- મોટી નાગલપર ગામમાં શિવરાત્રી નિમિત્તે ભાંગ પીધા બાદ તબિયત લથડવાઠી ચકચાર પ્રસરી હતી
- લોકોની તબિયત લથડવાના બનાવના પગલે આરોગ્યતંત્ર પણ થયું સજ્જ
- મેડિકલ ટીમો દ્વારા મામુલી અસરગ્રસ્ત લોકોને ઘરે જ સારવાર અપાઈ
અંજાર તાલુકાના મોટી નાગલપર ગામમાં શિવ મંદિરમાં શિવરાત્રીના પર્વ નિમિત્તે ભાંગ પીધા બાદ લોકોની તબિયત લથડતા ભારે ચકચાર પ્રસરી હતી. અસરગ્રસ્તો પૈકી અમુકને ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર આપવામાં આવી હતી. ત્યારે એક સાથે આટલા લોકોની તબિયત લથડવાના બનાવના પગલે આરોગ્યતંત્ર પણ સજ્જ થયું હતું. તાલુકાની મેડિકલ ટીમો દ્વારા મામુલી અસરગ્રસ્ત લોકોને ઘરે જ સારવાર આપવામાં આવી હતી. ત્યારે આજે પણ નાગલપરમાં બરોબર સર્વે કરાયો હતો.
અંજાર તાલુકાના મોટી નાગલપર ગામમાં શિવ મંદિરમાં શિવરાત્રીના પર્વ નિમિત્તે ભાંગ પીધા બાદ 25 થી 30 જેટલા લોકોને સખત તાવ,ડાએરીયા,ઉલટી અને ચક્કર આવવાના વ્યાપક બનાવો બહાર આવતા ભારે ચકચાર પ્રસરી હતી અસરગ્રસ્તો પૈકી અમુકને ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર આપવામાં આવી હતી.એકી સાથે આટલા લોકોની તબિયત લથડવાના બનાવના પગલે આરોગ્યતંત્ર પણ હરકતમાં આવ્યું હતું તાલુકાની મેડિકલ ટીમો દ્વારા મામુલી અસરગ્રસ્ત લોકોને ઘરે જ સારવાર આપવામાં આવી હતી.
તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજીવ અંજારિયાનો ટેલીફોનિક સંપર્ક શાંધતા તેમણે કહ્યું હતું કે બનાવ અંગે જાણ થતા જ તુરંત મેડીકલ ટીમો દ્વારા સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી અને સારવાર ચાલુ કરી દેવાઇ હતી આજે પણ નાગલપરમાં બરોબર સર્વે કરાયો હતો. હવે સ્થિતિ નોર્મલ છે.પરંતુ આ ઘટનાના પગલે ગામમાં અને સમગ્ર તાલુકામાં ભય સાથે ચિંતા નું મોજું ફરી વળ્યું હતું. વધુમાં તેમને જણાવ્યું કે દર્દીના ટુલ સેમ્પલ લેબોરેટરી માટે મોકલી દેવામાં આવ્યા છે આ સમગ્ર ઘટનાનું ચોક્કસ કારણ આવતીકાલે રિપોર્ટ આવ્યા પછી જાણી શકાશે.
અહેવાલ: ભારતી માખીજાણી