પર સ્ત્રી સાથે સંબંધમાં યુવકે પોતાની પત્નિ અને બાળકીને ચાલુ રીક્ષાએ ફેંકયા

અબતક, રાજકોટ

શહેરમાં ક્રુરતાની હટ વટાવતો એક બનાવ પ્રકાશમાં આવ્યો છે

પર સ્ત્રીના પ્રેમમાં પાગલ યુવાને તેની જ પત્ની સાથે ઝગડો કરી મારકુટ કરી ચાલુ રીક્ષાએ પોતાની પત્ની અને બે વર્ષની માસુમ બાળકીને ફેંકી દઇ નાસી ગયા હતા. આ બનાવમા મા -દિકરીને તેને 108 મારફતે સારવાર માટે સીવીલ હોસ્5િટલે ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહીતી મુજબ માકેટીંગ યાર્ડ પાસે માલધારી સોસાયટીમાં રહેતા રાધાબેન યાદવ ગઇકાલે રાત્રીના સમયે તેની દિકરી રોનાક્ષી સાથે તેના પતિ શિવલ્યાસે પૈસા લેવા બાબતે માકેટીં યાર્ડ નજીક ગયા હતા. બાદ તેઓ રિક્ષામાં બેસી પરત ઘરે આવી રહ્યા હતા

ત્યારે રાધાબેન તેના પતિને કોઇ અન્ય સ્ત્રી સાથે પ્રેમ પ્રકરણ હોવાનું પુછયું હતુ જેમાં શિવાએ ઉશ્કેરાયને તેની પત્ની સાથે ઝગડો કર્યો અને કૃત્યની હદ વટાવી તેની પત્ની અને માસુમ દીકરીને ચાલુ રિક્ષાએ ધકકો મારી નીચે ફેંકી દીધા હતા. જેમાં બન્નેને ઇજાન પહોચી હતી. આ બનાવની જાણ 108ને ભાવેશભાઇ વાઢેરને થતા તેઓ પાઇલોટ સાથે ઘટના સ્થળે દોડી જઇ બન્ને મા-દિકરીને સારવાર અર્થે સિવીલ હોસ્પિટલ ખસેડયા હતા.