જેતપુરમાં સામાન્ય બોલાચાલીમાં યુવાનને લાકડીથી ફટકારી ઢીમ ઢાળી દીધું

0
32

બે દિવસ પહેલાં ભાઇ સાથે થયેલી બોલાચાલીના કારણે કરાઇ હત્યા 

જેતપુરના ધારેશ્ર્વર વિસ્તારમાં ગાળ બોલવા બાબતે બે દિવસ પહેલાં થયેલી બોલાચાલીના કારણે યુવાનને લાકડીથી ફટકારી હત્યા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જેતપુરના ધારેશ્ર્વર વિસ્તારમાં આવેલી જીઆઇડીસીમાં ગઇકાલે જ બિહારથી આવેલા યુવાન અકિલ મુસ્તાક શેખ નામના 35 વર્ષના યુવાનને જીતુ નામના શખ્સે લાકડીથી માર મારી હત્યા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

અકિલ શેખના ભાઇ જમીલશાને બે દિવસ પહેલાં જીતુ સાથે ઝઘડો થતા ગાળો દિધી હતી. દરમિયાન ગઇકાલે જ જમીલશાનો ભાઇ અકિલ શેખ બિહારથી આવ્યો હતો તેને પોતાના ભાઇ સાથે ઝઘડો કરનાર જીતુ સાથે બોલાચાલી થતા જીતુએ લાકડીથી માર મારતા ગંભીર રીતે ઘવાતા તેનું મોત નીપજ્યું હતું. પોલીસે જમીલશાની ફરિયાદ પરથી જીતુ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here