતી અને ફરિયાદ પક્ષીને સમર્થન કારક પુરાવો રજૂ થયેલ હોવાની હકીકત જણાવેલી હતી ડોક્ટર રૂબરૂની હિસ્ટ્રીમાં પણ આરોપી અરવિંદ ભુપત ગુજરાતી એ મંદબુદ્ધિના ભોગ બનનાર સાથે શરીર સંબંધ થયાનું પુરવાર થયેલું હતું આ માટે તેમણે વિશેષ રીતે ડોક્ટર મુકેશભાઈ સામાણી ની જુબાની પર ભાર દીધેલો હતો. રજૂ થયેલ સાયન્ટિફિક પુરાવાઓ અને ભોગ બનનાર ની માનસિક અવસ્થાને ધ્યાને આરોપીએ દુષ્કમમાં કરેલા નું માનેલી આરોપીને ઠરાવેલ હતા.

ત્યારબાદ જેતપુરના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજે  સજા અંગે ઇન્ચાર્જ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુંટર શ્રી કે એમ પારેખ ને સાંભળેલા હતા અને આરોપીને રૂપિયા 12000 દંડ ફટકારેલ અને ભોગ બનનારના પરિવારને રૂ.2,00,000 વળતર આપવા હુકમ ફરમાવેલો હતો.

જયારે અન્ય ગત વર્ષ 2018 ના અરસામાં ે શિક્ષિકા ે તત્કાલ ચોકડીએથી પોતાના મિત્ર પાર્થ ઢાકેચા સાથે ફરવા ગયેલા હતા. આ વખતે ત્યાં રેલવેના પુલ પાસે આઠ લોકો આવી ગયેલા અને તેમણે ભોગ બનનારની અંગત પળોની વીડિયો ક્લિપ બનાવેલી હતી અને ધમકી આપી હતી કે અમો આઠ લોકો તમારી ઉપર દુષ્કર્મ કરીએ તો આપઘાત કરવાનો વારો આવશે આમ કહી ભોગ બનનાર સાથે દુરાચાર આચરવામાં આવેલો હતો.

અને ભોગ બનનારને આ વખતે ધરારીથી વ્રજ હોટલમાં લઈ જવામાં આવેલ ત્યાં ભોગ બનનાર ની વીડિયો ક્લિપ બનાવેલી હતી અને મુખ્ય આરોપી બ્રિજરાજસિંહ જાડેજા એ ધમકી આપેલી હતી કે તે બોલાવે ત્યારે જો ભોગ બનનાર નહીં આવે તો આ વીડિયો ક્લિપ વાયરલ કરી દેવામાં આવશે આમ કહી અને તેમને શારીરિક શોષણ થતું હતું.

તત્કાલીન પોલીસ અધિકારી હુકુમતસિંહ એ જાડેજા ની તપાસ દરમિયાન તેમણે વ્રજ હોટલના સીસીટીવી ફૂટેજ પુરાવા અધિનિયમ કલમ 65 બી ના પ્રમાણપત્ર સાથે મેળવેલા હતા અને ભોગ બનનાર ની જુબાની તથા રજૂ થયેલા દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર  કેતનભાઇ એ પંડ્યા એ આરોપીઓને તકસીરવાન ઠરાવવા દલીલો કરેલી હતી.

કેતનભાઇ પંડયા ની દલીલોને ધ્યાનમાં લઇ તથા રજૂઆતો થયેલા પુરાવાઓનું મૂલ્યાંકન કરી જેતપુરના મહેરબાની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એલ આર ચુડાસમાએ આરોપી બ્રિજરાજસિંહ જાડેજા ને તકસીરવાન ઠરાવી 10 વર્ષની સજા કરી હતી.  આ વખતે ઇન્ચાર્જ પબ્લિક પ્રોસિક્યુટર કાર્તિકેય મ પારેખની દલીલોને ધ્યાને લઈ અને દસ વર્ષની સજા તથા રૂપિયા 5000 દંડ ફટકારેલ હતા.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.