લોકતાંત્રિક રાજ્યવ્યવસ્થામાં પ્રજાની અભિવ્યક્તિ અને વિરોધ માટે બંધ અને આંદોલન આવકાર્ય, પણ વિરોધ કાર્યક્રમમાં નાગરિકોના અધિકારોનું ‘જતન’ અવશ્યપણે થવું જ જોઈએ

ભારતના લોકતંત્રને હવે ‘પરિપકવ લોકશાહી’ તરીકે મૂલવવામાં આવે છે ત્યારે આપણા દેશમાં પણ વિરોધ વ્યક્ત કરવા માટે જાપાનની જેમ કામ બંધ કરવાના બદલે વધુ કામ કરીને વિરોધની અભિવ્યક્તિ કરવાની સમજ કેળવવાની જરૂર નથી લાગતી?

વિશ્વને સત્યાગ્રહના માધ્યમથી આંદોલનની પ્રેરણા આપનાર ભારત વર્ષમાં જન આંદોલન હંમેશા પરિવર્તન અને ક્રાંતિના નિમિત્ત બન્યા છે ત્યારે વર્તમાન સ્થિતિમાં લોક અભિવ્યક્તિ માટેના વિરોધી આંદોલન રાષ્ટ્રહિતમાં સર્વ જન હીતાર્થે: રાખીને  રાજકારણનું માધ્યમ ન બને તેની ખેવના સાથે આંદોલન દરમિયાન સામાન્ય નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડવી જોઈએ

વિશ્ર્વની સૌથી મોટી લોકશાહી નું માન ધરાવતાં ભારત વર્ષમાં આઝાદી કાલ પૂર્વેથી લઇને આજ પર્યંત દરેક યુગમાં લોકોની લાગણી ની અભિવ્યક્તિ અને જન આંદોલન થકી ક્રાંતિ , સાથે પરિવર્તન લવાયા નો એક આગવો ઇતિહાસ રહ્યો છે ,લોકતંત્રમાં લોકો દ્વારા લોકો વડે લોકો થી અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થા માં સદાકાળ લોકોની અભિવ્યક્તિ લાગણી અને વિરોધ નું હંમેશા મહત્વ રહ્યુ છે લોકશાહીમાં જેવી રીતે શાસક પક્ષ સામે સબળ વિરોધ પક્ષ અનિવાર્ય છે તેમ લોકો પોતાની લાગણી મુક્ત અને નિર્ભય રીતે તંત્ર સમક્ષ મૂકી શકે તે વાતાવરણપણ અનિવાર્ય છે તેવા સંજોગોમાં જન આંદોલન વિરોધ અને બંધ જેવા કાર્યક્રમો ને પણ લોકતંત્રની એક આગવી અને વિશિષ્ટ પ્રક્રિયા ગણીને આવકારી શકાય પરંતુ વિરોધ પ્રદર્શન અને જન આંદોલન માં અવશ્યપણે સામાન્ય જન નાગરિકોના અધિકારો નું જતન થવું જોઈએ, અત્યારે કૃષિ બીલ ના વિરોધમાં દેશવ્યાપી આંદોલન નું એલાન અપાયું છે ભારત બંધ અને વિરોધ આંદોલનમાં પ્રથમ તબક્કે જ શાસક અને વિપક્ષ શાસિત રાજ્યોમાં પરિસ્થિતિ અલગ અલગ રીતે આકાર પામી રહી છે દેશ વ્યાપી આંદોલન માં પ્રથમ તબક્કે દિલ્હી પંજાબ રાજસ્થાન ઝારખંડ છત્તીસગઢ તેલંગાણા કેરળ અને મહારાષ્ટ્રની સરકારોએ વીપક્ષ પ્રેરીત બંધને ટેકો જાહેર કર્યો છે આમ કિસાન આંદોલન અત્યારે દેશ વ્યાપી ધોરણે મંડાઈ ચૂક્યો છે પરંતુ આ આંદોલનને ક્યાંકને ક્યાંક રાજકીય રંગ અપાઈ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે ખેડૂતો ખેતી અને અર્થતંત્રને મજબૂત કરવા માટે સરકાર લાંબી કવાયત કરીને જે કૃષિ બિલ અમલમાં લાવવાની કવાયત હાથ ધરી છે તેને ખેતી અને ખેડૂત વિરોધી ગણાવીને વીપક્ષ પ્રેરીત કિસાન સંગઠનોએ ભારત બંધ’નું એલાન આપ્યું છે જોકે આંદોલનકારીઓએ પણ સામાન્ય નાગરીકોને મુશ્કેલી ન પડે તે માટે પીકપ અવર આઠ વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યાા સુધી ચક્કાજામની જાહેરાત કરી છે જેનાથી કામ ધંધો જતા લોકોનેે જવા આવવામાં મુશ્કેલી ન પડે તેઓ અભિગમ આવકાર્ય છે આંદોલન એ બંધ એ લોકો તંત્રનું પાયાનો અધિકાર ગણવામાંં આવે પરંતુ સાથ સાથે બંધ અને આંદોલનનો સામાન્ય નાગરિકો ને દૈનિક જીવન માં કોઈ ખલેલ પહોંચાડનાર ન હોવા જોઈએ , ભૂતકાળના કડવા અનુભવોને લઈને વડી અદાલતે પણ અનેક માર્ગદર્શક ચુકાદા અને આદેશોમાં બંધ અને આંદોલન દરમિયાન જાહેર અને ખાનગી મિલકતોને નુકસાન પહોંચાડવાના કાર નામાંઓને સંપૂર્ણપણેેે ગેર બંધારણ  અને  દંડ પાત્ર જાહેર કરીને નુકસાન કરનાર પાસે પૂરું વળતર વસૂલવા સુધીના આદેશો જારી   કર્યા છે લોકતંત્રમાં દરેક વર્ગને  વિરોધ વ્યક્ત કરવાની સંપુર્ણ પણે સ્વાયત્તા છે જ, પરંતુ આ સ્વાયત્તા સ્વચ્છદતા નું રૂપ ન લઈ લે તેની “સજાગતા” ની પણ એટલી જ આવશ્યકતા છે ભારતના લોકતંત્રને હવે પરિપકવ લોકશાહી તરીકે જોવામાં આવે છે ત્યારે દુનિયાના ઘણા દેશો ભારતના લોકતંત્રને આદર્શ ગણી ને પોતાની શાસન વ્યવસ્થા દુરસ્ત કરી રહ્યા છે ત્યારે લોકતાંત્રિક વિરોધ અને આંદોલન ના આપણા વિચારો ને હવે બદલવાની જરૂર છે જાપાન જેવા ઘણા દેશોમાં વિરોધ વ્યક્ત કરવા માટે કામ બંધ કરીને નહીં, પણ વધુ કામ કરીને વિરોધ કરવાનો એક રિવાજ છે બંધ અને આંદોલનથી રાષ્ટ્ર અને સમાજને આર્થિક અને સામાજિક ધોરણે ન પૂરી શકાય તેવી ખોટ જાય છે ભારત જેવા વિકસિત અને વિકાસ માટે સંઘર્ષશીલ રાષ્ટ્ર માટે એક એક દિવસ કામ અને માનવશ્રમના ઉપયોગ ની દ્રષ્ટિએ “મૂલ્યવાન* હોય છે તેવા સંજોગોમાં બંધ દરમિયાન જય સંપત્તિને નુકસાન અને આર્થિક નુકસાન થાય તે તેવા કામ ન થાય તું પણ બંધ દરમિયાન આર્થિક નુકસાન તો થવાનું જ છે ત્યારેજે વિવાદો સમસ્યાઓ અને મુશ્કેલીઓ લવાદ અને વાટાઘાટ દ્વારા ઉકેલવામાં શક્યતા હોય તેવા મુદ્દાઓ ને રાષ્ટ્રહિતમાં આંદોલનના માર્ગના બદલે સમાધાનથી ઉકેલવાની માનસિકતા વિકસાવવાની જરૂર છે ,કેટલાક દેશોમાં લોકતાંત્રિક રીતે વિરોધ કરવા માટે હડતાળ અને કામ બંધ કરવાના બદલે વધુ કામ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરવાનો રિવાજ છે આવી ભાવના વિકસાવવામાં હજુ આપણે પરિપકવ નથી થયા ? ત પ્રશ્નો સહેજ ઉઠીયા વગર ના રહે બંધ અને આંદોલન દરમિયાન આરોગ્ય શિક્ષણ જીવન જરૂરી ચીજવસ્તુઓનું પરિવહન અને વેપાર ઉદ્યોગ અને અકલ્પ્ય નુકસાન થાય છે તેની ભરપાઈ આંદોલન પૂરું થયા પછી લાંબા સમય સુધીના સંઘર્ષ બાદ પૂરી શકાય છે લોકતંત્રમાં જનઆંદોલન નો ક્યારેય વિરોધ ન હોય સરકાર અને તંત્ર છેવાડાના નાગરિકોની ભાવનાઓ અને લાગણીઓ સમજવામાં ક્યાંક ચુંકકરે તો અવશ્ય પણ એ વિરોધ દ્વારા તેની આંખ ઉઘાડવી જ જોઈએ પરંતુ જન આંદોલન અને બંધ દરમિયાન છેવાડાના નાગરિકો અને સામાન્ય જનતાના અધિકારો અને ક્યાંય નુકસાન ન પહોંચે તેની સજાકતા પણ રાખવી જોઈએ આ ભાવના અને તેનો વિકલ્પ શોધી લઈએ ત્યારે જ આપણું લોકતંત્ર પરિપકવ ગણાશે… બંધ અને આંદોલન એ સરકાર અને તંત્ર નું સંભવિત મુદ્દા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માટે નું માધ્યમ ગણાય છે વિરોધ વ્યક્ત કરવા માટે બંધ અને આંદોલન સિવાયના અન્ય રસ્તાઓ પણ છે જ લોકતંત્રમાં કોઈ એક વર્ગનો વિરોધ શાસક વર્ગ માટે નીચાજોણું ગણાય આ વિરોધ આવેદનપત્ર આપવા થી, કાળી પટ્ટી ધારણ કરવાથી, ભરણા સૂત્રોચાર કરવાથી અને બંધ અને જલદ આંદોલનથી  કરી શકાય છે,હવે આપણી લોકશાહી પરિપકવ થઈ છે ત્યારે જન આંદોલન અને બંધની આ પ્રણાલી ના બદલે જાપાન જેવા વિકસિત રાષ્ટ્ર માટે આશીર્વાદરૂપ બની રહેલી વધુ કામ કરીને વિરોધ કરવાની ભાવના આપણા દેશમાં વિકસાવવાની જરૂર છે ભારત બંધ અને આંદોલન દરમિયાન ઉભા થતા પડકારો ને ધ્યાને રાખીને આ વિચાર ફેરવવાની જરૂર છે આંદોલન અને બંધ દરેકનો નૈતિક અધિકાર છે તેવા સંજોગોમાં વિરોધના આ વાતાવરણ વચ્ચે નાગરિકોના મૂળભૂત અધિકારો નું જતન થવું જોઈએ.