Abtak Media Google News

‘નોટો’ કોને ખોટા પાડશે?

આ વર્ષે નોટા ખેલ પાડે તો હાર-જીતની સરસાઇ પાતળી હશે

વર્ષ 2017માં ‘નોટા’ એ ખેલ બગાડી દીધો હતો. વાંકાનેર, બોટાદ, તળાજા, પોરબંદર, રાજકોટ ગ્રામીણ, જામજોધપુર, દસાડા સહિત કુલ 10 બેઠક પર ‘નોટા’ ના કારણે જીત-હાર વચ્ચે માત્ર 1હજાર મતની પાતળી સરસાઇ હતી.

આ વખતે મતદાન વધુ થયું છે એ વાત આવકાર્ય છે પરંતુ જો ‘નોટા’ ખેલ પાડશે તો ઉપરોકત બેઠકોમાં હાર-જીતની સરસાઇ પણ બહુ જ પાતળી હશે તેમ માની શકાય.

2017 માં રાજકીય વાતાવરણ અને ‘પાસ’ આંદોલનના કારણે મતદારો ગુંગળામણ અનુભવતા હતા. ચારે તરફથી એવી વાતો બહુ ચાલી હતી કે કોઇને મત આપવો નહીં. અને તેની સામે વિકલ્પ પણ હતો એટલે ‘નોટા’ (નન ઓફ ધ એબવ) નું બટન દબાવનારાઓને કોઇ ઉમેદવાર પસંદ નથી તેવું જાણી શકાયું હતું.

2017માં ત્રીજા નંબરે વધુ મત ‘નોટા’ને અપાયા હતા. એ વખતે અર્જુન મોઢવાડીયાએ બેઠક ગુમાવવી પડી હતી, તો ભાજપના બાબુભાઇ બોખરીયા માત્ર 1885 મતથી જીત્યા હતા.

2017માં તો ગુજરાતથી ર9 બેઠક એવી હતી કે જયાં ‘નોટા’ ના કારણે ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોને નુકશાન થયું હતું.

ગત 2017માં આશરે 5.5 લાખ મતદારોએ ‘નોટા’ બટન દબાવ્યું હતું જેના કારણે ‘નોટા’ પણ ત્રીજો સૌથી મોટો ‘પક્ષ’ બન્યો હતો. નોટાએ એ 1.8 ટકા મત મેળવ્યા હતા.

માણસા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર  સુરેશ પટેલ તો પોતાના નીજકના હરીફ ભાજપના ઉમેદવાર અમીત ચૌધરીને માત્ર 524 મતથી હરાવ્યા હતા.

ગત વખતે પાટીદારો અને ‘નોટા’ એ મને હરાવ્યો છે. તેમ અમીત ચૌધરીએ એ વખતે સ્ટેટમેન્ટ આપ્યું હતું.

જો કે આ વખતે ‘નોટા’ નો આંકડો હજુ સુધી બહાર આવ્યો નથી એટલે ‘નોટા’ ની ભૂમિકા કોને ફળશે ? કે કોને નડશે ? તેની ચર્ચા થવા લાગી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.