Abtak Media Google News

 

 

આઠ દિવસના રિમાન્ડ પર સોપાયેલા કમરગની દેશ વિરોધી ગઝવાહે હિંદ નામની સંસ્થા સાથે સંડોવણી

કરાચીની દાવત એ ઇસ્લામ સંસ્થા દ્વારા મૌલાનાને ઇસ્લામિક શિક્ષણના નામે ફંડ મળતું’તું

 

અબતક,રાજકોટ

ધંધૂકાના કિશન ભરવાડ નામના યુવાનની જેહાદી પ્રવૃતિ સાથે સંકડાયેલા વિધર્મી દ્વારા કરાયેલી હત્યાના સમગ્ર રાજયમાં ઘેરા પ્રત્યાઘાત પડયા બાદ રાજયની એટીએસની ટીમે દિલ્હીના મૌલાના કમરગનીની ધરપકડ કરી રિમાન્ડ પર મેળવી કરેલી પૂછપરછમાં અનેક ચોકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. કમરગની દિલ્હીથી અનેક વખત ગુજરાતમાં આવ્યાની, તેને કરાચીની દાવત ઇસ્લામ સંસ્થા દ્વારા ફંડ મળતુ હોવાની તેમજ ત્રિપુરા અને લખનૌની હત્યામાં ગુનામાં સંડોવણી હોવાનું બહાર આવ્યું છે.

ધંધૂકાના કિશન ભરવાડે સોશ્યલ મિડીયામાં મુકેલી પોસ્ટ અંગે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને માફી માગવામાં આવી હતી તેમ છતાં ધંધૂકાના શબ્બીર ઉર્ફે સાબા ચોપડા અને ઇમ્તીયાઝ ઉર્ફે ઇમ્તુ મહેબુબ પઠાણની ધરપકડ કરી કરાયેલી પૂછપરછમાં તે મુંબઇના મૌલાનાના સંપર્કમાં હોવાનું અને કહેવાથી અમદાવાદ જમાલપુરાના મૌલાના અયુબ યુસુફ જાવરવાલાને કિશન ભરવાડની હત્યા શબ્બીર મળતા અયુબ જાવરવાલાએ રાજકોટના અઝીમ શમા અને વસીમ બચા પાસેથી હથિયારની વ્યવસ્થા કરી આપી હતી.

કિશન ભરવાડની હત્યામાં દિલ્હી અને પાકિસ્તાન કનેકશન બહાર આવતા એટીએસ તપાસમાં ઝંપલાવી હત્યાના ગુનામાં સંડોવાયેલા એક પછી એકને ઝડપી લીધા હતા. તપાસમાં દિલ્હીના કમરગની ઉસ્માનીની ઉશ્કેરણીજનક ભાષણો કારણભૂત હોવાનું અને અનેક વખત ગુજરાતના અમદાવાદ, ભરૂચ, પાલનપુર, કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક શહેરોની મુલાકાત લીધી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. કમરગની શબ્બીર ચોપડાને મળ્યાનું બહાર આવતા તેની ધરપકડ કરી આઠ દિવસના રિમાન્ડ પર મેળવ્યો હતો. કમરગનીને કરાચીની દાવત એ ઇસ્લામી નામની સંસ્થા દ્વારા ઇસ્લામ શિક્ષણ માટે ફંડ આવતું મેળવી વિધર્મી યુવાનોને બ્રેઇન વોશ કરી ધર્મ ઝનૂની બનાવવા ઉશ્કેરી હિંસક બનવવાનું કામ કરતો હોવાનું ખુલ્યું છે. તે ભારત વિરોધી પ્રવૃતિ કરતી ગઝવાહે હિંદ નામની સંસ્થાની કામગીરી સંભાળી રહ્યો છે. તે ત્રિપુરા અને લખનૌની હત્યામાં પણ સામેલ હોવાનું બહાર આવ્યું છે.

મૌલવી કરમગની અને મહંમદ અયુબ યુસુફ જાવરવાલા સાથે અન્ય કોણ સંડાયેલું છે તેમજ તે ગુજરાતમાં કોને કોને મળતા તે અંગેની વિગતો મેળવવામાં આવી રહી છે.

કિશન હત્યા મામલે શાંતિ જાળવવા વીહીપની અપીલ

જેહાદી તત્વો દ્વારા ધંધુકામાં થયેલી કિશન ભરવાડની હત્યા બાદ રાધનપુર, રાજકોટ અને કઠલાલ વગેરે સ્થળોએ હિન્દુ સમાજ પર થયેલા હુમલાના વિરોધમાં આવેદનપત્ર આપવાના કાર્યક્રમો ગુજરાતના અનેક શહેરોમાં ચાલી રહ્યા છે. હિન્દુ સમાજની લાગણી અને માંગણીને સમજી સરકાર દ્વારા હુમલાઓ સંદર્ભે સંતોષકારક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે.સરકારના પદાધિકારીઓ દ્વારા પણ હિન્દુ સમાજને આશ્ર્વસ્ત કરવામાં આવ્યો છે કે આ બાબતે કાયદેસરની કાર્યવાહી થશે. અને ભવિષ્યમાં કટ્ટરવાદીઓ આવા કૃત્યો ન કરી શકે તે માટે યોગ્ય પગલા પણ લેવાશે તેવી ખાત્રી આપી છે.

ઉપરોકત હકિકતોને ધ્યાને લઈ સંત સમાજ અને પ્રબુધ્ધ નાગરીકોને વિશ્ર્વ હિન્દુ પરીષદે આ મુદે આવેદનપત્ર ન આપવા અને જાહેર દેખાવો ન કરવા વિનંતી કરવામાં આવી છે. આવિનંતી પાછળનો તેમનો પવિત્ર ઉદેશ્ય રાજયમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાનો અને પોલીસને સહયોગ આપી આ કેસોમાં મજબૂત રીતે તપાસ કરવા તેમનું મનોબળ વધારવાનો છે.

વિશ્ર્વ હિન્દુ પરિષદ સૌ હિન્દુ બંધુઓની અપીલ કરે છે કે કિશનની હત્યા અને હિન્દુઓ પર હુમલા બાબતે કોઈ દેખાવ યોજવા નહિ આવેદન પત્ર આપવા નહિ અને સ્થાનિક સ્તરે શાંતિ જાળવવાના પ્રયત્નોમાં સહભાગી થવા વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા અપીલ કરવામાં આવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.